For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમે જાણો છો આ ખાદ્ય પદાર્થોના સેવનથી PCOS થઈ શકે છે

By KARNAL HETALBAHEN
|

પોલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમ (પીસીઓએસ) હોર્મોન્સ સંબંધી એક મુખ્ય સમસ્યા છે જેનો સામનો આજકાલ મોટાભાગની મહિલોઓ તેમના પ્રજનન ઉંમર દરમ્યાન કરી રહી છે. ઈન્સુલિન પ્રતિરોધ કે એન્ડોક્રાઈન પ્રણાલીના યોગ્ય રીતે કામ ના કરવાના ઉપરાંત નિષ્ક્રિય જીવન શૈલી પણ પીસીઓએસનું એક મુખ્ય કારણ છે તેના ઉપરાંત કેટલાક વિશિષ્ટ ખાદ્ય પદાર્થોના સેવનથી પણ પીસીઓએસ થઇ શકે છે. તેના કેટલાક ચોક્કસ લક્ષણ છે જેમ કે વજન વધવું અને કોઇપણ ઉપાય કરવાથી પણ વજન ઓછું ના થવું.

તમારે એ સમજવું જોઈએ કે જો પીસીઓએસના કારણે વજન વધી રહ્યો છે તેને ઓછો કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. કેમકે તે ઈન્સુલિનના સ્તરના વધારે હોવાથી થાય છે જેના કારણે શરીરમાં ફેટ જમા થવા લાગે છે. પછી તમે પીસીઓએસ ને કેવી રીતે રોકી શકો છો? જો આ સમસ્યાની જાણ જલ્દી થઈ જાય તો તેનાથી સારો ઉપચાર બીજો કોઈ હોઈ જ ના શકે.

જો તેનો ઉપાય કરવામાં ના આવ્યો તો તેના કારણે બીજી સમસ્યાઓ જેવી કે, હાઇપરટેન્શન, ટાઈપ ૨ ડાયાબિટિઝ અને હદય સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. અહી કેટલાંક ખાદ્ય પદાર્થોની સૂચી આપવામાં આવી છે જેના સેવનથી પીસીઓએસ થઈ શકે છે. આવો જોઈએ:

૧. કેફીન

૧. કેફીન

કોફીમાં રહેલ કેફીન એસ્ટ્રોજનના સ્તરને વધારે છે જે માસિક ધર્મની સાથે સાથે મહિલાઓની પ્રજજન ક્ષમતાને પણ પ્રભાવિત કરે છે. અંતમાં: વધારે માત્રામાં કોફીના સેવનથી પીસીઓએસ થવાની સંભાવના વધી જાય છે.

૨. ઉચ્ચ જીઆઈ ઉત્પાદ:

૨. ઉચ્ચ જીઆઈ ઉત્પાદ:

બિસ્કિટ્સ, વ્હાઈટ બ્રેડ, કેક અને ચોખામાં અને ત્યા સુધી કે આઈસક્રીમમાં પણ ગ્લ્ય્યસમિક ઈન્ડેક્સ (સૂચકાંક) ખૂબ વધારે માત્રામાં હોય છે. આ પ્રકારના ખાદ્ય પદાર્થો જેમાં સરળ કાર્બોહાઈડ્રેડ અને શુગર હોય છે, ઈન્સુલિનના સ્તરને વધારે છે. તેનાથી પીસીઓએસ થવાની સંભાવના પ્રત્યક્ષ રીતે વધી જાય છે.

૩. દારૂ

૩. દારૂ

દારૂની વધારે માત્રામાં સેવન કરવાથી હોર્મોન્સમાં અસંતુલન આવી જાય છે જેનાથી શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર વધી જાય છે. તેના કારણે પીસેઓએસ થઇ શકે છે.

૪. ડેરી ઉત્પાદક:

૪. ડેરી ઉત્પાદક:

દૂધ તથા દૂધથી બનેલા પદાર્થોના વધારે પડતા સેવનથી ટેસ્ટોસ્ટરાનનું સ્તર વધી જાય છે કેમકે આ પદાર્થોમાં સેચુરેટેડ ફેટ્સની ભરપૂર માત્રામાં મળી આવે છે. આ જ કારણ છે કે આ પદાર્થોના સેવનથી પીસીઓએસનું જોખમ વધી જાય છે.

૫. સફેદ ખાંડ:

૫. સફેદ ખાંડ:

સફેદ ખાંડનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરમાં ઇન્સુલિનનું સ્તર વધી જાય છે જેથી પીસીઓએસ થવાનો ખતરો રહે છે.

6. રેડ મીટ:

6. રેડ મીટ:

લાલ મીટ (મટન)માં સૌચુરેટેડ ફેટ્સ હોય છે. તેનાથી એસ્ટ્રોજનનું સ્તર વધે છે. જેનાથી વજન વધવા અને પીસીઓએસ થવાની સંભાવના વધી જાય છે.

7. હાઇડ્રોજનીકૃત ખાદ્ય ઉત્પાદ:

7. હાઇડ્રોજનીકૃત ખાદ્ય ઉત્પાદ:

પેકેઝ્ડ ફૂડ અને તળેલા પદાર્થ હાઇડ્રોજનીકૃત ફેટ યુક્ત પદાર્થ છે. તેનાથી મહિલાઓમાં પીસીઓએસ થવાનો ખતરો વધી જાય છે.

English summary
There are varied causes of PCOS, and among these, there are certain foods like dairy products, meat and alcohol, to name a few, that cause PCOS.
Story first published: Thursday, March 9, 2017, 14:27 [IST]
X
Desktop Bottom Promotion