For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફેફસાંના કેન્સરના શરૂઆતના લક્ષણ

By Lekhaka
|

પોતાના સ્વાસ્થ્યની તકેદારી રાખવી સૌથી વધારે જરૂરી હોય છે. તમે વ્યસ્ત હોય, સમય ના હોય પરંતુ તમારા પર હમેંશા ધ્યાન આપો. આજકાલ લોકોમાં ધ્રુમપાનની આદત ખૂબ જ વધી રહી છે જેના કારણે ફેફસાંના કેન્સરની સમસ્યા આ દિવસોમાં સૌથી વધારે જોવા મળે છે. એવામાં તમારા શરીરમાં થનાર પરિવર્તનો અને નવા લક્ષણો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

ફેફસાંના કેન્સરના શરૂઆતમાં પહેલા જ સ્ટેજ પર જાણી લેવાથી તેનાથી છુટકારો મેળવી શકાય છે. બસ તમારે તમારા પર વધુ ધ્યાન આપવાની જરુર રહેશે. ફેફસાંના કેન્સરના શરૂઆતના લક્ષણો નીચે મુજબ છે:

કફ થવો

કફ થવો

જો તમને ક્યારેય કફની સમસ્યા ના રહેતી હોય અને તમે ધ્રુમપાન કરો છો, તો અચાનકથી વધુ માત્રામાં કફ થતાં તમારા પર ધ્યાન આપો, અને ર્ડોક્ટરને બતાવો. એક અઠવાડિયાથી વધુ કફ આવે તો તેને ઈગ્નોર ના કરો. તે ફેફસાંના કેન્સરનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે.

શ્વાસનું ઝડપી ચાલવું

શ્વાસનું ઝડપી ચાલવું

ફેફસાંના કેન્સરમાં પહેલાં સ્ટેજમાં ભયાનક રીતે શ્વાસ ફૂલવા લાગે છે અને તેના કારણે વ્યક્તિ બેહાલ થઈ જાય છે. તેને પોતાનું કામ કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ ઘણા લોકો તેને અસ્થમા માનીને ઈગ્નોર કરે છે. પણ તે સૌથી મહત્વનું લક્ષણ હોય છે.

શરીરના કેટલાક ભાગમાં દુખાવો થવો

શરીરના કેટલાક ભાગમાં દુખાવો થવો

ફેફસાંના કેન્સરના શરૂઆતના સમયમાં છાતી, પાંસળી, પીઠ અને કમરમાં ભયાનક દર્દ થવાનું શરૂ થઈ જાય છે જે શરીરની નર્વ સિસ્ટમ પર પ્રભાવ પાડે છે.

મોટાભાગે સ્વાસ્થ્ય બગડતું રહેવું

મોટાભાગે સ્વાસ્થ્ય બગડતું રહેવું

ધ્રૂમપાન કરનાર લોકોમાં ફેફસાંનું કેન્સર થવાથી બોડીનો ગ્રોથ અટકી જાય છે અને તેમની હેલ્થ નિરતંર ઓછી થતી જાય છે, તેમને જોઈને તેમની કમજોરીનો અંદાજો લગાવી શકાય છે. એવા લોકોમાં ડ્રિપેશન, થાક અને વજન ઘટવું વગેરે જેવી સમસ્યા થવા લાગે છે.

ન્યૂમોનિયા અથવા બ્રોનકાઈટિસ થવું

ન્યૂમોનિયા અથવા બ્રોનકાઈટિસ થવું

ધ્રૂમપાન કરનાર લોકોમાં ફેફસાંનું કેન્સર થવા પર સૌથી પહેલા ન્યૂમોનિયા અથવા બ્રોનકાઈટિસ થાય છે આ લક્ષણ દરેક પ્રકારના કેન્સરમાં હોતા નથી અને ના તો નોન સ્મોકર લોકોમાં મળી આવે છે. અચાનક જ ન્યૂમોનિયા વગેરેની ફરિયાદ થવા પર ર્ડોક્ટરનો સંપર્ક કરવો યોગ્ય રહેશે.

ગણગણાટ થવો

ગણગણાટ થવો

ફેફસાંના કેન્સરમાં શરૂઆતના સમયમાં સૂતા સમયે છાતીમાંથી ગણગણાટનો અવાજ આવે છે. ઘણા લોકો માને છે કે આ એક સ્લીપિંગ ડિસઓર્ડર છે. જો તમને પહેલા આવું ના થતું હોય અને થોડા સમય પહેલાથી આવા લક્ષણ નજરે આવી રહ્યા હોય તો, પોતાના ર્ડોક્ટરનો સંપર્ક કરો.

અવાજમાં ફેરફાર થવો

અવાજમાં ફેરફાર થવો

ફેફસમાં કેન્સર થવાથી અવાજમાં ભારેપણું થવા લાગે છે અને ધીમે - ધીમે અવાજ બેસવા લાગે છે. ફેફસાંના કેન્સરનો સૌથી જલદી પ્રભાવ અવાજ પર પડે છે કેમકે તેનાથી નર્વ સિસ્ટમ પર સીધી અસર પડે છે.

English summary
By knowing the early signs of lung cancer, you can protect the people close to you and ensure that they stay healthy and safe. Read on to know how to identify lung cancer.
Story first published: Monday, February 20, 2017, 9:53 [IST]
X
Desktop Bottom Promotion