For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વારંવાર પેટ ખરાબ રહે, તો ઝટપટ કરો આ ઘરેલૂ ઉપાય

By KARNAL HETALBAHEN
|

હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે તમારું સ્વાસ્થ્ય તમારા પેટ સાથે જોડાયેલું છે કારણ કે તમારી આખી ઇમ્યૂન સિસ્ટમ તેનાથી પ્રભાવિત થાય છે. કારણ કે તમારું પેટ તમારા માથા સાથે જોડાયેલું છે એટલા માટે તેનું સ્વાસ્થ્ય તમારા મૂડ, હાર્મોન્સ, વજન અને તમારા આખા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

જો તમારું પેટ ઠીક રહે છે તો પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે (ઉબકા, ગેસ, ડાયરિયા) ફૂડ, એલર્જી, ચિંતા, તણાવ, મૂડ બદલાવો, ચિડિયાપણું, ત્વચાની સમસ્યાઓ જેમ કે (એક્ઝિમા, રોસેએઆ), ડાયાબિટીઝ, ઓટોઇમ્યૂન ડીઝીઝ, નિયમિત સંક્રમણ, ઓછી યાદશક્તિ અને અટેન્શન ડિફિસિટ/હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર જેવી બિમારીઓ તમારાથી દૂર રહે છે.

ઘણી બધી વસ્તુઓ તમારા પેટના સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે, પેટને ખરાબ કરી શકે છે અને આંતરાડાને પણ ખરાબ કરી શકે છે. ખાનપાનનું અસંતુલન, વધુ દવાઓ લેવી, મિનરલ્સની ઉણપ અને તણાવ જેવી વસ્તુઓ તમારા પાચન તંત્રના બેક્ટેરિયાના સંતુલનને બગાડી શકે છે.

1. પ્રોબાયોટિક્સનું સેવન કરો

1. પ્રોબાયોટિક્સનું સેવન કરો

પેટના સારા સ્વાસ્થ્ય માટે પ્રોબાયોટિક્સને પોતાના આહારમાં સામેલ કરો. તેનાથી તમારા પેટમાં સ્વાસ્થ્યવર્ધક બેક્ટેરિયા વધશે, પાચન ઠીક રહેશે અને પોષક તત્વોનું અવશોષણ થશે. આ બેકાર બેક્ટેરિયાને પણ ખતમ કરે છે, જેનાથી શરીરમાં ઝેરીલા પદાર્થ બહાર નિકળે છે.

2. ખૂબ પાણી પીવો

2. ખૂબ પાણી પીવો

પાચન તંત્ર માટે પાણી ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં 60 ટકા પાણી છે, તેનાથી આપણા ગેસ્ટરોઇંટેસ્ટીનલ (જીઆઇ)માં ઘણી વસ્તુઓ કામ કરે છે અને મૂત્ર તથા મળ દ્વારા ઝેરીલા પદાર્થ શરીરમાંથી બહાર નિકળે છે. પાણી દ્વારા ખાવાનું વિભાજીત થાય છે, જેનાથી શરીર પોષક તવોનું અવશોષણ કરે છે. આ ઝાડાને આરામદાયક રાખે છે અને શરીરનું પીએચ લેવલ જાળવી રાખે છે.

3. આખુ અનાજ ખાવ

3. આખુ અનાજ ખાવ

આખા અનાજમાં ફાઇબર, વિટામીન, મિનરલ્સ અને પાણીની માત્રા વધુ હોય છે એટલા માટે તેના સેવનથી પેટનું સ્વાસ્થ્ય ઠીક રે છે. દર વખતે ખાતી વખતે એક શાકભાજી જરૂર ખાવ.

4. સોજો પેદા કરનાર ખાદ્ય પદાર્થોનું સેવન ન કરો

4. સોજો પેદા કરનાર ખાદ્ય પદાર્થોનું સેવન ન કરો

જ્યારે પેટમાં સોઝો હશે તો પોષક તત્વો અને ખાવાના તત્વોનું અવશોષણ થશે નહી, અને તમે થાક અનુભવશો. આ ઉપરાંત સોજો થવાથી પાચન ક્રિયા પ્રભાવિત થાય છે જેથી પેટનું સ્વાસ્થ્ય બગડી જાય છે.

5 તણાવથી દૂર રહો

5 તણાવથી દૂર રહો

ફક્ત ખાવાથી પેટમાં સોજો આવતો નથી. વધુ તણાવથી પેટમાં સોજાની સ્થિતિ પેદા થઇ શકે છે અને જીઆઇ ટ્રેક્સ પ્રભાવિત થાય છે. જો સૂક્ષ્મ રૂપથી કહેવામાં આવે તો તણાવ અને સોજો તમારા પેટને પ્રભાવિત કરે છે.

6. ખાતા પહેલાં વ્હીટગ્રાસ જ્યૂસ પીવો

6. ખાતા પહેલાં વ્હીટગ્રાસ જ્યૂસ પીવો

ફાઈટોનિયોટ્રેંટ અને અલ્કલાઇજિંગ તત્વ વધુ માત્રામાં હોવાના કારણે, વ્હીટ ગ્રાસ તમારા પેટને પોષણ પુરૂ પાડે છે અને સ્વાસ્થ રાખે છે. તેના ફેનોલિક કંટેન્ટ અને જૈવિક રીતે સક્રિય એંજાઇમ, વિટામીન સી, ક્લોરોફિલ અને ફાઇટોકેમિકલ્સના લીધે વ્હીટગ્રાસ શરીરમાંથી ઝેરીલા પદાર્થોને નિકાળે છે અને પેટમાં હાનિકારક રોગાણુઓને વધતાં રોકે છે.

7. ગ્રીન ટી અને આદુ ટી લો

7. ગ્રીન ટી અને આદુ ટી લો

ગ્રીન ટી પેટ માટે સારી હોય છે. તેમાં પોલીફેનોલ નામનું સૂક્ષ્મ પોષક તત્વ હોય છે જેથી પેટમાં સારા બેક્ટેરિયા વધે છે અને બેકાર બેક્ટેરિયા ઓછા થાય છે. આ સોજા સામે લડવામાં મદદગાર છે. આ બધા જાણે છે કે આદુ પાચન માટે સારું છે. આંતરડાની માંસપેશીઓને આરામ આપે છે જેથી ગેસ અને ઉબકા જેવી વસ્તુઓથી દૂર રહે છે.

8. લિવરનું ધ્યાન રાખે

8. લિવરનું ધ્યાન રાખે

તમારું લિવરનું ધ્યાન રાખો અને આલ્કોહોલનું સેવન ઓછું કરે. આલ્કોહોલના વધુ સેવનથી આંતરડા સંબંધિત પરેશાનીઓ થવાની સંભાવના વધી જાય છે. એટલા માટે તેનું સેવન ઓછું કરો.

English summary
Health experts believe that good health starts in the gut, as it shields your immune system. Here are the top 10 ways to heal your gut naturally.
Story first published: Tuesday, May 23, 2017, 9:59 [IST]
X
Desktop Bottom Promotion