For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 8 લક્ષણો વડે કરો પૅંક્રિએટિક કૅંસરની ઓળખ

પૅંક્રિએટિક કૅંસર અગ્નાશયનાં બે મહત્વનાં કાર્યોને ગરબડ કરી દે છે - એંઝાઇમનું સ્રાવ કે જે આપણા પાચનમાં મદદ કરે છે અને ઇંસ્યુલિન કે જે આપણાં શરીરમાં શુગર બનાવવામાં મદદ કરે છે.

By Lekhaka
|

પૅંક્રિએટિક કૅંસર પેટનાં નીચેનાં ભાગમાં આવેલ પૅંક્રિયાઝ (અગ્નાશય)નાં ઉતકોમાં થાય છે. તેમાં પૅંક્રિયાઝમાં કોશિકાઓ નિયંત્રણથી બહાર થઈ જાય છે અને ગરબડી પેદા કરવા લાગે છે કે જેનાં પરિણામ કૅંસર યુક્ત ટ્યૂમર થઈ જાય છે.

પૅંક્રિએટક કૅંસર અગ્નાશયનાં બે મહત્વનાં કાર્યોને ગરબડ કરી દે છે - એંઝાઇમનું સ્રાવ કે જે આપણા પાચનમાં મદદ કરે છે અને ઇંસ્યુલિન કે જે આપણાં શરીરમાં શુગર બનાવવામાં મદદ કરે છે.

symptoms of pancreatic cancer

આ સમસ્યા સામાન્યરીતે 45 વર્ષથી વધુ વયનાં લોકોમાં વધારે જોવા મળે છે, પરંતુ ક્યારેક-ક્યારેક યંગ લોકો પણ તેની ઝપટે ચઢી જાય છે.

આ સ્થિતિમાં કોઈ પ્રકારનું જોખમ પૅંક્રાએટિક કૅંસરને વધારી શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે વધારે વિશેષ નથી હોતા અને તેથી લોકો આ લક્ષણો ઓળખવામાં નિષ્ફળ રહે છે. આ લક્ષણોની જાણકારીથઈ આપ આપનું જીવન બચાવી શકો છો.

1. પીઠનાં નીચેનાં ભાગમાં અને પેટમાં દુઃખાવો :

1. પીઠનાં નીચેનાં ભાગમાં અને પેટમાં દુઃખાવો :

આ પૅંક્રિએટિક કૅંસરનાં પ્રારંભિક લક્ષમોમાંનાં એક છે. સામાન્ય રીતે આપને પેટનાં નીચેનાં ભાગે તીવ્ર દુઃખાવો અનુભવાશે અને ધીમે-ધીમે તે દુઃખાવો પીઠ સુધી પહોંચી જાય છે.

2. કમળો :

2. કમળો :

પૅંક્રિએટિક કૅંસરથી પીડિત વ્યક્તિઓમાં કમળો થવો સામાન્ય વાત છે. કમળાનાં કારણે વ્યક્તિનાં પગ અને હાથ, મુખ્યત્વે તાળવા અને હથેળીઓમાં ખંજવાળ આવે છે. તેમાં આખું શરીર હળવા પીળા રંગનું થઈ જાય છે.

3. અચાનક વજન ઘટી જવું :

3. અચાનક વજન ઘટી જવું :

આ પૅંક્રિએટિક કૅંસરનાં મુખ્ય લક્ષણોમાંનું એક છે. વ્યક્તિનું વજન ત્યારે જ ઘટે છે કે જ્યારે ટ્યૂમર શરીરનાં અન્ય અંગોમાં ફેલાવા લાગે છે અને તેના કાર્યમાં ગરબડી પેદા કરવા લાગે છે. તે શરીરમાં પોષક તત્વોને યોગ્ય રીતે પચવા નથી દેતું અને તેનાં કારણે યોગ્ય ભૂખ નથી લાગતી.

4. ઉબકા અને ઉલ્ટી થવી :

4. ઉબકા અને ઉલ્ટી થવી :

ઉબકા આવવા અને ઉલ્ટી થવી પૅંક્રિયાએટિક કૅંસરનાં લક્ષણોમાંનાં એક છે. જ્યારે ટ્યૂમર વધવા લાગે છે, તો તે પાચન તંત્રનાં કેટલાક ભાગોને અવરુદ્ધ કરી દે છે અને પાચન ક્રિયાને પ્રભાવિત કરે છે. તેનાં કારણે ઉબકા આવે છે અને લોકોને ઉલ્ટીઓ પણ થવા લાગે છે.

5. પેશાબનાં રંગમાં પરિવર્તન :

5. પેશાબનાં રંગમાં પરિવર્તન :

પૅંક્રિએટિક કૅંસરથી પીડિત વ્યક્તિઓનાં પેશાબનો રંગ નારંગી, ભૂરો કે એંબર શેડ જેવો થઈ જાય છે. શરીરમાં વધી રહેલું ટ્યૂમર પિત્ત (bile)ને અવરુદ્ધ કરી દે છે અને શરીરમાંથી નિકળવા નથી દેતું. તેનાં કારણે શરીરમાં વધુ પ્રમાણમાં એકત્રિત બિલીરૂબિન પેશાબમાં આવી જાય છે અને તેથી પેશાબ ઘેરા રંગનો દેખાવા લાગે છે.

6. ચિકણું કે હળવા રંગ વાળુ મલ

6. ચિકણું કે હળવા રંગ વાળુ મલ

ધ્યાનથી જોતા આપ પામશો કે આપનું મલ પીળું અને દુર્ગંધયુક્ત થઈ જાય છે. તે શરીરમાં ટ્યૂમર વધવાનું કારણ હોય છે કે જે પૅંક્રિયાઝને શરીરમાંપાચન એંઝાઇમ પેદા કરવાથી રોકે છે. શૌચનાં સમયે એવા લક્ષણો દેખાય, તો તરત તબીબ પાસે જઈ પોતાની તપાસ કરાવો.

7. પેટ ફુલવું :

7. પેટ ફુલવું :

ટ્યૂમરનાં કારણે પેટમાં સોજો, ગૅસ, બળતરા વગેરે ગૅસ્ટ્રોઇંટેસ્ટાઇટલ સંબંધી લક્ષણો ઉત્પન્ન થવા લાગે છે. જ્યારે પૅંક્રિયાઝ પેટ પર દબાણ નાંખવા લાગે છે, તો વ્યક્તિમાં આ તમામ લક્ષણો પેદા થવા લાગે છે. આ પૅંક્રિએટિક કૅંસરનાં શરુઆતનાં લક્ષણોમાંનું એક છે.

8. ભૂખમાં ઘટાડો :

8. ભૂખમાં ઘટાડો :

આ કૅંસરથી પીડિત લોકોની ભૂખ બહુ ઝડપથી ઓછી થવા લાગે છે. તેનાં કારણે તે ઓછું ખવા છતા પેટ ભરેલું અનુભવે છે. જેમ-જેમ ટ્યૂમર વધે છે, તેમ નાના આંતરડા પર તેટલી જ ઝડપે દબાણ બનવા લાગે છે. તેથી પાચન તંત્ર અવરુદ્ધ થઈ જાય છે અને ભૂખ ઓછી લાગવા લાગે છે.

English summary
Symptoms of pancreatic cancer are lower back pain, abdominal pain, jaundice, etc. Read to know the top symptoms of pancreatic cancer.
Story first published: Wednesday, July 12, 2017, 9:05 [IST]
X
Desktop Bottom Promotion