For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાયસેક્યુઅલ હોય કે ગે, ૧૦ માંથી ૧ પુરુષ છે પરેશાન છે આ સેક્યુઅલ પ્રોબ્લેમથી

By Karnal Hetalbahen
|

અંદાજે આજના સમયમાં ૧૦ માંથી ૧ પુરુષ સેક્સુઅલ ડિસીઝમાંથી પસાર થઈ રહ્યાં છે. જેમ કે શીઘ્રપતન કે કમજોરી. સેક્સુઅલ સમસ્યા કોઇપણ પુરુષને થઇ શકે છે. ચાહે તે બાય સેક્સુઅલ હોય કે ગે હોય કે હોમોસેક્સુઅલ હોય. પુરુષોમાં સેક્સ સમસ્યા તે લોકોમાં રહે છે જે ચાહીને પણ સેક્સમાં રુચિ નથી લઈ શકતા કે જેમની સેક્સ કરવામાં કોઈ ઈચ્છા નથી હોતી.

કમજોરી અને તણાવ સેક્સ સંબંધી સમસ્યાઓ પુરુષોને હેરાન કરે છે. તણાવ અને બીજા કારણોથી પુરુષોને આ રીતની સમસ્યા થઈ શકે છે. તમારા આહારમાં વિટામીન બી યુક્ત પદાર્થોને સામેલ કરીને પુરુષ સેક્સ સંબંધી ઘણી સમસ્યાઓથી બચી શકે છે.

શું હોય છે સેક્સ સંબંધી સમસ્યાઓ

શું હોય છે સેક્સ સંબંધી સમસ્યાઓ

પુરુષોમાં સેક્સ સમસ્યાઓની વાત આવતા જ સૌથી પહેલા તે લોકો પર ધ્યાન જાય છે, જે ચાહીને પણ સેક્સમાં રુચિ નથી લઈ શકતા કે જેમની સેક્સ કરવામાં કોઈ ઈચ્છા નથી હોતી. તેના ઉપરાંત આજની લાઈફ સ્ટાઈલના કારણે ઘણા પુરુષ સેક્સુઅલ પ્રોબ્લેમથી ઘેરાયેલા રહે છે.

ટેસ્ટોરનની ઉણપ

ટેસ્ટોરનની ઉણપ

સેક્સ ક્ષમતાનું એક મોટું કારણ સેક્સ હોર્મોન ટેસ્ટોરનની ઉણપ છે. પુરુષોમાં ૪૦ ની ઉંમર પાર કર્યા પછી લોહીમાં ટેસ્ટોરનની માત્રામાં ઉણપ આવવી એક સામાન્ય વાત છે. હોર્મોનની ઉણપ ઉંમરની સાથે જોડાયેલી સમસ્યા છે પરંતુ કેટલાક લોકો પોતાની ઉંમરની શરૂઆતમાં જ તેનાથી પીડિત થઈ જાય છે.

શીઘ્રપતન

શીઘ્રપતન

આ પુરુષોમાં થનાર સામાન્ય સેક્સ સમસ્યા છે. તેમાં પુરુષ મહિલાને સંતુષ્ટ કર્યા વગર જ સ્ખલિત થઈ જાય છે. સ્ત્રી સામે આવતા જ ગભરાઈ જવું, વીર્ય નીકળી જવું વગેરે પણ સેક્સ સમસ્યાઓની અંતગર્ત જ આવે છે. તેનાથી પુરુષ ગભરાઈને કે શરમાઈને સ્ત્રીથી દૂર ભાગવા લાગે છે અને પોતાની બીમારીઓને છુપાવવાની કોશિશ કરે છે.

માસંપેશિયો કમજોર થવી

માસંપેશિયો કમજોર થવી

સેક્સમાં રુચિ ઓછી થઈ જવાનું સૌથી મોટુ કારણ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન એટલે કે લિંગની માંસપેશિઓ કમજોર થવી માનવામાં આવે છે. આ સમસ્યા ઘણી વખત વિટામીન બીનું સેવન ના કરવાથી, ધૂમ્રપાન અને આલ્કોહોલ વગેરેના નશાના કારણે પણ થઈ શકે છે. આપણી લાઈફસ્ટાઇલનો આ સમસ્યા સાથે સીધો સંબંધ હોય છે. ઘણી વખત તણાવ પણ તેનું કારણ બની શકે છે.

સેક્સ પ્રતિ ઉદાસીનતા

સેક્સ પ્રતિ ઉદાસીનતા

દારૂ પીનાર, કોફીન વગેરે ડ્રગ્સ લેનાર પુરુષોમાં સેક્સ પ્રતિ ઉદાસીનતા જોવા મળે છે. વધારે મોટાપો પણ વ્યક્તિમાં સેક્સ પ્રતિ અરુચિ ઉભી કરે છે. ઘણી બીમારઓ જેવી કે - હદય રોગ, એનીમિયા અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ પુરુષને સેક્સ માટે ઉદાસીન બનાવે છે. વધારે પડતું વ્યસ્ત જીવન પણ સેક્સ જીવન પર અસર નાંખે છે.

સેક્સ શક્તિમાં ઉણપનો ભમ્ર

સેક્સ શક્તિમાં ઉણપનો ભમ્ર

ઘણા લોકો એવું માને છે કે એક ઉંમર પછી શરીરમાં સેક્સ શક્તિમાં ઉણપ આવવા લાગે છે. જોકે આ પૂરી રીતે સાચુ નથી. જો પુરુષ પોતાના સ્વાસ્થ્યની યોગ્ય રીતે સંભાળ રાખે તો તે લાંબા સમય સુધી સેક્સ જીવનનો આંનદ ઉઠાવી શકે છે.

દવાઓના સેવનથી પણ ઘટે છે સેક્સની ઈચ્છા

દવાઓના સેવનથી પણ ઘટે છે સેક્સની ઈચ્છા

સેક્સ ઈચ્છામાં ઉણપ ઘણી વખત વધારે દવાઓના ઉપયોગના કારણે, શરીરમાં રોગનો પ્રભાવ થવા પર, મૂત્રનળી સંબંધીત રોગ થવા, તણાવ થવો અને માનસિક સમસ્યાઓના કારણે થઈ શકે છે.

English summary
Sexual problems can affect any man, whether he is straight, gay, bisexual or transgender.
Story first published: Friday, November 17, 2017, 15:36 [IST]
X
Desktop Bottom Promotion