For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પેટ અંદર કરવા માટે અપનાવો આ હેલ્દી લાઈફસ્ટાઈલ

By KARNAL HETALBAHEN
|

જો તમે ચપટું, અને સારા આકારનું પેટ ઈચ્છો છો તો તે પ્રાપ્ત કરવું સરળ નથી અને તેને પ્રાપ્ત કરવા માટે તમારે તમારી જીવનશૈલીમાં કેટલાક મહત્વપૂર્ણ પરિવર્તન કરવા પડશે. આપણે બધા ચપટું પેટ ઈચ્છીએ છીએ, મોટાપાથી છુટકારો ઈચ્છીએ છીએ જેથી આપણે ફીટ અને આકર્ષક દેખાઇ શકીએ. વિશેષ રીતે પેટ પર જામેલી ચરબીને ઓછી કરવી કઠિન હોય છે કેમકે તેમાં ખૂબ વધારે સમય લાગે છે. અંતમાં: હાર માની લેવી ઠીક નથી.

જોકે આ વાત ખૂબ મહત્વપૂર્ણ છે કે આપણે જેવા છીએ એવા જ પોતાને પ્રેમ કરીએ પરંતુ પછી પણ આપણે સ્વસ્થ અને ફિટ રહેવા માટે પ્રયાસ કરતા રહેવા જોઈએ. ચપટું પેટ સારા સ્વાસ્થ્યનો પણ સંકેત હોય છે કેમકે ચપટું પેટ એ બતાવે છે કે વ્યક્તિ સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરે છે. પેટની આજુબાજુ ચરબી જમા થવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે જેમ કે હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટિઝ અને હદયથી સંબંધી બીમારીઓ.

ખાસ કરીને ફિટ રહેવા માટે અને ચપટું પેટ મેળવવા માટે તમારે તમારા આહારમાં કેટલાક વિશેષ ખાદ્ય પદાર્થોને સામેલ કરવા પડશે. અહીં જીવનશૈલીમાં કરનાર થોડા પરિવર્તનો વિશે જણાવવામાં આવ્યું છે જેને અપનાવીને તમે પેટની ચરબીને ઓછી કરી શકો છો.

natural tips to lose belly fat

૧. તમારા આહારમાં ફાઈબર શામેલ કરો
અમે જાણીએ છીએ કે સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર લેવો આવશ્યક છે જોકે આપણામાંથી ઘણા બધા લોકો પ્રોટીન્સ, વિટામીન્સ, કાર્બોહાઈડ્રેટ વગેરેનું સેવન કરીએ છીએ પરંતુ આપણે આપણા આહારમાં ફાઈબરને શામેલ કરવાનું ભૂલી જઈએ છીએ. પેટની ચરબીને ઓછી કરવામાં ફાઈબર ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે કેમકે તે શરીરમાં ચયાપયના દરને વધારે છે અને સારા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે.

૨. બદામ ખાઓ
સૂકા મેવા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે, વિશેષ રીતે બદામ. તમારા આહારમાંથી જંક ફૂડને નીકાળી દો અને તમારી ભૂખ મટાડવા માટે બદામનો ઉપયોગ કરો. તેનાથી તમારો ચયાપયનો દર વધશે અને તમારા શરીરના ફેટને શોષાવાની ક્ષમતા પણ ઓછી થશે અને આ પ્રકારે તમારું પેટ ચપટું થવા લાગશે.

૩. વજનનું પ્રશિક્ષણ લો
ફક્ત કાર્ડિયો એક્સરસાઈઝ કરવાથી પેટ પર જામેલો ફેટ ઓછો થતો નથી. અંતમા: વજન ઓછો કરવા માટે પ્રશિક્ષણ લેવું પણ જરૂરી છે. તેના માટે પ્રશિક્ષણની મદદ લો અને ચપટા અને પાતળા પેટ માટે વિશેષ પ્રકારની વેટ ટ્રેનિંગ એક્સરસાઈઝ કરો.

English summary
If you want to flaunt a flat, toned tummy, then the fact is that it is not simple and this goal requires you to make certain important lifestyle changes. Here are some of the best lifestyle changes that can help you lose belly fat.
Story first published: Monday, May 8, 2017, 9:39 [IST]
X
Desktop Bottom Promotion