For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિયાળામાં નહાવા માટે કયું પાણી છે સૌથી બેસ્ટ: ગરમ કે ઠંડુ ?

By Karnal Hetalbahen
|

ઓફિસથી આવ્યા પછી લાંબા સમયનો થાક ઉતારવા માટે ગરમ પાણીથી સ્નાન ઘણું રિલેક્સિંગ હોય છે. તેનાથી શરીરમાં સારી રીતે બ્લડ ફ્લો થાય છે જેનાથી દુખતી માંશપેશિયોને પણ આરામ મળે છે. તો બીજી તરફ ઠંડા પાણીથી નહાવું ગરમ પાણીના મુકાબલે આરામદાયક નથી હોતું. પરંતુ ઠંડા પાણીથી સ્નાન કરવાથી આપણને બીજા પણ અન્ય પ્રકારના ફાયદા થાય છે.

ઠંડા પાણીથી સ્નાન કરવાને ક્રાયોથેરેપીના નામથી જાણવામાં આવે છે. તે મોટાભાગે એથલીટોં દ્વારા કરવામાં આવે છે. પણ જ્યારે તમને લાગે કે તમારે થોડા રિલેક્સની જરૂરીયાત છે તો ગરમ પાણીથી નહાવો. ઠંડીમાં ઠંડા અને ગરમ પાણીના સારા અને ખરાબ પ્રભાવના વિશે જાણવું જરૂરી છે, એટલા માટે વાંચો, અમારો આ લેખ.

ઠંડું પાણી કરે છે એલર્ટ

ઠંડું પાણી કરે છે એલર્ટ

જ્યારે વાત શિયાળામાં ઠંડા પાણીથી નહાવાની આવે છે તો તેના અલગ જ ફાયદા છે. ઠંડુ પાણી તમને સાવધ બનાવે છે. ઠંડા પાણીથી સ્નાન કર્યા પછી તમારી ઉંઘ ઉડી જાય છે અને તમે સાવધ થઈ જાવ છો.

ત્વચા માટે લાભદાયક

ત્વચા માટે લાભદાયક

શિયાળામાં એમ પણ વાળ અને ત્વચા સુષ્ક થઈ જાય છે એટલા માટે ગરમ પાણીથી સ્નાન કર્યા પછી તે વધારે શુષ્ક દેખાવા લાગે છે. એવું ના થાય એટલા માટે હંમેશા ઠંડા પાણીથી સ્નાન કરો. તેનાથી પોર્સ બંધ થઈ જશે અને ભેજ જળવાઈ રહે છે.

પ્રતિરક્ષણ અને સંચલન

પ્રતિરક્ષણ અને સંચલન

શિયાળામાં તમારી ઈમ્યૂન સિસ્ટમ સારી રીતે કામ કરવી જોઈએ, જો એવું નથી તો તમને શરદી ખાંસી થતી રહેશે. ઠંડા પાણીથી સ્નાન કરવાથી આખા શરીરમાં લોહીનો પ્રવાહ જળવાઇ રહે છે. જેથી ઈમ્યૂન સિસ્ટમ સારી રહે છે.

માંસપેશિયોનો દુખાવો

માંસપેશિયોનો દુખાવો

શિયાળામાં ઘણી વખત માંસપશેયિઓમાં દૂખાવો થાય છે. એવામાં ઠંડા પાણીથી સ્નાન ફાયદો કરે છે.

તણાવ દૂર કરે

તણાવ દૂર કરે

સ્ટડીમાં જણાવામાં આવ્યું છે કે ઠંડા પાણીનું શાવર લેવાથી યૂરિક એસિડ ઓછો થઈ જાય છે. સાથે જ તેનાથી એંટીઓક્સીડેન્ટની માત્રા પણ ઘણી બધી વધી જાય છે.

English summary
You must know the pros and cons of taking hot or cold water baths during winter. Take a look why cold water bath is better during winter.
Story first published: Monday, February 6, 2017, 8:42 [IST]
X
Desktop Bottom Promotion