For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કામમાં સારું પરફોર્મન્સ નથી કરી શકતા તો માણો થોડું સેક્સ

By KARNAL HETALBAHEN
|

પુરુષ હોય કે મહિલા: દરેક માટે વર્કપ્લેસ પર ખુશીથી કામ કરવું ખૂબ મહત્વ ધરાવે છે. તેનાથી તેમની પ્રોડક્ટિવિટી વધે છે અને તે વધારે સારી રીતે પોતાનું કામ કરી શકે છે.

પરંતુ તાજેતરમાં કામને વધુ સારી રીતે કરવાની રીત સામે આવી છે અને તે છે - સેક્સ પછી કામ કરો. જી હાં, તાજેતરમાં જ એક અધ્યયનમાં એક વાત સામે આવી છે કે જો તમે યોગ્ય રીતે કામ નથી કરી શકતા અને પરેશાન છો.

તો ઘરે જાઓ, તમારા પાર્ટનર સાથે સેક્સ કરો અને તેના પછી ફરીથી કામ કરવાની શરૂઆત કરો. તેનાથી તમે રિલેક્સ થશો અને તમે સારું મહેસૂસ કરશો.

Not Being Productive At Work

શું કહે છે રિસર્ચ
આ અધ્યયનથી એક વાત સામે આવી છે કે લવમેકિંગ પછી તમે મેન્ટલી જ નહી પરંતુ ફિઝીકલી પણ યોગ્ય રહો છો. સાથે જ તમારો સ્ટ્રેસ પણ નીકળી જાય છે. આ સ્ટડીમાં આ વાત પણ જણાવવામાં આવી છે કે પ્રતિદિનના ઓર્ગેજ્મથી મહિલા વધારે સફળ કર્મી બને છે.

સેક્સથી ટેન્શન દૂર થાય છે
જ્યારે બીજી તરફ અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે સેક્સ કરવાથી ટેન્શન દૂર થઈ જાય છે અને વર્કરનું ધ્યાન ફક્ત તેના કામ પર જ લાગી જાય છે. કેટલાક લોકોએ અધ્યયન દરમિયાન જણાવ્યું કે સેક્સ કર્યા પછી તેમનું ટેન્શન છૂમંતર થઈ જાય છે અને તે વધારે કૂલ રહે છે, જેનાથી તેમને કામ કરવામાં કોઈ સમસ્યા થતી નથી.

રિલીઝ થાય છે હેપ્પી હોર્મોન
તમને જણાવી દઈએ કે સેક્સ કરતી વખતે શરીરમાં ઓક્સીટોન નામનો હોર્મોન સ્ત્રાવિત થાય છે જે હેપ્પી હોર્મોન કહેવામાં આવે છે જે મગજને બીજા ૨૪ કલાક માટે ખુશ કરી દે છે. જેનાથી કામ કરવામાં મન લાગે છે અને ફ્રસ્ટેશન થતું નથી.

ઉંઘ પણ સારી આવે છે
જે લોકોના લગ્ન થઈ થયા છે તે આ હોર્મોનના કારણે હંમેશા ખુશ રહે છે. આ હોર્મોનના સ્ત્રાવિત થયા પછી ઉંઘ પણ વધુ સારી આવે છે.

English summary
Workers who are really cheerful at work and are likely to engage in their tasks have a healthy and active sex life, findings of a new research suggest.
Story first published: Thursday, March 30, 2017, 9:51 [IST]
X
Desktop Bottom Promotion