For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લીંબુની છાલને સંભાળીને રાખો, તેના ફાયદા છે ઘણા કામના

By Karnal Hetalbahen
|

જો તમે લીંબુની છાલને લીંબુનો ઉપયોગ કર્યા પછી ફેંકી દો છો તો આ લેખ જરૂર વાંચો. લીંબુ જેટલું ફાયદાકારક હોય છે એટલી જ ફાયદાકારક તેની છાલ પણ હોય છે.

એટલા માટે તેને ક્યારેય પણ ના ફેંકો અને તેનો ઉપયોગ, ત્વચાને સુંદર બનાવવા માટે કરો. લીંબુની છાલમાં ખૂબ રિફ્રેશિંગ સુંગધ આવે છે અને તેને રાખવાથી કીડી અને મચ્છર પણ આવતા નથી. તેના ઉપરાંત બીજા નીચેના ફાયદા થાય છે:

૧. કેન્સરથી બચાવે

૧. કેન્સરથી બચાવે

કેન્સર કોશિકાઓના ઉગ્ર વ્યવહાર વિશે બધા જ જાણે છે પરંતુ લીંબુની છાલ પોતાની ફ્લેવોનોયડ્સ અને સોલેવ્સ્ટ્રોલ ક્યૂ40 ગુણના કારણે, કેન્સર કોશિકાઓને નિષ્ક્રિય કરવામાં કારગર થાય છે. તે બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર અને સ્કીન કેન્સરમાં કારગર હોય છે.

૨. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સહાયક-

૨. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સહાયક-

જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ખૂબ વધારે થઇ ગયો હોય તો તમે લીંબુની છાલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. તેમાં પોલીફિનોલ ફ્લેવોનોયડ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછો કરે છે.

૩. સ્વસ્થ હાડકાં-

૩. સ્વસ્થ હાડકાં-

લીંબુની છાલ હડકાંને મજબૂત બનાવે છે. એટલા માટે તમે નેક્સ્ટ ટાઈમ લીંબુનું અથાણું રાખો તો તેને છાલ સાથી જ રાખો. તે શરીરમાં કેલ્શિયમની માત્રાને પૂરી રીતે અવશોષિત કરવા માટે સક્ષમ છે અને તેના ગુણ પણ શરીરમાં પ્રવેશ કરી જાય છે જેનાથી હાડકાં મજબૂત થઈ જાય છે.

૪. હાર્ટના કામને તંદુરસ્ત રાખે

૪. હાર્ટના કામને તંદુરસ્ત રાખે

લીંબુની છાલમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી બ્લડપ્રેશર યોગ્ય થઇ જાય છે અને હદયની ક્રિયાવિધી પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી હદયના રોગ અને અન્ય બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

૫. મોંઢાની સફાઈ-

૫. મોંઢાની સફાઈ-

જો તમારા મોંઢામાંથી વાસ આવતી હોય તો તમે તેની છાલના પાણીથી કોગળા કરો. એમ તો વિટામીન સીની ઉણપથી મોંઢા સંબંધી રોગ થાય છે તો લીંબુની છાલથી દૂર થઈ શકે છે. પેઢામાંથી લોહી આવવું, વાસ આવવી વગેરે તેનાથી ઠીક થઇ શકે છે.

૬. ત્વચા સંબંધી સમસ્યાઓ-

૬. ત્વચા સંબંધી સમસ્યાઓ-

લીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને પેસ્ટ બનાવી લો અને તેને ત્વચા પર ઓછી માત્રામાં લગાવો. તેનાથી દાણા અને ખીલ યોગ્ય થઇ જાય છે અને ડેડ સ્કીન પણ નીકળી જાય છે.

૭. વજન ઘટાડવા માટે-

૭. વજન ઘટાડવા માટે-

લીંબની છાલ વજન ઘટાડવામાં પણ સહાયક થાય છે. તેમાં પેપ્ટિન મળી આવે છે જે વજન ઘટાડી દે છે.

વધારો નખની ચમક

વધારો નખની ચમક

જો તમારા નખ દેખાવમાં પીળા છે તો તમે તેના પર લીંબુની છાલ રગડી શકો છો. તેનાથી તે ચમકદાર બની ઉઠશે.

ઉબકાને રોકે

ઉબકાને રોકે

ઘણા બધા લોકોને મુસાફરીમાં ઉલટી થાય છે. એવામાં તમે તમારી સાથે લીંબુની છાલ રાખીને તેને સૂંઘી શકો છો.

કરચલીઓ દૂર કરે

કરચલીઓ દૂર કરે

અકાળે કરચલીઓ પડવા લાગે, તો લીંબુની છાલનો ઉપયોગ કરો. લીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને ગુલાબજળમાં મિક્સ કરીને એક કલાક માટે ત્વચા પર લગાવો.

English summary
After crushing and extracting the juice, we generally throw away the peel. Check out how these lemon peels can be helpful.
X
Desktop Bottom Promotion