For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેમ થાય છે કમરમાં દુખાવો, જાણો તેના કારણ અને ઘરેલૂ ઉપાય

By Karnal Hetalbahen
|

તમારા ઘરમાં ઘરડાં લોકો હોય તો તમે પણ ઘણીવાર તેમને દુખાવાથી પીડાતા જોયા હશે. તમને જણાવી દઇએ કે તેમાં જે સૌથી ભયાનક અને સામાન્ય દુખાવો છે તે છે કમરનો દુખાવો. અત્યારે તે જરૂરી નથી કે આ સમસ્યા ફક્ત ઘરડાં લોકોને થાય છે પરંતુ હવે કોઇપણ ઉંમરના લોકોને પણ થઇ શકે છે.

આમ તો કમરના દુખાવથી કોઇપણ પ્રભાવિત થઇ શકે છે મોટાભાગે વધતી જતી ઉંમર અને સ્ત્રીઓમાં આ વધુ જોવા મળે છે. આપણી દિનચર્યામાં આધુનિકરણ એટલું હાવી થઇ ગયું છે કે યુવાવર્ગ પણ તેનાથી બાકાત નથી. તેનો સટીક ઇલાજ છે જેના વડે તમે કમરના દુખાવા પર ફક્ત કાબૂ જ નહી પરંતુ હંમેશા માટે તેમાંથી છુટકારો મેળવી શકો છો. તમને તેનાથી બચવા માટે તમને કેટલાક ઘરેલૂ ઉપાય બતાવીશું જે તમને તેનાથી છુટકારો અપાવશે. તો આવો જાણીએ તેના શું શું કરીએ...

કમરના દુખાવાનું કારણ

કમરના દુખાવાનું કારણ

શરીરમાં વજન વધવું

તમને જણાવી દઇએ કે જો તમારા શરીરનું વજન વધી ગયું છે તો તમને આ સમસ્યા થઇ જાય છે કારણ કે વજન વધવાની અસર કમર થાય છે જેના લીધે આ સમસ્યા થાય છે.

માંસપેશિઓમાં તણાવ

માંસપેશિઓમાં તણાવ

ક્યારેક ક્યારેક તમે એવું કામ કરો છો જે તમે હંમેશા કરતા નથી. અથવા તો તમે ઉતાવળમાં રહો છો. આમ કરતી વખતે ક્યારેક ક્યારેક તમારી માંસપેશીઓ ખેંચાઇ જાય છે જેના લીધે તેમાં સમસ્યા થાય છે. આ કમરના દુખાવાનું કારણ બની જાય છે.

ખોટી રીતે ઉંઘવું

ખોટી રીતે ઉંઘવું

તમારી સૂવાની ખોટી રીતે તેનું એક કારણ બને છે. તમને જણાવી દઇએ કે તમે ક્યારેક ક્યારેક સૂતી વખતે એવી પોઝીશનમાં આવી જાવ છો જે તમારા શરીરને ઉલટી દિશામાં હોય છે. તેનાથી તમને કમરના દુખાવાની સમસ્યા થઇ શકે છે.

ખોટી રીતે ઉઠવું, વળવું અને બેસવું

ખોટી રીતે ઉઠવું, વળવું અને બેસવું

તમે દૈનિક જીવનમાં કેવા કામ કરો છો એ પણ તેના પર નિર્ભર કરે છે. તમે કેવી રીતે ઉઠો છો અથવા વળો છો. તમને જણાવી દઇએ કે આ ત્રણેય ક્રિયાઓ કરવાથી તમારા માટે કમરના દુખાવાનું કારણ બની શકે છે.

ભારે વજન ઉપાડવું

ભારે વજન ઉપાડવું

જો તમે ક્યારેક ભારે વજન ઉપાડી લીધો તો પણ આ તમારા માટે સમસ્યા પેદા કરી શકે છે. એટલા માટે તમારી ક્ષમતા અનુસાર વજન ઉપાડો અને કમરના દુખાવાની સમસ્યાથી બચો.

કમર દર્દના ઘરેલૂ ઉપાય

કમર દર્દના ઘરેલૂ ઉપાય

સરસિયાનું તેલ અને લસણ

જો તમને કમરમાં દુખાવો છે તો સરસિયાનું તેલ તથા લસણ કમરના દુખાવાને ઓછો કરવા માટે બેજોડ ફોર્મૂલા છે.

કેવી રીતે ઉપયોગ કરશો?

કેવી રીતે ઉપયોગ કરશો?

ત્રણથી પાંચ ચમચી તેલ અને પાંચ લસણથી કળીઓને ગરમ કરો. તેને ત્યાં સુધી ગરમ કરતા રહો જ્યાં સુધી કળીઓ કાળી ન થઇ જાય. હવે તમે તેને ઠંડી થવા દો. ઠંડી થયા બાદ તેને દુખાવાવાળી જગ્યા પર માલિશ કરો. આમ કરવાથી તમારો કમરનો દુખાવો દૂર થઇ જશે.

ગરમ પાણી વડે શેક

ગરમ પાણી વડે શેક

જો તમને કમરમાં વધુ દુખાવો થાય છે તો તમારે ગરમ પાણી વડે શેક કરવો જોઇએ. તમે ઇચ્છો તો બોટલમાં ગરમ પાણી ભરો અને તમારી કમર પર ફેરવો. આમ કરવાથી આ સમસ્યામાંથી આરામ મળી જશે.

ગરમ તથા ઠંડા

ગરમ તથા ઠંડા

જો તમને કમરનો દુખાવો મટતો નથી તો તમારે તેના માટે ગરમ અને ઠંડા પાણીનું મિશ્રણ કરવું જોઇએ. જો કે આ પહેલાં દુખાવાવાળી જગ્યા પર ગરમ પાણી વડે શેક કરો અને પછી તે જગ્યા પર બરફ લગાવો.

ગરમ મીઠાનો શેક

ગરમ મીઠાનો શેક

તમને જણાવી દઇએ કે ગરમ મીઠાનો શેક પણ તેના માટે ખૂબ ફાયદાકારક છે. તેના માટે તમારે મીઠાને ગરમ કરવું પડશે અને કોઇ કપડા અથવા ટુવાલમાં લપેટીને તેના વડે શેક કરવાનો છે. આમ કરવાથી આ દુખાવામાંથી રાહત મળી જશે.

English summary
if there are old people in your house then you too will be gravely crying them with pain. Tell you that the most terrible and common pain in them is pain in the waist.
Story first published: Wednesday, November 8, 2017, 11:54 [IST]
X
Desktop Bottom Promotion