For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો સવારે ભરપેટ નાશ્તો કરવાથી કેવી રીતે ઓછું થાય છે વજન ?

By Lekhaka
|

જો આપ પોતાની વધતી કંમરને ઓછી કરવા માંગો છો, તો આપે નાશ્તો જરૂર કરવું જોઇએ, કારણ કે તે આપનું બૉડી માસ ઇંડેક્સ (બીએમઆઈ) જાળવી રાખવામાં મદદ કરી શકે છે ! આમ શોધકર્તાઓનું કહેવું છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ ત્રણથી વધુ વખત ભોજન કરે છે અને ડિનરમાં વધારે ખાય છે, તેમનું બીએમઆઈ અધિક હોઈ શકે છે અને તેમને વિવિધ બીમારીઓનો જોખમ પણ વધુ હોય છે.

health benefits of breakfast

લોમા લિંડા યુનિવર્સિટીનાં શોધકર્તાઓ મુજબ જો આપ ભરપેટ નાશ્તો કરો છો અને લંચ કરો છઝો, તો તેનો મતલબ છે કે આપ એક રીતે 18 કલાક ઉપવાસ કરી લો છો, કારણ કે આપ રાત્રે ખાવાનું નથી ખાતા. આવું કરવું વજન ઘટાડવની એક શાનદાર રીત છે.

જર્નલ ઑફ ન્યૂટ્રિશનમાં પ્રસિદ્ધ અભ્યાસ માટે ટીમે 50,000થી વધુ લોકોનો શોધમાં સમાવેશ કરવામાં આવ્યો. અભ્યાસમાં આ તારણ નિકળ્યું કે ભરપેટ નાશ્તો કરનારાઓનું વજન ઓછુ થયુ હતું.

શોધકર્તાઓ મુજબ જે લોકો સવારે વધુ કૅલોરી લેતા હતાં, 60 વર્ષની વય પહેલા તેમનામાં ઓછું વજન જોવામાં આવ્યુ હતું. 60 વર્ષની ઉંમર બાદ સામાન્ય લોકોની સરખામણીમાં વજન ઘટવાનો મોટો અંતર જોવામાં આવ્યો.

English summary
Want to reduce that ever-burgeoning waistline? Make breakfast the largest meal of the day as it may help maintain your body mass index (BMI), researchers say.
X
Desktop Bottom Promotion