For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગર્ભાશયના કેન્સરના પ્રારંભિક લક્ષણ જેના વિશે મહિલાઓએ જાણવું છે જરૂરી

By KARNAL HETALBAHEN
|

તે મહિલાઓ જેમની ઉંમર ૫૦ વર્ષથી વધારે છે તેમને ગર્ભાશયનું કેન્સર થવાની સંભાવના વધારે હોય છે. તે ઓવરીના કેટલાક ભાગો અને તેની આસપાસના ભાગોને પ્રભાવિત કરી શકે છે. ગર્ભાશય કેન્સર આંતરડાઓ, મૂત્રાશય, લિમ્ફનોડ્સ, પેટ, લિવર અને ફેફસાને પ્રભાવિત કરે છે. મહિલાઓમાં બીજા કેન્સરની તુલનામાં ઓવરીયન કેન્સરથી મૃત્યુની સંભાવના વધારે હોય છે. ગર્ભાશયનું કેન્સર થવાના કોઈ વિશેષ કારણ હોતા નથી.

ફેમીલી હિસ્ટ્રી, ૫૦ વર્ષ પછી મેનોપોઝ થવું, જલ્દી માસિક ધર્મ આવવો, સ્મોકિંગ (ધૂમ્રપાન), કેટલીક દવાઓ, પીસીઓએસનો ઈતિહાસ હોવો અને મોટાપો વગેરે ગર્ભાશય કેન્સરના કારણ હોઈ શકે છે. તો જો તમે જાણવા ઇચ્છાતા હોય કે ઓવરીયન કેન્સરનું નિદાન કેવી રીતે કરી શકાય તો આ લેખ તમારી સહાયતા કરશે. પ્રારંભિક અવસ્થામાં ટ્યૂમરના કોઈ લક્ષણ દેખાઈ આવતા નથી.

આ લક્ષણ ખૂબ જ મોડા જોવા મળે છે. ક્યારેક ક્યારેક આ લક્ષણ વિશિષ્ટ નથી હોતા અને આ જ કારણ છે કે ઓવરીયન કેન્સરને સાઈલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. આ લેખમાં ગર્ભાશયના કેન્સરના કેટલાક પ્રારંભિક લક્ષણ જણાવામાં આવ્યા છે. કેટલાક એવા મેડિકલ ટેસ્ટ કે સ્ક્રિનીંગ થાય છે જેના દ્વારા તમે ગર્ભાશયના કેન્સર વિશે જાણી શકો છો. આ લેખ દ્વારા તમે તપાસ કર્યા વગર આ લક્ષણોને ઓળખી શકશો. અંતમા: ગર્ભાશય કેન્સરના લક્ષણો વિશે વધારે જાણવા માટે આ લેખને આગળ વાંચો.

૧. કષ્ટદાયક કે અસુવિધાજનક સંભોગ:

૧. કષ્ટદાયક કે અસુવિધાજનક સંભોગ:

આ લક્ષણને ડાયસપરયૂનિયા કહેવામાં આવે છે. ઓવરીમાં ટ્યૂમર હોવાના કારણે સંભોગ કરતા સમયે ખૂબ જ દુખાવો થાય છે.

૨. પેશાબ સંબંધી આદતોમાં પરિવર્તન:

૨. પેશાબ સંબંધી આદતોમાં પરિવર્તન:

જો પેશાબ સંબંધી આદતોમાં અચાનક બદલાવ આવવા લાગે તો આ ઓવરીયન કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. તેના ઉપરાંત તમે બીજા પરિવર્તન પણ જોઈ શકો છો જેમ કે મોટાભાગે પેશાબ આવવો, પેશાબમાં લોહી આવવું કે મૂત્રાશય પર નિયંત્રણ ના રહેવું.

૩. વજાઈનલ અસામાન્યતા:

૩. વજાઈનલ અસામાન્યતા:

બ્લડ સ્પોટિંગ કે મેનોપોઝ પછી બ્લીડિંગ થવું ઓવરીયન કેન્સરનું ખતરનાક લક્ષણ છે. એવું ત્યારે થાય છે જ્યારે કેન્સર આસપાસની કોશિકાઓ સુધી ફેલાઇ જાય છે.

૪. શ્વાસ લેવામાં તકલીફ થવી:

૪. શ્વાસ લેવામાં તકલીફ થવી:

ઓવરીયન કેન્સરના કારણે પેટમાં તરલ પદાર્થ બને છે જે પેટની લાઈનિંગની હેરાન કરે છે. તેનાથી આ ક્ષેત્રમાં દબાણ વધે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ પણ ઓવરીયન કેન્સરનું એક લક્ષણ છે.

૫. હંમેશા થાક અનુભવવો:

૫. હંમેશા થાક અનુભવવો:

હંમેશા થાક અનુભવવો કે સામાન્યથી વધારે ઉંઘ આવવી પણ એક સમસ્યા છે અને આ ઓવરીયન કેન્સરનું જ એક પ્રારંભિક લક્ષણ છે.

૬. મળત્યાગમાં પરિવર્તન આવવું:

૬. મળત્યાગમાં પરિવર્તન આવવું:

જ્યારે ટ્યૂમર વધે છે તો તે પેટ, મૂત્રાશય અને નાના આંતરડા પર દબાણ વધારે છે. તેનાથી મળત્યાગની આદતોમાં પરિવર્તન આવે છે. આ ઓવરીયન કેન્સરનું પ્રારંભિક લક્ષણ છે.

૭. પીઠના પાછળના ભાગમાં દુખાવો:

૭. પીઠના પાછળના ભાગમાં દુખાવો:

ઓવરીયન કેન્સરના કારણે મહિલાઓમાં પીઠમાં પાછળ નીચેની બાજુ દુખાવો થાય છે જે શ્રોણી ક્ષેત્ર સુધી જાય છે. સમયની સાથે આ દુખાવો વધે છે અને વધુ પ્રમાણમાં તકલીફ આપે છે.

૮. પેટ જલ્દી ભરાઇ જાય છે:

૮. પેટ જલ્દી ભરાઇ જાય છે:

ભૂખ ઓછી લાગવી કે થોડું ખાધા પછી પેટ ભરાઈ જવું પણ ઓવરીયન કેન્સરનું જ એક લક્ષણ છે. તેનાથી થાક અને વજન ઓછો થવાની સમસ્યા થાય છે.

૯. પેટમાં સોજો કે પેટ ફૂલવું:

૯. પેટમાં સોજો કે પેટ ફૂલવું:

જો તમે ૫૦ વર્ષ કે તેનાથી વધારે ઉંમરની મહિલા છો તો પેટના નીચેના ભાગમાં પેટ ફૂલવું, અપચો, ગેસ થવો, ઉબકા અને હાર્ટબર્ન વગેરે લક્ષણ ઓવરીયન કેન્સરના હોઇ શકે છે.

૧૦. પેઢામાં દુખાવો:

૧૦. પેઢામાં દુખાવો:

ઓવરીમાં થનાર ટ્યૂમરના કારણે પેઢામાં દુખાવો થાય છે. એવું એટલા માટે થાય છે કેમકે ટ્યૂમરનું દબાણ ઓવરી અને તેની આજુબાજુના અંગો પર પડે છે. જો આ દુખાવો ચાલુ રહે છે તો આ ઓવરીયન કેન્સરનું જ લક્ષણ હોઇ શકે છે.

English summary
Read this article to know about the early warning symptoms of ovarian cancer.
Story first published: Friday, March 24, 2017, 9:37 [IST]
X
Desktop Bottom Promotion