For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પિત્ઝા-બર્ગરથી બાળકને રાખો દૂર કેમકે એના રેપર્સ પહોંચાડી શકે છે કેન્સર

By Karnal Hetalbahen
|

શોધકર્તાઓની ચેતવણી અનુસાર તમને જે પિત્ઝા, ફેન્ચ ફ્રાઈઝ અને બર્ગર પસંદ છે તે ગ્રીસ પ્રુફ પેપરમાં પેક થઈને આવે છે જેમાં ફ્લોરિનેટેડ તત્વ મળી આવે છે જેના કારણે બાળકના વિકાસ સંબંધી સમસ્યાઓ, પ્રજનન ક્ષમતામાં ઉણપ અને કેન્સર જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

પરીણામોથી જાણવા મળ્યું છે કે ફુડ પેકેઝિંગમાં બે ડઝનથી વધારે ફ્લોરિનેટેડ કેમિકલ્સ મળી આવે છે જેમાં પ્રતિબંધિત પદાર્થ પીએફએ (પીઈઆર અને પોલીફ્લોરોઅલ્કાઈલ પદાર્થ) જેને પીએફસી પણ કહે છે અને આ જૂના, રિસાઈકલ્ડ પદાર્થો કે અનિશ્ચિત પદાર્થોમાંથી બનાવવામાં આવે છે.

પિત્ઝા-બર્ગરથી બાળકને રાખો દૂર કેમકે એના રેપર્સ પહોંચાડી શકે છે કેન્સર

યુ.એસ, મેસાચુસેટ્સના એક એનજીઓ સાઈલેન્ટ સ્પ્રિંગ ઈસ્ટીટયૂટના પર્યાવરણ કેમિસ્ટ અને લેખક લોરેલ સ્ચૈદરના અનુસાર ''આ કેમિકલ્સથી કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ જોડાયેલી છે. તેનાથી બાળકોને વધારે જોખમ રહે છે કેમકે તેમના વિકાસશીલ શરીર ઝેરી પદાર્થ પ્રતિ વધારે સંવેદનશીલ હોય છે.
સ્ચેદરે જણાવ્યું છે કે, ઘણા પીએફએના સેવનથી કેન્સર, થાઈરોઈડની બીમારી, પ્રતિરોધક ક્ષમતા ઓછી થવી, જન્મના સમયે વજન ઓછું હોવું અને પ્રજનન ક્ષમતામાં ઉણપ વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

પર્યાવરણ વિજ્ઞાન અને ટેક્નોલોજી લેટર્સ પત્રિકામાં પ્રકાશિત થનાર અધ્યયન માટે ટીમને એક નવી ટેકનીકનો ઉપયોગ કર્યો જેમાં તેમને ફ્લોરિન – પીએફએએસનું ચિહ્નના નમૂનાઓનું વિશ્લેષણ કરવા માટે કણ-પ્રેરિત-ગામા-કિરણ ઉત્સર્જન (પીઆઈજીઆઇ) સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કર્યો.


પરિણામોથી જાણવા મળ્યું છે કે પેકિંગમાં ઉપયોગમાં લીધેલ અડધાથી ઉપર કાગળ (ઉદારહરણના તરીકે બર્ગર અને પેસ્ટ્રીના પેક) માં અને ૨૦ પ્રતિશત પેપરબોર્ડના નમૂના (ઉદાહરણ માટે ફ્રાઈઝ અને પિત્ઝા) માં ફ્લોરિન મળી આવે છે.
પેકેઝિંગની બીજી શ્રેણીઓની તુલનામાં ટેક્સ-મેક્સ ફૂડ પેકેજિંગ અને ડિઝર્ટ અને બ્રેડના પેકઝિંગમાં ફ્લોરીન વધારે માત્રામાં મળી આવે છે. તેના ઉપરાંત તે વોટરપ્રુફ પદાર્થો, કારપેટ, આઉટડોર કપડાંમાં પણ મળી આવે છે.

English summary
Your love for pizzas, French fries and burgers that come packed in greaseproof paper can increased risk of cancer, researchers warned.
Story first published: Monday, March 6, 2017, 12:22 [IST]
X
Desktop Bottom Promotion