For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીરિયડ્સના દુખાવામાં આરામ અપાવશે આ 4 યોગાસન

By Karnal Hetalbahen
|

કેટલીક મહિલાઓને માસિક ધર્મ દરમિયાન શરીર, ખાસકરીને કમરમાં ખૂબ દુખાવો થાય છે. આ દુખાવાને દૂર કરવા માટે તમે યોગાસનોનો સહારો લઇ શકો છો. યોગની પાસે દરેક બિમારીનો ઇલાજ છે એટલા માટે તેને એકવાર જરૂર અજમાવો.

નિયમિત રીતે આ આસનોને કરવાથી તમારી કમર અને અન્ય ભાગ મજબૂત બનશે. આસન કરવાથી શરીરના દરેક ભાગ સ્ટ્રેચ થાય છે તથા લોહીનો સંચાર સારી રીતે થવા લાગે છે, જેથી શરીરનો થાક, પેટનો સોજો, ગેસ અને દુખાવો દુર થાય છે. આવો જાણીએ કે કયા-કયા છે તે યોગાસન જેને કરવાથી માસિકધર્મનો દુખાવો દુર થઇ શકે છે.

પીરિયડ્સના દુખાવામાં આરામ અપાવશે આ 4 યોગાસન

Pose #1: ધનુર આસન
આ આસન કરવાથી કબજિયાત, પીઠનો દુખાવો, થાક અને માસિકધર્મના સમયે થનારી પરેશાનીઓ પણ ખતમ થઇ જાય છે. આ આસનને કરવાથી શરીરનો આખો ભાગ ખાસકરીને પેટ, છાતી, જાંઘો અને ગળું વગેરે સ્ટ્રેચ થાય છે.

આ આસનથી પીઠની માંસપેશીઓ મજબૂત બને છે. સાથે જ પેટના અંગોને ઉત્તેજિત કરે છે. આ ઉત્તેજના ક્રૈપ્સ થતાં રોકે છે અને યૂટ્રસ તરફ લોહીનો સંચાર કરે છે, જેનાથી દુખાવો, પેટનો સોજો વગેરે મટી જાય છે.

Pose # 2: મત્સ્યાસન
મત્સ્યનો અર્થ છે-માછલી. આ આસનમાં શરીરનો આકાર માછલી જેવો બને છે. આ આસનને નિયમિત કરવાથી શરીરનો થાક દૂર થાય છે અને માસિકધર્મનો દુખાવો ઓછો થઇ જાય છે. તેનાથી ગરદન, પગ, પીઠ અને છાતીની બધી માંસપેશીઓ સ્ટ્રેચ થાય છે, જેનાથી માંસપેશીઓને આરામ મળે છે અને દુખાવાથી છુટકારો મળે છે. આ પેટ અને પેઢાંને ઉત્તેજિત કરે છે અને પેટનો ગેસ, સોજો અને અપચાથી મુક્તિ અપાવે છે.

Pose # 3: બાલાસન યોગ
જો તમારા લોઅર બેકમાં પેન છે તો આ બાલાસન યોગ કરવાથી તમને રાહત મળશે. તમે તેનો અભ્યાસ તમારા શરીરને આરામદાયક સ્થિતિમાં લાવવા માટે કરી શકો છો. આ આસનમાં મેરૂદંડ અને કમરમાં ખેંચાવ થાય છે અને તેમાં હાજર તણાવ દૂર થાય છે. બાલાસન કરવાના ફાયદા-આ પીઠ, ખભા અને ગરદનના તણાવને દૂર કરે છે.

Pose # 4: પાસાસન
માસિકધર્મ, સાઇટિકા, સામાન્ય પીઠનો દુખાવો, ખભાનો દુખાવો અથવા ગરદનનો દુખાવો ઠીક કરવામાં ખૂબ સારું ગણવામાં આવે છે. આ પોઝ થોડો વાંકો ચૂંકો જરૂર છે પરંતુ સતત અભ્યાસ કરવાથી આ જરૂર બધાને આવડી જાય છે. આ આસનથી પીઠ, કમર અને એડીઓની માંસપેશીઓ સ્ટ્રેચ થાય છે. આ યૂટ્રસને ઉત્તેજિત કરે છે અને કબજિયાત તથા પાચનને ઠીક કરે છે.

English summary
How to beat menstrual cramps and pain with yoga? Well here the answer for your query. These four yoga for menstrual cramps will reduce your pain during those days.
Story first published: Thursday, December 1, 2016, 10:40 [IST]
X
Desktop Bottom Promotion