For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા માટે પીવો આ દેશી ડ્રિંક્સ

By Super Admin
|

ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરે જ કેટલાક એવા દેશી પીણા બનાવીને પીવા જોઇએ કે જેથી બહાર નિકળતા આપને લૂ ન લાગે.

ઉનાળાની સીઝન આકરા પાણીએ છે. સવાર થતા જ સખત તડકો અને ગરમ હવાઓ ચાલવા લાગે છે કે જેથી લોકોમાં હીટ સ્ટ્રોકનો ખતરો વધી રહ્યો છો. જો માણસ વધુ વાર સુધી સૂર્યનાં સંપર્કમેં રહે, તો તેને માથાનો દુઃખાવો, ચક્કર, થાક અને નબળાઈ જેવા અનુભવો થવા લાગે છે.

એવામાં જો ધ્યાન ન આપવામાં આવે, તો આ જ લક્ષણો મોટા થઈ હીટ સ્ટ્રોક બની જાય છે. ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરે જ કેટલાક એવા દેશી પીણા બનાવીને પીવો કે જેથી બહાર નિકળતા આપને લૂ ન લાગે.

આજ-કાલ તો દહીં, છાશ, કેરી અને લિંબુ જેવી સરળતાથી મળતી સામગ્રીઓ ઘરે જ મળીજાય છે. તો એવામાં તેમનો ઉપયોગ કરો અને પોતાની જાતને લૂથી બચાવો આવો જાણીએ કેટલાક એવા દેશી ઠંડા પીણા કે જે આપને હીટ સ્ટ્રોકથી બચાવવામાં અસરકારક છે.

પાણી

પાણી

પાણીનો દરજ્જો સૌથી ઉપર છે, કારણ કે આ પ્રકૃતિએ આપણને આપ્યું છે. ગરમીની સીઝનમાં દરેક વ્યક્તિએ પ્રચૂર પ્રમાણમાં પાણી પીવું જોઇએ. તેનાથી શરીર અંદરથી તૃપ્ત રહે છે અને પેશાબ પણ સાફ રહે છે.

ઇલેક્ટ્રૉલાઇટ

ઇલેક્ટ્રૉલાઇટ

પેશાબ અને પરસેવા વડે આપણા શરીરમાંથી ઘણી માત્રામાં ઇલેક્ટ્રૉલાઇટ પણ નિકળી જાય છે, પરંતુ આપ ઇલેક્ટ્રૉલાઇજને બહારથઈ પણ લઈ શકો છો.

નારિયેળ પાણી

નારિયેળ પાણી

નારિયેળ પાણીમાં ઢગલાબંધ ઇલેક્ટ્રૉલાઇટ હોય છે કે જેનાથી પરસેવા દ્વારા નિકળેલુ પાણી પરત મળી જાય છે.

લેમોનેડ

લેમોનેડ

ઘરે જ લેમોનેડ બનાવીને તેમાં થોડુંક મીઠું મેળવો અને પીવો. તે માત્ર ટેસ્ટી જ નથી હોતું, પણ જરૂર પુરતું ઇલેક્ટ્રૉલાઇટ પણ પ્રદાન કરે છે.

નારંગીનું જ્યુસ

નારંગીનું જ્યુસ

આ એક રિહાઇડ્રેટિંગ એજંટ કે જેમાં વિટામિન સી હોય છે અને તેને પીવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે.

તડબૂચનું જ્યુસ

તડબૂચનું જ્યુસ

તડબૂચમાં 92 ટકા પાણી હોય છે. તેથી આપ તેને રોજ ખાઈને પોતાનાં શરીરની ગરમીને દૂર કરી શકો છો અને હીટ સ્ટ્રોકથી બચી શકો છો.

આંબલીનું પાણી

આંબલીનું પાણી

આંબલી સ્વાદમાં ખાટી હોય છે કે જેમાં વિટામિન, મિનરલ્સ અને ઇલેક્ટ્રૉલાઇટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. આપ આંબલીને પાણીમાં ઉકાળી તેને ગાળીને થોડીક ખાંડ મેળવી પી શકો છો. તેનાથી શરીરનું ટેંપરેચર ઉતરશે અને પેટ પણ સ્વસ્થ રહેશે.

છાશ

છાશ

છાશમાં ઢગલાબંધ પ્રોબાયોટિક, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેથી તે ઉનાળામાં પીવાતાં સૌથી મહત્વનાં પીણાંમાંનું એક છે.

શેરડીનો રસ

શેરડીનો રસ

ઉનાળામાં શેરડીનો રસ પીવાથી તરત જ એનર્જી મળે છે. આ જ્યુસ પોટેશિયમ, ગ્લૂકોઝ, એંટી-ઑક્સીડંટ, કૅલ્શિયમ અને મૅગ્નેશિયમથી ભરપૂર હોય છે.

English summary
While there are many ways to beat heat stroke, certain natural drinks not just help in preventing dehydration, but also help to prevent heat stroke.
Story first published: Monday, May 15, 2017, 9:20 [IST]
X
Desktop Bottom Promotion