For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખાલી પેટે પાણી પીવાથી શું ખરેખર વજન ઓછું થાય છે? 

By Karnal Hetalbahen
|

આ તો બધા જાણે છે કે પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે. પાણીમાં થોડીક પણ કેલેરી હોતી નથી જેથી તમે તેને વજન ઓછું કરવા માટે પણ પી શકો છો. ત્યારે પણ પાણી પીવો છો, ત્યારે આ તરલ પદાર્થ શરીરમાં જઇને તમારા અંગોને કામ કરવાની શક્તિ પ્રદાન કરે છે.

પાણી તમારી માંસપેશીઓને કોમળતા પ્રદાન કરે છે, અંગોમાં જામી ગયેલી ગંદકીને બહાર કાઢે છે અને કોશિકાઓ સુધી જરૂરી પોષક તત્વોને લઇ જઇને તેમની ઉર્જાનું સ્તર વધારવાનું યોગદાન કરે છે. આ સાથે-સાથે ખાતા પહેલાં પાણી પીવાથી તમારું પેટ ભરાઇ જાય છે જેથી તમે કેલેરી ઓછી ખાવ છો.

Does Drinking Water On An Empty Stomach Help You Lose Weight

પાણી પીવાથી વજન કેવી રીતે ઓછું થાય છે

2010ના એક અધ્યનમાં, વર્જીનિયા ટેક પોષણ પ્રોફેસર અને શોધકર્તા બ્રેંડા ડેવીએ ભોજન પહેલાં પાણી પીવા અને વજન ઘટવા વચ્ચેના સંબંધો પર અધ્યન કર્યું. એક મોટા ઓબીઝ ગ્રુપ અને

ઓવરવેટ પ્રતિભાગીઓએ જમતાં પહેલાં એટલે કે ખાલી પેટ બે કપ પાણી પીધું, પરંતુ અન્ય લોકોને પાણી પીધું નહી અને લો કેલેરી ડાયટ પર ટકી રહ્યાં. 12 અઠવાડિયા બાદ, જે ગ્રુપના લોકોએ

પાણી પીધું હતું, તેમણે 30 ટકા વજન ઘટાડ્યું.

આવું કેમ થાય છે?

જો કે, જોઇ દાવા સાથે એમ ન કહી શકે કે ખાલી પેટ પાણી પીવાથી વજન ઓછું થઇ જાય છે. પરંતુ ખાલી પેટ પાણી પીવાથી ભૂખ દબાઇ જાય છે અને પેટ ભરેલુ મહેસુસ થવા લાગે છે અને સાથે જ

પાણીમાં બિલકુલ કેલેરી જ હોતી નથી. આ સાથે જ આ રણનીતિ ત્યારે પણ કામ કરે છે, જ્યારે ક્યારેક ક્યારેક ભૂખ લાગે છે, જો કે હકિકતમાં તરસ હોય છે. પરંતુ પાણી પીવાના બદલે જમવા લાગો

છો. પાણી તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદગાર થાય છે અને જો શરીરમાં થોડી પણ પાણીની ઉણપ થઇ ગઇ હોય તો સમજો કે તમારું મેટાબોલિઝ્મ રેટ ડાઉન થઇ જશે.

શરીરમાંથી નિકળે છે ગંદકી

ખાલી પેટ પાણી પીવાથી તમારા શરીરમાંથી ગંદકી બહાર નિકળે છે. તમે જેટલું વધુ પાણી પીશો, એટલું તમારું શરીર સાફ રહેશે. આ ઉપરાંત પેટમાં ગેસ અને એસિડિટી પણ થશે નહી.

મેટાબોલિઝ્મ રેટ 24 ટકા સુધી વધે છે

ખાલે પેટે પાણી પીવાથી તમારું મેટાબોલિઝ્મ રેટ 24 ટકા સુધી વધે છે, જેથી શરીર પર ચરબી ચઢતી નથી. તેનાથી તમારા ભોજનને પચાવવામાં પણ મદદ મળે છે.

બધા રોગોમાંથી મળે છે છુટકારો

આપણા સ્વાસ્થ્ય માટે પાણી ખૂબ જરૂરી છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટે પાણી પીશો તો તમારું વજન ઓછું થાય ન થાય પરંતુ તમને સિઝનલ રોગોથી જરૂર છુટકારો મળશે. આ આપણી

પ્રતિરક્ષા પ્રણાલીને સ્વસ્થ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તેનાથી આપણને તમામ સંક્રમણ અને બિમારીઓમાંથી છુટકારો મળે છે.

Read more about: water weightloss obesity health
English summary
Since water is calorie-free and there is so much of it already in our bodies, it may seem as if it can’t make a great difference in weight-loss efforts.
Story first published: Wednesday, November 15, 2017, 11:14 [IST]
X
Desktop Bottom Promotion