For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આરોગ્યથી પરિપૂર્ણ ફળ નારંગી

By Super Admin
|

નારંગી ઠંડી, તન અને મનને પ્રસન્નતા આપનાર ફળ છે. તે ખાવામાં જેટલો સ્વાદિષ્ટ હોય છે, તેટલો જ આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે. એક વ્યક્તિને જેટલા વિટામિન સીની જરૂરિયાત હોય છે, તે એક નારંગી દરરોજ ખાવાથી પૂર્ણ થઈ જાય છે. નારંગીનાં સેવનથી શરીર સ્વસ્થ રહે છે, ચુસ્તી-સ્ફૂર્તિ વધે છે, ત્વચામાં નિખાર આવે છે તથા સૌંદર્યમાં વધારો થાય છે. પ્રસ્તુત છે તેના કેટલાક પ્રયોગો -

orange

1. નારંગીનું સેવન એક તરફ શરદીમાં રાહત પહોંચાડે છે, તો બીજી તરફ સૂકી ખાંસીમાં ફાયદો કરે છે. તે કફને પાતળું કરી બહાર કાઢે છે.

2. નારંગીમાં પ્રચૂર પ્રમાણમાં વિટામિન સી, આયર્ન અને પોટેશિયમ હોય છે. નારંગીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ઉપલબ્ધ ફ્રુક્ટોઝ, ડેક્સ્ટ્રોઝ, ખનિજ તથા વિટામિન શરીરમાં પહોંચતા જ ઊર્જા પ્રદાન કરવાનું શરૂ કરી દે છે.

3. નારંગીનો એક ગ્લાસ રસ તન-મનને શીતળતા પ્રદાન કરી થાક અને તાણ દૂર કરે છે, હૃદય તથા મસ્તિષ્કને નવી શક્તિ તેમજ તાજગીથી ભરી દે છે.

4. પેટમાં ચૂંકની ફરિયાદ થતા નારંગીનાં રસમાં બકરીનું દૂધ મેળવી પીવાથી ખૂબ ફાયદો થાય છે.

5. નારંગીનું નિયમિત સેવન કરતા મસાની બીમારીમાં ફાયદો મળે છે. રક્તસ્રાવ રોકવાની તેમાં અદ્ભુત ક્ષમતા છે.

6. ભારે તાવમાં નારંગીનાં રસનું સેવન કરવાથી શરીરનું તાપમાન ઓછુ થઈ જાય છે. તેમાં હાજર સાઇટ્રિક એસિડ મૂત્ર રોગો અને કિડનીનાં રોગોને દૂર કરે છે.

7. હૃદય રોગનાં દર્દીને નારંગીનો રસ મધ મેળવી આપવાથી આશ્ચર્યજનક ફાયદો મળે છે.

8. નારંગીનાં સેવનથી દાંતો અને પેઢાનાં રોગો પણ દૂર થાય છે.

9. નાના બાળકો માટે તો નારંગીનો રસ અમૃત સમાન છે. તેમને સ્વસ્થ અને હૃષ્ટ-પુષ્ટ બનાવી રાખવા માટે દૂધમાં એક ચતુર્થાંશ ભાગ મીઠી નારંગીનો રસ મેળવી પિવડાવવાથી આ એક આદર્શ ટૉનિકનું કામ કરે છે.

10. જ્યારે બાળકોનાં દાંત આવતા હોય, ત્યારે તેમને વૉમિટ થતી હોય છે અને લીલા-પીળા ઝાડા થાય છે. તેવા સમયે નારંગીનો રસ આપવાથી તેમની બેચેની દૂર થાય છે અને પાચન શક્તિ પણ વધે છે.

11. પેટમાં ગૅસ, અપચો, સાંધાનો દુઃખાવો, હાઈ બીપી, સંધિવા, બેરી-બેરી રોગમાં પણ સંતરાનું સેવન ખૂબ જ લાભકારક હોય છે.

12. સગર્ભા મહિલાઓ તથા યકૃત રોગથી પીડાતી મહિલાઓ માટે નારંગીનો રસ ખૂબ ફાયદાકારક હોય છે. તેના સેવનથી એક બાજુ પ્રસવ દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે, તો બીજી બાજુ પ્રસવ પીડા પણ ઓછી થાય છે. બાળક સ્વસ્થ અને હૃષ્ટ-પુષ્ટ થાય છે.

13. નારંગીની સૂકી છાલનું ઝીણુ ચૂર્ણ ગુલાબ જળ અથવા કાચા દૂધમાં મેળવી પીસી અડધા કલાક સુધી લેપ લગાવાથી થોડાક જ દિવસોમાં ચહેરો સાફ, સુંદર અને કાંતિમાન થઈ જાય છે. ખીલ-કરચલીઓ અને શ્યામ રંગ પણ દૂર થઈ જાય છે.

14. નારંગીનાં તાજા ફૂળને પીસી તેનો રસ માથામાં લગાવવાથી વાળની ચમક વધે છે. વાળ વહેલા વધે છે અને તેમનું કાળુપણુ વધે છે.

English summary
Delicious and juicy orange fruit contains an impressive list of essential nutrients, vitamins, minerals for normal growth and development and overall well-being.
Story first published: Friday, November 4, 2016, 9:48 [IST]
X
Desktop Bottom Promotion