For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાતોની ઉંઘ હરામ કરી દે તેવી જોબ્સ

|

આ દોડતી-ભાગતી જિંદગીમાં આરામનો શ્વાસ લઇને, મનભરીને ઉંઘવું એ બધાના નસીબમાં નથી હોતું. શું તમે પણ એટલાં જ વ્યસ્ત છો કે આરામથી ઉંઘવા માટે તમારા પાસે સમય નથી, ઓછી ઉંઘનો આપણા પણ પ્રતિકૂળ પ્રભાવ પડે છે, આપણે તેની સાથે તાલમેલ બેસાડી શકતા નથી.

ઓછી ઉંઘ લેવાથી આપણી એકાગ્રતા ઘટવા લાગે છે અને આપણા ચહેરા પર જાણે કે બાર વાગી ગયા હોય તેવું દેખાઇ આવે છે. આપણું કોઇપણ કામમાં મન પોરવાતું નથી અને આપણે આખો દિવસ સુસ્ત રહીએ છીએ. એક આદમીએ ઓછામાં ઓછી આઠ કલાક ઉંઘ લેવી જોઇએ, તેવી સલાહ આપવામા આવે છે, પરંતુ ઘણા લોકો માટે રાત્રે ચાર કલાક પણ આરામથી ઉંઘવું મુશ્કેલ બની જાય છે. તો ચાલો જાણીએ કેટલીક એવી નોકરીઓ અંગે જે તમારી રાતની ઉંઘને ખરાબ કરી શકે છે.

એર ટ્રાફિક કન્ટ્રોલર

એર ટ્રાફિક કન્ટ્રોલર

કામ પર ઉંઘી શકતા નથી અને દિવસના બદલે રાત્રે જાગવાનું કામ છે એર ટ્રાફિક કન્ટ્રોલરનું, જેના કારણે તેની ઉંઘ ખરાબ થાય છે અને એટલું જ નહીં તેની તેના શરીર પર ઉંડી અસર પડે છે.

નેટવર્ક એડમિનિસ્ટેટર

નેટવર્ક એડમિનિસ્ટેટર

ઇન્ટરનેટના કારણે અનેક લોકોને કામ મળે છે અને તેના કારણે જ તેમને પણ દિવસરાત કામ કરવું પડે છે, જેથી તમે કોઇપણ સમયે ગીત ડાઉનલોડ કરી શકો અથવા તો પુસ્તક ખરીદી શકો. આ સેવા તમને 24 કલાક મળે છે. તેના માટે તેઓ રાતની શિફ્ટ પણ કરે છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળે છે.

ફેક્ટરી વર્કર

ફેક્ટરી વર્કર

પ્રોડક્શન વધારવા માટે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં વર્કર્સને શિફ્ટ્સમાં કામ કરવું પડે છે, જેના કારણે તેઓ ઓછું ઉંઘી શકે છે અને તેમના સ્વાસ્થ્ય પર તેની અસર થાય છે. ઓછી ઉંઘ લેવાના કારણે રક્તચાપ, મઘુમેહ અને ડિપ્રેશન જેવી બિમારીઓના શિકાર થાય છે.

સીનિયર મેનેજર

સીનિયર મેનેજર

જો તમારો બોસ ચીડિયો સ્વભાવ ધરાવતો હોય તો સમજવું કે તે ઓછી ઉંઘ લે છે. સીનિયર મેનેજરે પોતાના આખા સ્ટાફને જોવાનો હોય છે, જેના કારણે તે ઘણાં જ તણાવમાં રહે છે. અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી કામ કરવાથી ઉંઘ પૂરી થતી નથી. જેના કારણે આગળ જતા અનેક બિમારીઓ થાય છે અને નોકરીથી ડિસેટિસ્ફેક્શન થાય છે.

ન્યૂઝ રિપોર્ટર

ન્યૂઝ રિપોર્ટર

24 કલાકના ન્યૂઝ અપડેટ આપવા માટે રિપોર્ટર, પ્રોડ્યુસર, કેમેરા ઓપરેટરને રાત્રે પણ કામ કરવું પડે છે. જેમ-જેમ આ ઇન્ડ્સ્ટ્રી વધી રહી છે, તેમ નાઇટ શિફ્ટ પણ વધી રહી છે.

ડોક્ટર્સ અને નર્સ

ડોક્ટર્સ અને નર્સ

નર્સેઝ અને ડોક્ટર્સ હંમેશા 12 કલાક કામ કરે છે અને દર્દીઓની સારવાર કરે છે, જેની અસર તેમની ઉંઘ પર પણ પડે છે

ફાઇનેન્શિયલ એનલિસ્ટ

ફાઇનેન્શિયલ એનલિસ્ટ

જે લોકો શિફ્ટ્સમાં કામ કરે છે, તેમની જ ઉંઘ ખરાબ નથી થતી, એવા કેટલાક લોકો પણ છે જે સમયના અંતરના કારણે પોતાની ઉંઘ પૂરી કરી શકતા નથી. ફાઇનેન્શિયલ એનલિસ્ટ જે વિદેશી બજારોમાં વિશેષજ્ઞ છે તેમણે માર્કેટ પર ધ્યાન રાખવું પડે છે, કારણ કે સમયના અંતરના કારણે તેઓ મોડે સુધી કામ કરે છે અને તેના કારણે તેમની ઉંઘ પૂરી થતી નથી.

