For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રીંગણથી થનાર સ્વાસ્થ્ય લાભ

By Karnal Hetalbahen
|

રીંગણને એગપ્લાંટ અને ઓબર્શીનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. ઘણા પ્રકારના સ્વાસ્થયના લાભના કારણે રીંગણ ઘણા લોકોની ફેવરીટ શાકભાજી હોય છે. કેટલીક શોધથી એ વાત સામે આવી છે કે રીંગણમાં બીજા છોડની તુલનમાં વધારે નિકોટીન મળી આવે છે.

એવામાં આ સવાલ જરૂર ઉભો થાય છે કે શું રીંગણ સ્વાસ્થ્ય માટે સારું છે? પણ અમે તમતે જણાવી દઈએ કે નિકોટીનની ઘણી ઓછી માત્રામાં મળી આવે છે અને તેનાથી શરીરને કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. એક વાર તમે રીંગણથી થનાર ફાયદા વિશે જાણશો તો તમારા મનમાં તેના સારા કે ખરાબ હોવાનો પ્રશ્ન જ નહી આવે.

આવો અમે તમને રીંગણથી થનાર સ્વાસ્થ્યના લાભ વિશે બતાવીએ છીએ. જેને જાણ્યા પછી તમે નિશ્ચિત રીતે રીંગણને તમારા આહારમાં સમાવેશ કરશો.

ફ્રી રેડિકલ્સથી લડે છે

ફ્રી રેડિકલ્સથી લડે છે

ફ્રી રેડીકલ્સ દરેક રીતના સેલને ડેમેઝ કરવા માટે જવાબદાર હોય છે. રીંગણમાં વધારે માત્રામાં એંટીઓક્ટીડેંટ મળી આવે છે, જેનાથી તે ફ્રી રેડીકલ્સથી લડે છે. રીંગણમાં મળી આવતા એંટીઓક્સીડેંટમાં ક્લોરોજેનિક એસિડ મુખ્ય છે જે ફ્રી રેડીકલ્સ પર અસર કરીને બીમારીને રોકે છે.

સ્વસ્થ હદય

સ્વસ્થ હદય

રીંગણના નિયમિત સેવનથી કોલેસ્ટોરોલના સ્તરને પણ ઓછો કરી શકાય છે. સાથે જ તે બ્લડ પ્રેશરને પણ સામાન્ય રાખવામાં મદદ કરે છે. જ્યારે કોલેસ્ટેરોલ લેવલ અને બ્લડ પ્રેશર સામાન્ય રહે છે તો તેનાથી હદયની બીમારીનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

સ્વસ્થ્ય માથું

સ્વસ્થ્ય માથું

આ રીંગણનો એક મુખ્ય સ્વાસ્થ લાભ છે. રીંગણમાં ફાઈટોન્યૂટ્રીએન્ટ મળી આવે છે જે સેલ મેંબરેંસને કોઈ પણ રીતના નુકશાનથી સુરક્ષિત રાખે છે. સાથે જ તેનાથી યાદદાસ્ત પણ સારી થાય છે.

વધારે આઈરનને દૂર કરે

વધારે આઈરનને દૂર કરે

રીંગણનું નિયમીત સેવન કરવાથી શરીરમાં રહેલું વધારે આઇરન ઓછું થઈ જશે. પોલીસિથેમિયાના દર્દી માટે આ ખૂબ જ ફાયદાકારક છે. રીંગણમાં નાસુનિન નામનું એક રસાયણ મળી આવે છે જે વધારે આઈરનને દૂર કરવામાં મદદ કરે છે.

બેક્ટેરીયાને દૂર રાખે

બેક્ટેરીયાને દૂર રાખે

રીંગણ તમને ઈન્ફેકશનથી પણ દૂર રાખે છે. તેમાં વધારે માત્રામાં વિટામીન સી મળી આવે છે જે કે ઈન્ફેકશન સામે લડવામાં મદદ કરે છે. તમે રીંગણને તમારા ખોરાકમાં સામેલ કરીને આ લાભ ઉઠાવી શકો છો.

ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે

ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે

રીંગણ તમારા ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત કરશે. તેનાથી તમે સ્વસ્થ રહેવાની સાથે-સાથે ફિટ પણ રહેશો. તેમાં મળી આવનાર ફાઈટોન્યૂટ્રીએન્ટ અને વિટામીન સી થી શરીરને ઘણો ફાયદો મળે છે.

સ્મોકિંગ છોડો

સ્મોકિંગ છોડો

સ્મોકિંગ છોડવા માટે જો તમે પ્રાકૃતિક નિકોટી રીપ્લેસમેન્ટ થેરેપીના વિશે વિચારી રહ્યા છો તો રીંગણ એનો એક સારો વિકલ્પ છે. એવું એટલા માટે છે કે રીંગણમાં નિકોટીન મળી આવે છે.

સ્વસ્થ ત્વચા

સ્વસ્થ ત્વચા

રીંગણમાં વધારે માત્રામાં મિનરલ્સ, વિટામીન અને ખોરાક સંબધી ફાઈબર મળી આવે છે. તે ડિટોક્સીફિકેશનમાં મદદ કરે છે, જેનાથી ત્વચામાં નિખાર આવે છે. રીંગણની સપાટી પર મળી આવનાર એંથોસિયાનીન એક શક્તિશાળી એંટી-એજિંગ હોય છે.

હેર કેર

હેર કેર

રીંગણના સેવનથી માથાની ચામડી હાઇડ્રેટેડ રહેશે. રીંગણમાં મળી આવનાર ઘણા એજાઈમ હેર ફાલિકલ્સને પ્રેરિત કરવામાં મદદ કરે છે. તેનાથી વાળ વધવાની સાથે-સાથે તે સ્વસ્થ પણ રહેશે.

હાઈડ્રેટ સ્કિન

હાઈડ્રેટ સ્કિન

આ રીંગણનો એક મુખ્ય સ્વાસ્થ લાભ છે. રીંગણમાં ઘણી માત્રામાં પાણી મળી આવે છે. તેનાથી તમારી સ્કિનને હાઈડ્રેટ રાખવામાં મદદ મળશે. સાથે જ રીંગણના સેવનથી તમે ડ્રાઈ સ્કિન અને તેનાથી જોડાયેલી સમસ્યાઓથી છુટકારો પણ મેળવી શકશો.

English summary
The brinjal, also called eggplant is a colourful collection of nutrients. The numerous health benefits of brinjal make it one of the favourite veggies of food lovers.
Story first published: Thursday, February 2, 2017, 11:52 [IST]
X
Desktop Bottom Promotion