For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હાડકાંનો સૂપ: તેનો એક કટોરો ખાવાથી બને છે સ્ટીલ જેવી બોડી

By Karnal Hetalbahen
|

જો તમે પણ કોઈ નોનવેઝ રેસ્ટોરેન્ટમાં જાઓ તો તમને ત્યાં ખાવાની લિસ્ટમાં બોન બ્રોથ એટલે કે હાડકાંનો સૂપ જરૂર લખેલું મળી જશે. આજકાલ બોન બ્રોથ નોનવેઝ લવર્સની વચ્ચે ઘણી લોકપ્રિય થઈ રહ્યું છે કેમકે તેમાં વધારે પ્રમાણમાં પોષ્ટિક તત્વ મળી આવે છે.

આજ કારણ છે કે દુનિયાભરના હેલ્થ એક્સપર્ટ પણ તેને કોઈ પણને ખાવાની સલાહ આપે છે. આ બોન બ્રોથ ચિકનના હાડકાંને ધીમી આંચ પર ઉકાળીને તૈયાર કરવામાં આવે છે.

Bone broth health and nutritional benefits

તમને જાણીને નવાઈ લાગશે કે હાડકાંની અંદર એન્ટ ઈફ્લેમેટરી, પ્રોટીન, હેલ્દી ફેટ અને મિનરલ્સ મળી આવે છે. હાડકાંને ધીમી આંચ પર બનાવો અને તેમાંથી કોલેજન, ગ્લાઈસિન, પ્રોલાઈન, અને ગ્લૂટામાઈન વગેરે પદાર્થ નીકળે છે જે શરીર માટે ઘણાં લાભદાયક છે.

જે લોકોના ઘુંટણમાં તકલીફ રહે છે તેમને આ સૂપ જરૂર પીવો જોઈએ કેમકે બોન સૂપમાં ગ્લૂકોસ્માઈન, કોંડ્રોટિન, સલ્ફેટ અને બીજા તત્વ મળી આવે છે જે સાંધાને મજબૂત કરે છે. આવો જાણીએ કે બોન સૂપ તમારી હેલ્થ માટે કઈ રીતે ફાયદાકારક છે.

૧. ડાયરિયા ઠીક કરે

૧. ડાયરિયા ઠીક કરે

જે લોકોનું પેટ સાફ નથી રહેતુ કે પછી ડાયરિયા છે, તેમના માટે આ સૂપ સારો છે. તેમાં જિલેટિન હોય છે જે કે પાચન તંત્રની ઉપરી પરતને બચાવવાનું કામ કરે છે અને પોષણને સરળતાથી પચાવે છે.

૨. શરદી-ખાંસી અને ફ્લુથી બચાવે છે

૨. શરદી-ખાંસી અને ફ્લુથી બચાવે છે

એક સ્ટડીમાં વાત સામે આવી છે કે જેમને શ્વાસ સંબંધી ઈન્ફેક્શન રહે છે તેમને ચિકન સૂપ પીવો જોઈએ, જેનાથી શરીરમાં વાઈડ બ્લડ સેલ્સનો વધારો થાય. આ રીતે ફ્લુ પણ દૂર થાય છે.

૩. સાંધાના દુખાવો અને સોજામાં આરામ

૩. સાંધાના દુખાવો અને સોજામાં આરામ

તેમાં મળી આવનાર glucosamine નવા કોલેજનને વધારે છે અને સાંધાને રીપેર કરે છે જેનાથી દુખાવો અને સોજા ઓછા થાય છે. તો જો તમારા ઘુંટણમાં વધારે દુખાવો રહેતો હોય તો હમણાં જ ચિકનનો સૂપ પીવાનો શરૂ કરી દો.

૪. વાળ, નખ અને સ્કિન માટે સારો

૪. વાળ, નખ અને સ્કિન માટે સારો

આ કોલેજનથી ભરપૂર હોય છે. તે નખ, ત્વચા અને વાળને ખૂબસૂરત બનાવે છે.

૫. ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે

૫. ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે

તેમાં વધારે મિનરલ્સ, વિટામીન અને બીજા તત્વ મળી આવે છે જે કે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે, જેનાથી તમે દરેક બીમારીથી બચો છો.

૬. હાડકાંને મજબૂત બનાવે

૬. હાડકાંને મજબૂત બનાવે

આ સૂપમાં ઘણા બધા કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિમ હોય છે જે કે હાડકાંને મજબૂત બનાવે છે. જો તમારા હાડકાંમા કેલ્શિયમ ઓછું થઈ ગયું હોય તો તેની ઉણપને પણ પૂરી કરશે.

૭. સરળતાથી બને

૭. સરળતાથી બને

તેને બનાવવો ઘણો સરળ છે. તેને બસ એક ઉંડા વાસણમાં નાંખો અને સૂઈ જાઓ, આખી રાત તેને ધીમી આંચ પર થવા દો. પછી તેને સર્વ કરો.

૮. એનર્જી આપે

૮. એનર્જી આપે

તેને પીધા પછી તમને શરીરમાં ઉર્જાનો અનુભવ થશે. તે થાકને દૂર કરે છે. આ બીમાર લોકોને એનર્જી આપે છે.

૯. સોજાથી છુટકારો અપાવે

૯. સોજાથી છુટકારો અપાવે

બોન બ્રોથમાં એન્ટ ઈફ્લેમેટરી એમિનો એસિડ ગ્લાઈસીન અને પ્રોલાઇન હોય છે, જેનાથી શરીરનો સોજો ઓછો થાય છે.

English summary
Health benefits of bone broth or benefits of gelatin bone broth are many. Bone broth is good for you. Bone soup broth skin benefits & nutrients in bone soup.
Story first published: Friday, December 1, 2017, 12:09 [IST]
X
Desktop Bottom Promotion