પોલીસ અધિકારી

પોલીસ અધિકારી

જનતાની સેવા કરવા માટે દિવસ રાત કામ કરે છે અને ઘણીવાર તેમણે 24 કલાક એલર્ટ રહેવું પડે છે, જેના કારણે અનેકવાર તેમને રજા મળતી નથી. તેમની દિવસ અને રાતની શિફ્ટના કરાણે તે અનેક ખરાબ આદતના શિકાર થાય છે, જેમ કે નશો કરવો અને ગુસ્સો કરવો.

પાઇલોટ

પાઇલોટ

કોમર્શિયલ પ્લેન ઉડાવતા પાઇલોટની મોટાભાગે રાતની શિફ્ટ હોય છે, જેમાં લાંબા સફર અને અસમય શિફ્ટના કારણે તેમની ઉંઘ પૂરી થતી નથી. જેથી તેમના માટે કડક નિર્દેશ બનાવવામાં આવ્યા છે, જેથી એક ઉડાન પૂર્ણ કર્યા બાદ તેઓ 24 કલાકમાં પોતાની આઠ કલાકની ઉંઘ પૂર્ણ કરી શકે.

નવ-નવા માતા-પિતા

નવ-નવા માતા-પિતા

સૌથી વધારે ઉંઘ નવા માતા-પિતાની ખરાબ થાય છે, જ્યારે તે પહેલીવાર માતા-પિતા બને છે. તેમનું નવજાત શિશુ દર કલાકે ઉઠી જાય છે અને રોવા લાગે છે, જેના કારણે માતા-પિતા ઉંઘ પૂરી કરી શકતા નથી. એક અધ્યયનમાં જાણવા મળ્યું છેકે, નાના બાળકોની માતા માત્ર સાત કલાક જ ઉંઘી શકે છે અને તેમની ઉંઘ વચ્ચે વચ્ચે તૂટી જાય છે.

ટ્રક ડ્રાઇવર

ટ્રક ડ્રાઇવર

ટ્રક ડ્રાઇવર દિવસમાં ટ્રાફિકથી બચવા માટે રાત્રે કામ કરે છે, જેના કારણે તેમની રાતની ઉંઘ ખરાબ થાય છે. ભારતમાં વધારે માર્ગ અકસ્માત ટ્રકના કારણે થાય છે, જે ટ્રક ડ્રાઇવરની મોતનું કારણ બને છે.

બાર્ટેન્ડર

બાર્ટેન્ડર

શહેરમાં બાર ખુલી જવાથી આ એક નવી નોકરી છે, જ્યાં લોકો દારૂ પીવા આવે છે અને ડાન્સ કરે છે, જેના કારણે અનેક શહેરોમાં બાર્સ ઓછામા ઓછા 2 વાગ્યા સુધી રાત્રે ખુલ્લા હોય છે. બાર્ટેન્ડરે બાર બંધ થાય ત્યાં સુધી કામ કરવું પડે છે.

રાત્રે કામ કરવા માટે ટિપ્સ

રાત્રે કામ કરવા માટે ટિપ્સ

શિફ્ટમાં કામ કરવા માટે સૌથી સારી રીત છે કે તમે એક જ સમયે કામ કરો. તેનાથી એક સમયની ઉંઘ પૂરી થઇ જશે અને જો તમે કેટલીક સારી ટિપ્સ અપનાવી લો તો તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થશે નહીં, રાત્રે એકલા કામ કરવા કરતા અન્ય લોકો સાથે કામ કરવાનો પ્રયાસ કરો. તમારી શિફ્ટ શરૂ થતા પહેલા હળવું ભોજન લો અને થોડા સમય બાદ ચા અથવા કોફી પીઓ. શક્ય હોય તો થોડોક ચક્કર મારો કે પછી થોડીક કસરત કરો અને બની શકે તો નાની અમથી ઉંઘ પણ લઇ લો.

દિવસ દરમિયાન ઉંઘ લેવાની ટિપ્સ

દિવસ દરમિયાન ઉંઘ લેવાની ટિપ્સ

અધિકાંશ લોકો દિવસ દરમિયાન ઉંઘવામાં મુશ્કેલી અનુભવતા હોય છે, પરંતુ તમે કટેલીક રીત અપનાવી શકો છો, જેનાથી તમે દિવસમાં પણ ઉંઘી શકો છો. કામથી પોતાના ઘરે પરત ફરતી વખતે ઘાટા રંગના ચશ્મા પહેરો. પોતાના રૂમને શક્ય તેટલો ડાર્ક બનાવી દો. દિવસના અવાજનોથી બચવા માટે ઇયરપ્લગનો ઉપયોગ કરો અને ઉંઘવા જેવો માહોલ તૈયાર કરો, જેમ કે કોઇ પુસ્તક વાંચો અથવા તો ન્હાઇ લો.

English summary
A busy adult is advised to sleep between six to eight hours per night … but for many, a good night’s sleep can mean little more than four hours. Take a look at a few of the world’s worst jobs for shifting sleep patterns.
Story first published: Monday, July 1, 2013, 15:33 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more