For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડિયોડ્રેન્ટ લગાવવું સ્વાસ્થ્ય માટે થઈ શકે છે ખતરનાક, બચવા માટે જાણો આ વાત

By Karnal Hetalbahen
|

આજકાલ ફેશનનો ટાઈમ ચાલી રહ્યો છે અને ફેશનના કારણે જ ઘણા લોકો પોતાના સૌથી વધુ પૈસા બર્બાદ કરે છે. ફેશનની ઘણી એવી વસ્તુઓ છે જે તમારા માટે ઘણી નુકશાનકારક હોઈ શકે છે. આજની જનરેશનના લોકોની ફેશન ત્યાં સુધી પૂરી નથી થતી જ્યાં સુધી તે પોતાના આખા શરીરમાં ડિયોડ્રેન્ટ ના છાંટી લે. લોકોનું ડિયોડ્રેન્ટ કોલેજ કે ઓફિસ લગાવીને જવું સામાન્ય છે, પરંતુ હવે ઘણા ખરા લોકો તેને ઘરમાં પણ લગાવે છે.

ઠંડીના સમયમાં ખાસકરીને લોકો આ સુંગધિત હવા એટલે કે ડિયોડ્રેન્ટનો ખૂબ ઉપયોગ કરે છે. ઠંડા પાણીને અડ્યા કરતા તે ડિયોડ્રેન્ટથી જ નાહવાનું વધુ પસંદ કરે છે. ફક્ત યુવાન જ નહીં પરંતુ બાળક પણ આજકાલ ફક્ત ડિયો જ લગાવાનું પસંદ કરે છે. આજે અમે જણાવીશેું તેને લગાવવાથી થોડા નુકશાન પણ થઈ શકે છે. આવો જાણીએ તેનાથી થનાર નુકશાન વિશે....

ડિયોનો ઉપયોગ

ડિયોનો ઉપયોગ

તમને જણવી દઈએ કે જો તમે ડિયો લગાવો છો તો તમારા શરીરમાં સુંગધ આવે છે. જે લોકો નથી લગાવતા તેમની આજુ-બાજુ બેસેલા લોકો દૂર ભાગી જાય છે. આજે તમને આ જાણીને નવાઈ લાગશે કે ડિયોડ્રેન્ટનો ઉપયોગ કરવો આપણા માટે સારો નથી. તમારા ડિયોડ્રેન્ટમાં સિન્થેટિક તો હોય જ છે, સાથે જ તેમાં ઘણા પ્રકારના રસાયણો પણ ભરેલા હોય છે. આજ નહી, પરંતુ કોઈ કોઇ ડિયોમાં ઝેર પણ નાંખેલું હોય છે. તમારે તેનાથી બચવું જોઈએ.

એલ્યુમિનીયમથી સાવધાન રહો

એલ્યુમિનીયમથી સાવધાન રહો

તમને જણાવી દઈએ કે ડિયોમાં ઘણા એવા ખતરનાક કેમિકલ મળેલા હોય છે જે તમારા માટે ખતરનાક હોય છે. જો તમને પણ મોંઘા ડિયો લગાવવાનો શોખ હોય તો સાવધાન થઈ જાઓ, કેમકે તેમાં ઉપયોગમાં લેનાર એલ્યુમિનીયમ તમારા માટે જીવલેણ હોઈ શકે છે. તેનાથી તમારે બચવાનું છે અને સ્વસ્થ રહેવાનું છે.

સ્તન કેન્સરની સંભાવના

સ્તન કેન્સરની સંભાવના

તમને જણાવી દઈએ કે જ્યારે તમે તૈયાર થાઓ છો અને ક્યાક જાઓ છો તો તમે તમારા શરીરના ઘણા ભાગો પર ડિયો લગાવો છો જે કે ખતરનાક છે. મહિલાઓ પોતાની છાતીમાં ડિયો લગાવી લે છે. એવુ કરવું મહિલાઓમાં થનાર સ્તન કેન્સરની સંભાવનાને ખૂબ વધારી દે છે, તેના ઉપરાંત તે પ્રોસ્ટેટ કેન્સર અને અલઝાઈમર જેવી બીમારીઓને ઉભી કરે છે. એટલે તમારે થોડું સાવધ રહેવું જોઈએ.

ખરીદતા સમયે ધ્યાન રાખો

ખરીદતા સમયે ધ્યાન રાખો

જો તમારે આ સમસ્યામાંથી બચવું છે તો તમે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે તમે ડિયો ખરીદો ત્યારે તમારે તે જોઈ લેવું જોઈએ કે ઉપર આવવામાં આવેલા કોઈ કેમિકલ તેમાં મિક્સ ના હોય.

English summary
Nowadays, fashion is in the process of fashion and due to fashion, everybody waste their most money. There are many things in fashion that can be very harmful for you.
Story first published: Saturday, November 25, 2017, 14:00 [IST]
X
Desktop Bottom Promotion