For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જિમમાં ટ્રેડમિલ પર દોડતી વખતે ન કરો આ ભૂલો

By Lekhaka
|

દોડવું આપણા આરોગ્ય માટે બહુ જ સારૂં હોય છે, પરંતુ આપણે ક્યારેક-ક્યારેક બદલાતી મોસમનાં કારણે આ કામ નથી કરી શકતાં. તેથી જિમમાં મોજૂદ ટ્રેડમિલ આપણા માટે ઉપયોગ કરવો બહુ જ મહત્વનો થઈ જાય છે.

જો આપણે એક્સપર્ટની વાત કરીએ, તો ટ્રેડમિલ હંમેશાથી જ દોડવા માટે એક સારૂં માધ્યમ છે. ખાસકરીને શહેરોમાં કે જ્યાં બહુ વધારે પ્રદૂષણ હોય છે, તેથી જિમ જઈ ટ્રેડમિલનો ઉપયોગ કરવો આપણા માટે સારૂં રહે છે.

જોકે બહુ મોટી સંખ્યામાં લોકો આ ટ્રેડમિલનો ઉપયોગ પોતાની ફિટનેસ જાળવી રાખવા માટે કરે છે, પરંતુ તેમાંના મોટાભાગનાં લોકો પોતાની ફિટનેસને સારી કરવાનાં ચક્કકરમાં કેટલીક નાની-નાની ભૂલો પણ કરે છે. અહીં અમે લોકો દ્વારા ટ્રેડમિલ ઉપયોગ કરવામાં થતી કેટલીક ભૂલો વિશે જણાવીશું.

1. વૉર્મઅપ ન થવું :

1. વૉર્મઅપ ન થવું :

ઘણા બધા લોકો ટ્રેડમિલ પર આવતા જ ઝડપથી દોડવાનો પ્રયત્ન કરવા લાગે છે કે જેથી તેઓ જલ્દી જ થાકી જાય છે અને તેનો પૂરો ફાયદો નથી ઉઠાવી શકતા. તેથી ટ્રેડમિલ પર આવ્યા બાદ પહેલા ધીમે-ધીમે લગભગ 5 મિનિટ સુધી ચાલો. તે પછી આપ પોતાની સ્પીડને વધારી જૉગિંગ સ્વરૂપમાં પોતાની જાતને તબ્દીલ કરો અને તે પછી ઝડપથી દોડવાનું શરૂ કરો. બરાબર આવું જ આપ પોતાનું સેશન ખતમ કરવા માટે કરો અને ધીમે-ધીમે પોતાને સ્લો પૉઝિશનમાં લાવો. આવુ નથી કે આ ટેક્નિક આપના માટે સેફ જ છે, પરંતુ આવું કરવાથી આપ વહેલા થાકશો નહીં અને આ ટ્રેડમિલનો પૂરો ફાયદો લઈ શકશો.

2. બહુ ધીમે દોડવું :

2. બહુ ધીમે દોડવું :

જો આપ ટ્રેડમિલ પર તેજ દોડવાના સ્થાને જરૂર કરતા ધીમે દોડો છો, તો આપ પોતાની ફિટનેસ ગોલ સરળતાથી નહીં પામી શકો. એક્સપર્ટનું માનવું છે કે સામાન્ય રીતે આ જોવામાં આવે છે કે લોકો જેટલુ ઝડપથી મેદાન પર દોડે છે, તેની સરખામણીમાં તેઓ ટ્રેડમિલ પર બહુ જ ધીમે-ધીમે દોડે છે. આનાથી આપને પોતાની ફિટનેસને સારી રાખવા માટે બહુ મહેનત કરવી પડશે.

3. શરીરના ઝોકની અવગણના કરવી :

3. શરીરના ઝોકની અવગણના કરવી :

ટ્રેડમિલમાં દોડવાનાં બે પૅરામીટર હોય છે. એક તો સ્પીડ અને બીજો ઝોક. આપણા લોકોમાંથી મોટાભાગનાં લોકો માત્ર સ્પીડ પર જ ધ્યાન આપે છે અને શરીરનાં ઝોકની અવગણના કરે છે. જો આપ શરીરનાં ઝોકને 0 ટચકાએ જ રાખશો, તો આપને કોઈ ખાસ ફાયદો નથી થવાનો, કારણ કે આપ પોતાનાં શરીરને બહાર દોડવા દરમિયાન મળનાર પ્રતિરોધ મુજબ ટ્રેડમિલ પર નથી ઢાળી રહ્યાં.

4. ખોટી પૉઝિશનમાં ટ્રેડમિલ કરવું :

4. ખોટી પૉઝિશનમાં ટ્રેડમિલ કરવું :

ટ્રેડમિલ કરતી વખતે આ ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે આપનું શરીર યોગ્ય પૉઝિશનમાં રહે કે જેથી આપ તેનો લાભ લઈ શકો. જો આપ ટ્રેડમિલ વડે પોતાની કૅલોરીને ઓછી કરવા માંગો છો, તો તેને કરતી વખતે પોતાનું આખુ વજન પોતાનાં પગો પર આપો અને પોતાનાં હાથોને સ્થિર રહેવા દો. આને કરતી વખતે આપ આ ધ્યાન આપો કે આપના ખભા અને આપની બાજુઓ હંમેશા જ આપના પગોની ગતિ મુજબ જ રહે, ત્યારે આપ તેનો ફાયદો લઈ શકશો.

5. આને બોરિંગ બનાવવું :

5. આને બોરિંગ બનાવવું :

કેટલાક બદલાવી લાવી આપ આ ટ્રેડમિલને વધુમાં વધુ મસ્તી સાથે કરી શકો છો. જેમ કે જો આપને લાગે છે કે આપ બોર થઈ રહ્યા છો, તો આપ મ્યુઝિકનો ઉપયોગ કરી શકો છો.

અમારી સલાહ : હા જી, ટ્રેડમિલ કરતી વખતે આ નાની-નાની ભૂલો છે કે જે આપણે લોકો સામાન્ય રીતે કરીએ છીએ કે જેનાથી આપણને નુકસાન થાય છે. જો આપ પોતાનાં બૉડીને યોગ્ય શેપમાં રાખવા માંગો છો, તો કેમ નહીં આપ કંઇક એક્સટ્રા કરો કે જેથી આપ તેનો યોગ્ય લાભ લઈ શકો. તેથી આપ ઉપર જણાવેલી રીતો અપનાવો અને ટ્રેડમિલનો પૂરો લાભ લો.

English summary
Here are some of the most common treadmill blunders that athletes fall prey to.
Story first published: Tuesday, November 7, 2017, 10:47 [IST]
X
Desktop Bottom Promotion