For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેગ્નંસીમાં સેક્સ કરવાથી શું પ્રીટર્મ લેબર પેઇન થવાનો ખતરો હોય છે ?

By Lekhaka
|

પ્રેગ્નંસી દરમિયાન સેક્સને લઈને ઘણી વાતો છે. ઘણા લોકો પ્રેગ્નંસીનાં આખા પીરિડયમાં સેક્સ નથી કરતા, તો કેટલાક લોકો માત્ર શરુઆતમાં ત્રણ મહિના જ પરેજી રાખે છે અને પછી નૉર્મલ સેક્સ કરવા લાગે છે. તબીબોનું કહેવું છે કે પ્રથમ ત્રણ માસમાં સેક્સ ન કરવું જોઇએ, કારણ કે ગર્ભપાતનો ખતરો પ્રથમ ત્રણ માસમાં જ સૌથી વધારે હોય છે.

આ પણ સાચુ છે કે એક બાજુ કેટલીક મહિલાઓ પ્રેગ્નંસી પીરિયડમાં ખૂબ થાકનો અનુભવ કરવાનાં કારણે કેસ્માં કોઈ રસ નથી દાખવતી, તો કેટલીક મહિલાઓ એવી પણ છે કે જેમને આ દરમિયાન સેક્સ કરવાનુ બહુ મન થાય છે. આપને બતાવી દઇએ કે બંને જ પરિસ્થિતિઓ સામાન્ય છે. પ્રેગ્નંસીમાં સેક્સ કરવા સાથે જોડાયેલા અનેક મિથકો આપણા સમાજમાં પ્રચલિત છે. તેમાંનુ એક છે કે છેલ્લા ત્રણ મહિનામાં સેક્સ કરવાથી લેબર પેઇન સમય કરતા જલ્દી શરૂ થઈ જાય છે.

સેક્સથી નથી થતું પ્રીટર્મ લેબર પેઇન

સેક્સથી નથી થતું પ્રીટર્મ લેબર પેઇન

વર્ષોથી ચાલી આવતા મિથકને સમાજનો એક બહુ મોટો ભાગ સાચુ માને છે. જ્યારે તબીબોનું કહેવું છે કે પ્રીટર્મ લેબર પેઇનનાં બીજા પણ અનેક કારણઓ હોય છે કે જેમાં મલ્ટીપલ જેસ્ટેશન અને સર્વાઇકલ ઇનકૉમ્પિટંસ મુખ્ય છે. તેમણે એમ પણ જણાવ્યું કે આવા બહુ જ ઓછા કિસ્સા છે કે જેમાં સેક્સનાં કારણે પ્રીટર્મ લેબર પેઇનની સમસ્યા ઉત્પન્ન થઈ હોય. એક શોધમાં આ વાની પુષ્ટિ કરવામાં આવી કે એવી મહિલાઓ કે જેમના જેનિટલ ટ્રૅક્ટમાં ઇન્ફેક્શન હતું અને જેમણે સેક્સ કર્યુ હતું, તેમનામાં પ્રીટર્મ લેબરની શક્યતા તે મહિલાઓ કરતા વધુ જોવા મળી કે જેમણે સેક્સ તો કર્યુ હતું, પરંતુ જેનાઇટલ ટ્રૅક્ટ ઇન્ફેક્શન નહોતું. તેનાથી આ જણાય છે કે પ્રીટર્મ લેબર પેઇન માટે સેક્સ કોઈ ખાસ મહત્વ નથી ધરાવતું, પણ અન્ય વસ્તુઓ પર નિર્ભર છે.

ઇન્ફેક્શનનાં કારણે પ્રીટર્મ લેબર પેઇન

ઇન્ફેક્શનનાં કારણે પ્રીટર્મ લેબર પેઇન

બીજી બાજુ જે મહિલાઓ અગાઉ પણ પ્રીટર્મ લેબર પેઇનનો ભોગ બની ચુકી છે અથવા જે મલ્ટીપલ જેસ્ટેશન કે સર્વાઇકલ ઇનકૉમ્પિટંસથી પીડિત છે, તેમને સેક્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી, પરંતુ આમ છતાં તેઓ પ્રીટર્મ લેબર પેઇનનો ભોગ બની. આનાથી પણ આ જ સાબિત થાય છે કે પ્રીટર્મ લેબર પેઇન થવામાં સેક્સનો કોઈ ફાળો નથી.

ઇંટરકોર્સ છે સામાન્ય

ઇંટરકોર્સ છે સામાન્ય

આ સમગ્ર શોધથી આ જાણવા મળે છે કે પ્રેગ્નંસી દરમિયાન સેક્સ કરવું નૉર્મલ છે અને તેનાથી કોઈ પણ જાતનું નુકસાન કે બીમારી નથી થતી. જોકે આમ છતાં પણ પોતાની સગડવ માટે બીજા કે ત્રીજા ત્રણ મહિનાઓમાં સેક્સ કરતા પહેલા પોતાનાં ડૉક્ટર સાથે વિગતવાર ચર્ચા કરી લો.

English summary
One such belief is that having sex during the third trimester can lead to preterm labour or set in contractions early.
Story first published: Monday, October 9, 2017, 15:05 [IST]
X
Desktop Bottom Promotion