For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું ડાયાબિટીસનાં દર્દી પણ પપૈયું ખાઈ શકે છે ?

આ વાતમાં કોઈ બેમત નથી કે ફળ ગળ્યા હોય છે, પરંતુ તેમાં પ્રાકૃતિક શુગર હોય છે અને તેમનામાં મોજૂદ વિટામિન, ફાયબર તથા એંટી-ઑક્સીડંટ્સ ડાયાબિટીસનાં દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.

By Lekhaka
|

જ્યારે વાત ડાયાબિટીસની આવે છે, ત્યારે કંઈ પણ ગળ્યું ખાવું જોખમકારક કામ હોઈ શકે છે, કારણ કે ગળ્યું ખાવાથી બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય છે. તેનાં કારણે જ મોટાભાગે ડાયાબિટીસનાં દર્દીઓ નૅચરલી સ્વીટ એટલે કે પ્રાકૃતિક રીતે ગળ્યા ફળો પણ નથી ખાતાં, પરંતુ આ ખોટું છે.

ઘણા એક્સપર્ટ્સનું એમ કહેવું છે કે ડાયાબિટચીસનાં દર્દીઓમાં આ વાતને લઈને કેટલીક ગેરસમજણો છે કે કયું ફળ ખાઇએ અને કયું નહીં. ડાયાબિટીસનાં દર્દીઓ, જેમનું શુગર કંટ્રોલમાં હોય, તેઓ દરેક પ્રકારનાં ફળો ખાઈ શકે છે, પણ મર્યાદિત પ્રમાણમાં.

આ વાતમાં કોઈ બેમત નથી કે ફળ ગળ્યા હોય છે, પરંતુ તેમાં પ્રાકૃતિક શુગર હોય છે અને તેમનામાં મોજૂદ વિટામિન, ફાયબર તથા એંટી-ઑક્સીડંટ્સ ડાયાબિટીસનાં દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.

can diabetic patients eat papaya

1. શુગરનું પ્રમાણ ઓછું :

જો આપ પૈપાયાનાં પૌષ્ટિક ગુણો જુઓ, તો આપને ખબર પડશે કે તેમાં ઓછું શુગર હોય છે (1 કપ કાપેલા પપૈયામાં 8.3 ગ્રામ). છતાં પણ આ ફળ બહુ ગળ્યું હોય છે. તેથી જ આ ફળ ડાયાબિટીસનાં દર્દીઓ માટે પરફેક્ટ હોય છે.

2. તેમાં વિટામિન એ,

વિટામિન સી, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, આયર્ન વગેરેનો સમાવેશ થાય છે કે જે આપને હૃદય રોગોથી દૂર રાખશે. તેની હાઇપોગ્લાઇસેમિક પ્રકૃતિનાં કારણે પપૈયું ડાયાબિટીસ સંબંધી હૃદય રોગને રોકી શકે છે.

3. ફાયબર પણ હોય છે ભરપૂર :

પપૈયામાં ફાયબર અને સાથે કેટલાક અન્ય એંટી-ઑક્સીડંટ્સ પણ હોય છે કે જેનાં કારણે ડાયાબિટીસનાં દર્દીઓનો હૃદયની બીમારીઓમાંથી બચાવ થાય છે. અભ્યાસમાં આ વાત સામે આવી છે કે પપૈયું એક્સ્ટ્રૅક્ટ ટાઇપ 2 ડાયાબિટીસની વધવાની ગતિને રોકવાનું કામ કરે છે.

4. ગ્લાઇસેમિક ઇંડેક્સ ઓછું હોય છે.

પપૈયામાં ગ્લાઇસેમિક ઇંડેક્શ પણ બહુ ઓછા પ્રમાણમાં હોય છે. તેનો અર્થ છે કે તે પોતાનું નૅચરલ શુગર ધીમે-ધીમે રિલીઝ કરે છે કે જેથી આપનું બ્લડ શુગર ઝડપથી ન વધે.

આ જ કારણસર પપૈયું ડાયાબિટીસનાં દર્દીઓએ જરૂર ખાવું જોઇએ, પરંતુ તે પહેલા તેમણે પોતાનાં તબીબનો અભિપ્રાય લઈ લેવો જોઇએ કે તેમને કેટલા પ્રમાણમાં પપૈયું ખાવું જોઇએ. આ ડાયાબિટીસનાં સ્ટેજ પર નિર્ભર કરે છે કે આ ફળનું કેટલું પ્રમાણ ખાવું યોગ્ય રહેશે.

English summary
There are certain fruits that diabetic individuals can eat. Know about one of the fruits and its benefits for diabetic patients, here on Boldsky.
Story first published: Thursday, July 13, 2017, 11:05 [IST]
X
Desktop Bottom Promotion