For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોટી એલચીમાં છે મોટા-મોટા ગુણો

By Lekhaka
|

કિચનમાં મૂકેલા મસાલાઓનાં ડબ્બામાં એક મોટી એલચી પણ જોવા મળી જશે. મોટી એલચી નાની એલટીની જેમ ખૂબ ગુણકારી હોય છે. બસ ફરક માત્ર એટલો જ હોય છે કે મોટી એલચી નાની કરતા ઓછી સ્વાદિષ્ટ હોય છે.

મોટી એલચીનો શાક વગેરેમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મોટી એલચીને કાળી એલચી, ભૂરી એલચી, લાલ એલચી, નેપાળી એલચી કે બંગાળ એલચી પણ કહે છે. આવો જાણીએ મોટી એલચીમાં કયા-કયા ગુણો હોય છે કે જે આપણાં આરોગ્યને બહેતર બનાવી શકે છે.

મોટી એલચીમાં છે મોટા-મોટા ગુણો

મોટી એલચીમાં છે મોટા-મોટા ગુણો

કૅંસરથી બચાવે
તેમાં કૅંસર વિરોધી ગુણો હોય છે કે જે વિવિધ પ્રકારનાં કૅંસરને રોકવામાં કારગત છે. તે શરીરમાં કૅંસર કોશિકાનાં વિકાસની તપાસ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તે એંટી-ઑક્સીડંટ ગ્લ્યુટૅથિયોનની કક્ષાને પણ વધારે છે.

દાંત માટે ફાયદાકારક
કાળી એલચી વડે દાંતોની અનેક સમસ્યાઓ; જેમ કે દાંતો અને પેઢાઓમાં ચેપમાંથી છુટકારો મળી શકે છે. આ ઉપરાંત તેના વડે શ્વાસની દુર્ગંધમાંથી પણ છુટકારો મળે છે.

વાળની સમસ્યામાંથી છુટકારો
મોટી એલચીનું સેવન કરવાથી વાળની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે અને તેના સેવનથી વાળ લાંબા અને ગાઢ બની જાય છે.

ચેપ સામે સલામતી
એવું જાણવા મળ્યું છે કે કાળી એલચી 14 પ્રકારનાં જીવાણુઓ નષ્ટ કરી શકે છે. તેથી તેને ખાવથી માત્ર ઇમ્યુનિટી સિસ્ટમ જ મજૂબત નથી થતું, પણ શરીર બૅક્ટીરિયા અને વાયરલ ઇન્ફેક્શન સામે પણ સલામત રહે છે.

રંગ ગોરો બનાવે
મોટી એલચી માત્ર ઉંમર ઢળવાથી નથી રોકતી, પણ તેનાથી ત્વચાનો રંગ પણ નિખરે છે.

સ્કિન એલર્જીનો ઉપચાર
એંટી-બૅક્ટીરિયલ ગુણોનાં કારણે કાળી એલચીનો ઉપયોગ સ્કિન એલર્જી માટે પ્રાકૃતિક ઔષધિ તરીકે પણ થાય છે.

સ્ટ્રોકથી બચાવે
મોટી એલચી ભીષણ ગરમીમાં સ્ટ્રોકથી બચાવે છે.

English summary
In this article, we at Boldsky will be listing out some of the amazing health benefits of brown cardamom. Read on to know more about it.
Story first published: Thursday, December 8, 2016, 10:34 [IST]
X
Desktop Bottom Promotion