For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો દાળમાં કેમ લગાવવામાં આવે છે તડકો..?

By Lekhaka
|

જો દાળમાં તડકો હોતો નથી, તો દાળ ફીકી લાગે છે. દાળ જ નહી બીજી બધી ઈન્ડિયન ડિશઝમાં જ્યાં સુધી તડકો ના હોય તો, ખાવાની મજા આવતી નથી. ખાવામાં ક્યાંક જીરાનો તો ક્યાંક રાઈનો તડકો લગાવવામાં આવે છે. શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે દાળમાં કે બીજી વસ્તુઓમાં તડકો કેમ લગાવવામાં આવે છે?

તમારામાંથી કેટલાક લોકો કહેશે કે સ્વાદ માટે તડકો લગાવવામાં આવે છે, પણ તે પૂરી સચ્ચાઈ નથી. ખેરખર, દાળમાં તડકો ના ફક્ત તેનો સ્વાદ વધારે છે પરંતુ તેની પૌષ્ટિકતાને પણ ઘણી બધી વધારી દે છે. તડકા માટે અલગ-અલગ ઘરોમાં અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ છે અને આ બધી વસ્તુઓ સ્વાદ અને ગુણોથી ભરપૂર હોય છે.

આવી રીતે કરો તૈયાર:
સૌથી પહેલા ઘી કે તેલને એક નાની કઢાઈમાં કે પછી પેનમાં ગરમ કરી લો. તેના પછી તેમાં તે બધાજ મસાલા નાંખી દો જે તમે ખાવનું પસંદ કરો છો. જ્યારે તે થોડું ચડી જાય પછી તેને દાળ કે પછી કઢીના ઉપર સારી રીતે નાંખી દો. તડકામાં અમે કેટલાક મસાલાની સાથે જ કેટલીક હબ્સનો પણ ઉપયોગ કરીએ છીએ. તડકા, પાચનક્રિયાને સારી રાખવામાં મદદરૂપ થાય છે.

જાણો દાળમાં કેમ લગાવવામાં આવે છે તડકો

દાળ કે પછી કઢીમાં તડકો લગાવવાના ફાયદા:

૧. તડકા માટે મોટાભાગના ઘરોમાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે. લસણ ઈમ્યૂનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે. તેની સાથે જ તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ મળી આવે છે. જેનાથી ઈન્ફેક્શન, શરદી, ખાંસી અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

૨. જો તમારા ઘરમાં સ્પાઈસી અને તીખું ખાવાનું પસંદ કરવામાં આવે છે તો તડકામાં વાટેલું લાલ મરચું જરૂર નાંખતા હશો સૂકા લાલ મરચાંમાં ઘણા પ્રકારના વિટામીન હોય છે, જેનાથી દુખાવામાં આરામ મળે છે અને મોટાપો પણ કંટ્રોલમાં રહે છે.

૩. જીરું, તડકાનો સૌથી જરૂરી ભાગ છે. જીરું સારા પાચન માટેનો રામબાણ ઉપાય છે. જીરાંના ઉપયોગથી પેટ ફૂલવું, ડાયેરિયા, એસિડિટી અને અપચો જેવી સમસ્યા પણ દૂર રહે છે.

૪. કેટલાક લોકો તડકામાં કઢી પત્તાનો ઉપયોગ કરવાનું પણ પસંદ કરે છે. કઢી પત્તાના ઉપયોગથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. તેનાથી પાચન સારું રહે છે, ડાયાબિટિઝનું જોખમ દૂર રહે છે અને સાથે જ તે હદયના સ્વાસ્થ્ય માટે પણ સારા હોય છે કઢી પત્તાંમાં ફાઈબર, કાબ્ર્સ, વિટામીન ઈ, બી, એ, સી, આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ સારી માત્રામાં મળી આવે છે.

૫. કેટલાક ઘરોમાં તડકો લગાવતા સમયે રાઇના દાણાનો પણ ઉપયોગ કરે છે રાઈના દાણા માંસ-પેશિયોના દુખાવાને દૂર કરવાનું કામ કરે છે. ત કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવા અને ઈમ્યૂનીટીને વધારવામાં મદદરૂપ થાય છે.

૬. હીંગનો ઉપયોગ જ્યાં સ્વાદને વધારવામાં કરવામાં આવે છે, ત્યાં તેના ઉપયોગથી ગેસની પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય છે. તે અપચો અને એસિડિટીમાં પણ ફાયદાકારક છે. પેટમાં આંકડીને શાંત કરવા માટે પણ હીંગનો ઉપયોગ કરવામાં આવે છે.

English summary
Do you know why Indians temper their dishes? Well, it enhances the flavour of any dish. Read on to know about the health benefits of tadka.
Story first published: Monday, February 27, 2017, 11:27 [IST]
X
Desktop Bottom Promotion