For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નારિયેળ પાણી પીવાનાં આરોગ્યવર્ધક ગુણો

By Super Admin
|

ઉનાળામાં નારિયેળ પાણીનાં સેવનથી આપને દિવ્ય આનંદ પ્રાપ્ત થશે. તે માત્ર આપને તાજગી જ નહીં આપે, પણ તેમાં ઘણા બધા આરોગ્યવર્ધક ગુણો છુપાયેલા છે. નારિયેળ પાણીમાં વિટામિન, મિનરલ, ઇલેક્ટ્રૉલાઇટ્સ, એંઝાઇમ્સ, એમિનો એસિડ અને સાયટોકાઇન પ્રચૂર પ્રમાણમાં હોય છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે નારિયેળ પાણી મહિલાઓનાં આરોગ્ય માટે ખૂબ જ સારૂ ગણવામાં આવ્યું છે. જો પેશાબમાં બળતરા થતી હોય, ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, ત્વચામાં નિખાર જોઇતું હોય કે પછી મેદસ્વિતા ઘટાડવી હોય, તો નારિયેળ પાણી પીવો.

નારિયેળનો કોઠો ઠંડો હોય છે. તેથી નારિયેળનું પાણી હળવુ, તરસ છિપાવનાર, અગ્નિદીપક, વીર્યવર્ધક તથા મૂત્ર સંસ્થા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તેમાં આરોગ્યવર્ધક ગુણો તો છે જ, સાથે જ તેનો તાજગીપૂર્ણ સ્વાદ તેને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવે છે. આવો જાણીએ નારિયેળ પાણી પીવા વિશેની કેટલીક આરોગ્યવર્ધક વાતો :

1. ઝાડા મટાડે

1. ઝાડા મટાડે

જો આપ ઝાડાથી પરેશાન છે, તો નારિયેળ પાણીનું સેવન આપના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તે આપનાં શરીરમાં પાણીની ઉણપ દૂર કરે છે. નારિયેળ પાણીમાં એમિનો એસિડ, એંઝાઇમ્સ, ડાયટેરી ફાયબર, વિટામિન સી અને અનેક મિનરલ્સ જેમ કે પોટેશિયામ, મૅગ્નેશિયમ અને મૅંગનીઝ હોય છે. સાથે જ તેનું સેવન આપનાં શરીરમાં કૉલેસ્ટ્રૉલ તથા ક્લોરાઇડને પણ ઓછા કરે છે.

2. પાણીની ઉણપ દૂર કરે

2. પાણીની ઉણપ દૂર કરે

દેશમાં આજે પણ ઘણા એવા પ્રાંતો મોજૂદ છે કે જ્યાં તબીબી સુવિધાઓ ઉપલબ્ધ નથી. ત્યાં હાઇડ્રેશનનાં કારણે ગંભીર રીતે બીમાર થયેલા દર્દીઓને નારિયેળ પાણી પીવડાવવામાં આવે, તો તે તેમના શરીરમાં પાણીની ઉણપને પૂર્ કરવામાં લાભકારક સાબિત થશે.

3. મેદસ્વિતા વધતી રોકે

3. મેદસ્વિતા વધતી રોકે

કારણ કે તેમાં ફૅટ્સનું પ્રમાણ બહુ ઓછું છે કે જેથી તે આપના જાડાપણાને પણ ઓછુ કરી શકે છે અને તૃપ્તિનો અનુભવ કરાવે છે. તેનું સેવન જમવાની ઇચ્છાને પણ ઓછી કરે છે.

4. ડાયાબિટીઝ માટે

4. ડાયાબિટીઝ માટે

નારિયેળ પાણીનું સેવન ડાયાબિટીઝનાં દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં મોજૂદ પોષક તત્વો શરીરમાં શુગરની કક્ષાને નિયંત્રણમાં રાખે છે કે જે ડાયાબિટીઝનાં રોગીઓ માટે ખૂબ જરૂરી છે.

5. ફ્લ્યુમાં લાભકારી

5. ફ્લ્યુમાં લાભકારી

ફ્લ્યુ અને દાદ, બંને શરીરમાં વાયરલ ઇન્ફેક્શન થવાથી થતી બીમારીઓ છે. જો કોઈ વ્યક્તિ આ બીમારીઓની ઝપટે આવી ગયો હોય, તો નારિયેળ પાણીમાં મોજૂદ એંટી-વાયરલ અને એંટી-બૅક્ટીરિયલ ગુણો આ બીમારી સામે લડવામાં મદદ કરશે.

