For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પનીરનું સત્ય : પનીર ખાવાથી વધે છે જાડાપણું કે પછી મળે છે સારૂં આરોગ્ય ?

By Lekhaka
|

આજે પનીર ભારતીય ભોજનનો એક મહત્વનો ભાગ બની ચુક્યું છે. તેનો ઘણી બધી વાનગીઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે; જેમ કે શાકભાજી, ભુરજી, સૂપ, સલાડ, સ્નૅક, મિઠાઈ અને ડેઝર્ટ વગેરે.

આપ પનીરને ભલે કોઈ પણ રીતે ખાવો, આપને તેટલો જ સ્વાદ મળશે. પનીર ડૅરી પ્રોડક્ટનું સૌથી સ્વસ્થ તથા સ્વાદિષ્ટ ઉત્પાદન છે પનીર, પ્રોટીનનું સૌથી ઉત્તમ સ્રોત છે. ખાસકરીને વેજિટેરિયન ખાનારાઓ માટે.

આપણામાંથી ઘણી લોકોની આ ધારણા છે કે પનીરમાં મીટની સરખામણીમાં અનેક ગણું પ્રોટીન હોય છે કે જે તદ્દન ખોટું છે. હકીકતમાં, પનીરમાં પ્રોટીન અને ચરબી એક જ પ્રમાણમાં સામેલ હોય છે. તો, હવે એવામાં સવાલ ઉઠે છે કે શું પનીર ખાવાથી આપણે ફિટ થઇશું કે પછી જાડા ? અહીં વાંચો સમ્પૂર્ણ માહિતી...

paneer health benefits

પનીરમાં શું હોય છે : પનીર દૂધને ફાડીને તૈયાર કરવામાં આવે છે. તેને બનાવતી વખતે જે પાણી બચી જાય છે, તે "પ્રોટીન" હોય છે. સામાન્યતઃ લોકો આ પાણીને ફેંકી દે છે, પરંતુ જો આપે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું છે, તો તેને પી જાઓ. પનીર કાર્બોહાઇડ્રેટ્સ, ફૅટ્સ તેમજ પ્રોટીનથી બનેલું ઉત્પાદન છે.

100 ગ્રામ પનીરમાં આપને થોડાક પ્રમાણમાં કાર્બન, 8 ગ્રામ પ્રોટીન અને 8 ગ્રામ ફૅટ્સ મળશે. આમ, પનીરને નથી સમ્પૂર્ણપણે પ્રોટીન કે નથી ફૅટનું સ્રોત ગણી શકાય છે. જો આપ પનીરને સંતુલિત રીતે ખાશો, તો આપ જાડા નહીં, પણ ફિટ બનશો.

પનીર ખાવાનો સમય
પનીરને ક્યારેય પણ એક્સરસાઇઝ કરતા પહેલા કે પછી ન ખાવુંજોઇએ, કારણ કે આપના બૉડીને ફૅટની જરૂર નથી. તેમાં મોજૂદ ફૅટ આપની પાચન ક્રિયાને મંદ કરી દેશે. પનીરને રાત્રે સૂવાનાં ેક કલાક પહેલા ખાઈ શકાય છે.

સૂતી વખતે આપણી માંસપેશીઓ અને લંબાઈ વધી જાય છે કે જેના માટે આપણા શરીરને પ્રોટીનની જરૂર પડે છે. એવામાં પનીર ખાવું એક સારો ઑપ્શન હોય છે. આપઇચ્છો તો તેને દિવસનાં સમયે પણ ખાઈ શકો છો, પરંતુ તેને વધુ પ્રમાણમાં ખાવાથી બચવું જોઇએ.

English summary
Paneeer contains the same amount of protein and fats. So, the instant question that pops up in our mind that if paneer is making us fit or fat? Here’s what you need to know:
Story first published: Monday, December 26, 2016, 14:25 [IST]
X
Desktop Bottom Promotion