For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ત્વચા પણ ચમકાવે અને વાળ પણ વધારે ગાજરનું જ્યૂસ

By Lekhaka
|

ગાજરનું જ્યૂસ ઓછી કૅલોરી ધરાવતું જ્યૂસ હોય છે કે જે વિટામિન અને મિનરલનાં તત્વોથી ભરપૂર હોય છે. આ નારંગી રંગનું જ્યૂસ પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળતાથી બની પણ જાય છે. ગાજરનું જ્યૂસ દરરોજ પીવાથી આપને ઘણા પ્રકારે આરોગ્ય લાભો મળી શકે છે. માત્ર સફરજન જ નહીં, પણ ગાજર પણ આપણાંથી ડૉક્ટરને દૂર રાખે છે.

આ ઉપરાંત જો આપ ઇચ્છતાં હોવ કે આપની સ્કિન ચમકદાર રહે, વાળમાં કાયમ શાઇન રહે અને આપનું બ્લડ શુગર કાયમ બૅલેંસ રહે, તો ગાજરની અવગણના ન કરો. આવો જાણીએ ગાજરનાં જ્યૂસનાં બહુ બધા આરોગ્ય લાભો વિશે.

health benefits of carrot juice

ગાજરનું જ્યૂસ પીવાનાં લાભો

1. આંખોની રોશની વધે છે - તેમાં બીટા-કૅરોટભ્ન અને લ્યુટિન હોય છે કે જે એક ખાસ તત્વ છે કે જે આંખોની ર2ટીના પર અસર કરે છે. તે આંખોને મોતિયા તેમજ રતાંધળાપણાથી બચાવે છે.

2. રોગ પ્રતિરાકર ક્ષમતા વધારે - ગાજરનાં રસમાં પ્રચુર માત્રામાં એંટી-ઑક્સીડંટ તથા પોષણ હોય છે. સાથે જ વિટામિન સી પણ હોય છે. તે આપણાં ઇમ્યુન સિસ્ટમને મજબૂતી પ્રદાન કરે છે અને શરીરને રોગોથી દૂર રાખે છે.

3. બ્લડ શુગર નિયંત્રિત કરે - ગાજરનાં રસમાં ભારે પ્રમાણમાં કૅરીટેનૉઇડ હોય છે કે જે સીધું જ શરીરનાં બ્લડ શુગર વેલવને બૅલેંસ કરવામાં મદદગાર જણાવાયું છે. આ રીતે તે ડાયાબિટીસથી આપણને દૂર રાખે છે.

4. ત્વચા ચમકદાર થઈ જાય છે - તેમાં રહેલું એંટી-ઑક્સીડંટ, વિટામિન એ અને સી જેવા તત્વો ત્વચાને સૂર્યનાં કિરણોથી થતા ડૅમેજથી બચાવે છે. જો શરીરમાં વિટામિન એની ઉણપ હોય, તો તેનાથી સ્કિન, વાળ અને નખ ત્રણે જ ડ્રાય થઈજાય છે.

5. પાચન તંત્રને બરાબર રાખે - ભોજન લીધાનાં 20 મિનિટ પહેલા ગાજરનું જ્યૂસ પીવું જોઇએ. આ ખૂબ જ સારૂં એપિટાઇઝર હોય છે અને પાચન તંત્રને સ્વસ્થ રાખે છે.

English summary
It is believed that this healthy winter vegetables should be consumed at least twice in a week. It assures you a healthy way of life and keeps you away from all sorts of illness and diseases too.
Story first published: Friday, February 3, 2017, 10:29 [IST]
X
Desktop Bottom Promotion