6. હાયપરટેંશન અને સ્ટ્રૉકથી બચાવે

6. હાયપરટેંશન અને સ્ટ્રૉકથી બચાવે

પોટેશિયમથી ભરપૂર નારિયેળ પાણી આપને સ્વસ્થ બનાવે છે. સાથે જ, તેનું સેવન હાયપરટેંશન અને સ્ટ્રૉકનાં ખતરાને ઓછો કરવામાં મદદ કરે છે.

7. કિડની સ્ટોનથી બચાવે

7. કિડની સ્ટોનથી બચાવે

નારિયેળ પાણીમાં મોજૂદ મિનરલ, પોટેશિયમ તથા મૅગ્નેશિયમ કિડનીમાં થતી પથરીનો ખતરો ઓછો કરે છે.

8. કરચલીઓ અને ખીલના ડાઘ મટાડે

8. કરચલીઓ અને ખીલના ડાઘ મટાડે

જો આપ દર રાત્રિએ બેથી ત્રણ અઠવાડિયાઓ માટે પોતાના ખીલ, તેના ડાભા, કરચલીઓ સ્ટ્રૅચ માર્ક્સ, સેલ્યુલાઇટ અને એક્ઝિમા પર નારિયેળ પાણી લગાવશો, તો આપની ત્વચા ખૂબ સ્વચ્છ થઈ જશે.

9. એંટી-એજિંગનું કામ કરે

9. એંટી-એજિંગનું કામ કરે

કેટલાક સંશોધનો મુજબ નારિયેળ પાણીમાં મોજૂદ સાયટોકિન્સ, એંટી-એજિંગ, એંટી-કાસીનજન અને એંટી-થૉંબૉટિક્સ સામે લડવામાં ખૂબ ફાયદાકારક સાબિત થયાં છે.

10. કૅંસર સામે લડે

10. કૅંસર સામે લડે

ઘણી પ્રયોગશાળાઓમાં એ પણ જાણવા મળ્યું છે કે નારિયેળ પાણીનાં કેટલાક સંયુક્ત પદાર્થો જેમ કે સેલનિયમમાં એંટી-ઑક્સીડંટ ગુણો મોજૂદ છે કે જે કૅંસર સામે લડવામાં મદદ કરે છે.

11. પાચનમાં મદદગાર

11. પાચનમાં મદદગાર

સ્વાભાવિક રીતે નારિયેળ પાણીમાં અનેક બાયોએક્ટિવ એંઝાઇમ્સ જેવા એસિડ ફૉસ્ફેટ, કટાલેસ, ડિહાઇડ્રોજનેજ, ડાયસ્ટેજ, પૅરૉક્સાઇડ, આર એન એ પૉલિમેરાસેસ વિગેરે હોય છે. તે એંઝાઇમ્સ પાચન અને ચયાપચય ક્રિયામાં મદદ કરે છે.

12. બી કૉમ્પ્લેક્સથી ભરપૂર

12. બી કૉમ્પ્લેક્સથી ભરપૂર

નારિયેળ પાણીમાં બી કૉમ્પ્લેક્સ વિટામિનનાં રાબોફ્લેવિન, નિયાસિન, થિયામિન, પૅરિડૉક્સીન અને ફોલેટ્સ જેવા તત્વો મોજૂદ છે. માનવ શરીરને આ વિટામિન્સની જરૂર હોય છે અને તેમને પૂરા કરવા માટે તેને અન્ય પદાર્થો પર નિર્ભર રહેવું પડે છે.

13. ઇલેક્ટ્રૉલાઇટથી ભરપૂર

13. ઇલેક્ટ્રૉલાઇટથી ભરપૂર

નારિયેળ પાણીમાં ભરપૂર પ્રમાણમાં ઇલેક્ટ્રૉલાઇટ પોટેશિયમ હોય છે. 100 મિલીલીટર નારિયેળ પાણીમાં 250 મિલીગ્રામ પોટેશિયમ અને 105 મિલીગ્રામ સોડિયમ હોય છે. સરવાળે તે ઇલેક્ટ્રૉલાઇટ્સ, ઝાડા દરમિયાન શરીરમાં ઇલેક્ટ્રૉલાઇટ્સની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે.

14. વિટામિન સી

14. વિટામિન સી

તાજા નારિયેળ પાણીમાં ઓછી માત્રામાં વિટામિન સી (એસ્કોરબિક એસિડ) હોય છે. તેમાં 4 ટકા કે 2.5 મિલીગ્રામ આરડીએ હોય છે. વિટામિન સી પાણીમાં ભળી જનાર એંટી-ઑક્સીડંટ છે.

English summary
coconut water, apart from water, happens to be one of the purest liquids known to man, and the health benefits of coconut water are so numerous. Lets have a look...
Story first published: Monday, November 7, 2016, 10:07 [IST]
X
Desktop Bottom Promotion