For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જેમને ઊંઘ નથી આવતી, તેઓ જાણે 30 સેકન્ડમાં ઊંઘી જવાની આ ટેક્નિક

By Lekhaka
|

આ માસ્ટર ટેક્નિક અપનાવી અને આ સરળ પ્રક્રિયા દ્વારા આપ ટુંકમાં જ ઊંઘી શકો છો. 30 સેકન્ડમાં કેવી રીતે ઊંઘી શકાય ? આ જાણવા માટે આ લેખ વાંચો.

શું આપને તેવા લોકો સામે ઈર્ષ્યા થઈ આવે છે કે જેઓ પથારીમાં પડતા જ ઊંઘી જાય છે ? આ લેખમાં અમે આપને એક એવી સરળ ટેક્નિક બતાવીશું કે જેનાથી આપ પણ પથારીમાં પડતા જ ઊંઘી જશો.

tricks to fall asleep quickly

હા જી, આ સાચું છે. જો આપ વહેલા સૂવાની આ ટેક્નિક જાણવા માંગો છો, તો આ લેખ વાંચો. આ લેખમાં એવી ટેક્નિક્સ જણાવાઈ છે કે જેનાથી આપ 30 જ સેકન્ડમાં સુઈ જશો. આ ટ્રિકથી આપ એવી રાત્રિઓથી બચી જશો કે જ્યારે આપને ઊંઘ નથી આવતી. આપનાં જીવનમાં આપે એવી અનેક રાત્રિઓ પસાર કરી હશે.

આ પ્રક્રિયાને આપ પોતાનાં હિસાબે ક્યારેય પણ અને ક્યાંય પણ કરી શકો છો. તેના માટે આપને કોઇક ઉપકરણની પણ જરૂર નથી.

પ્રક્રિયા :

* સૌપ્રથમ વ્હૂશ અવાજ કરતાં મોઢાથી શ્વાસ છોડો.

* મોઢું બંધ કરી નાકથી ધીમે-ધીમે શ્વાસ લો.

* પોતાનાં શ્વાસને સાત ગણવા સુધી રોકો.

* હવે આઠ ગણવા સુધી મોઢાથી શ્વાસ છોડતા રહો.

* ફરીથી શ્વાસ લો.

* કુલ ચાર શ્વાસો માટે આ ચક્રને ત્રણ વાર દોહરાવો.

આમ કરતાં આપે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે પ્રમાણ યોગ્ય હોય અને ઊંડા શ્વાસ લો અને છોડો. આ વ્યાયામથી હૃદયના ધબકારાનાં દર ઓછા થાય છે અને મગજ પણ શાંત થાય છે. તેનાથી આપ 30 સેકન્ડમાં જ શાંત થઈ સુઈ જાઓ છો. આ ફટાકથી ઊંઘ લાવવાની સૌથી ઉત્તમ ટેક્નિક છે.

English summary
Learn the tricks to fall asleep quickly. Read this article and learn how to get a good sleep.
Story first published: Friday, December 16, 2016, 10:31 [IST]
X
Desktop Bottom Promotion