For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એલોવેરા જ્યુસનાં ફાયદા જ ફાયદા

By Super Admin
|

એલોવારા કે જેને ઘૃતકુમારી પણ કહેવાય છે, તે એક પ્રકારનું નાનકડુ કાંટાળ રોપો હોય છે. તેના પાંદડાઓમાં બહુ બધુ લિક્વિડ ભરેલું હોય છે કે જે શરીરને સ્વસ્થ બનાવે છે. તેના જ્યૂસનો સ્વાદ થોડોક કડવો હોય છે, પણ આજ-કાલ માર્કેટમાં તેનું જ્યૂસ ઘણી ફ્લેવર્સમાં મળે છે. તેથી આપ સરળતાથી તેને સ્વાદ સાથે પી શકો છે.

એલોવરા જ્યૂસમાં એંટી-ઑક્સીડંટ્સ પણ પ્રચૂર પ્રમાણમાં હોય છે કે જે શરીરની મોટાભાગની બીમારીઓને સાજી કરી દે છે. તેને પીવાથી શરીરનાં પ્રતિરોધક ક્ષમતા અને પ્રતિરક્ષણ ક્ષમતા બંનેનો જ વિકાસ થાય છે. તેને પીવાથી શરીરમાં ઓછા થતા પોષક તત્વોની પણ પૂર્તિ થઈ જાય છે. એલોવેરા જ્યૂસના ફાયદા નીચે મુજબનાં છે :

એલોવેરા જ્યુસનાં ફાયદા જ ફાયદા

1. ડિટૉક્સ જ્યૂસ :
એલોવેરા જ્યૂસ એક સારૂં ડિટૉક્સીફિકેશન કરનાર પીણુ પદાર્થ છે. આપણા શરીરમાં ઘણા પ્રકારના ઝેરીલા તત્વો હોય છે કે જે સ્કીન ખરાબ કરી દે છે અને બૉડી સિસ્ટમ પર ગંદી અસર નાંખે છે. પ્રદૂષણ, જંક ફૂડ, અનહૅલ્થી લાઇફ સ્ટાઇલ તથા કેટલીક ગંદી આદતો જેમ કે સ્મૉકિંગ કે ડ્રિંકિંગ વિગેરેથી બૉડીમાં ઝેરી તત્વો પેદા થાય છે. જો આપ દરરોજ એલોવેરા જ્યૂસનું સેવન કરો, તો આ તત્વો શરીરમાંથી ખતમ થઈ જાય છે અને શરીરને જ્યૂસના વિટામિન તથા મિનરલ્સ મળે છે કે જે બૉડીને સ્વસ્થ બનાવે છે.

2. વજન ઘટાડવું
દરરોજ એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવાથી વજન ઘટે છે અને યોગ્ય રહે છે. તેને પીવાથી પાચન ક્રિયા પણ સ્વસ્થ રહે છે. એલોવેરા જ્યૂસમાં ઘણા પોષક તત્વો હોય છે કે જે શરીરને નબળુ નથી પડવા દેતા. તેને પીવાથી પળે-પળે ખાવાની અને મંચિંગ કરવાની ટેવ પણ દૂર થઈ જાય છે.

3. દાંતો માટે ફાયદાકારક :
એલોવેરા જ્યૂસમાં એંટી-માઇક્રોવાઇલ પ્રૉપર્ટી હોય છે કે જે દાંતોને સાફ અને જર્મ-ફ્રી રાખે છે. એલોવેરા જ્યૂસને માઉથ ફ્રેશનર તરીકે પણ વાપરી શકાય છે. એલોવેરા જ્યૂસને મોઢામાં ભરવાથી છાળા-ચાંદા અને રક્તસ્રાવને પણ રોકી શકાય છે. આ રીતે, એલોવેરા જ્યૂસ દાંતોની સમસ્યા માટે પણ ફાયદાકારક છે.

4. એનર્જી બૂસ્ટર :
એલોવેરા જ્યૂસ એસ જાતનું એનર્જી ડ્રિંક છે કે જેને દરરોજ પીવાથી એનર્જી આવે છે. જ્યૂસમાં ઘણા પોષણ તત્વો, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે કે જે બૉડી સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે અને તેને એનર્જી આપે છે. તેને પીવાથી શરીરની પ્રતિરક્ષણ ક્ષમતા પણ વધે છે.

5. હૅલ્થી સ્ક્રીન અને હૅર :
એલોવેરા જ્યૂસના સેવનથી ખરાબ ત્વચા સાજી થઈ જાય છે અને તેમાં નિખારઆવે છે. એલોવેરા જ્યૂસના નિયમિત સેવલનથી સ્કિન કાયમ યંગ અને બ્રાઇટર લાગે છે. એવું જ વાળ સાથે પણ થાય છે. એલોવેરા જ્યૂસ પીવાથી વાળમાં શાઇન આવે છે, ખોડા દૂર થાય છે અને ટેક્સ્ચર પણ સારૂ થઈ જાય છે. આ એલાવેરા જ્યૂસનાં કેટલાક મુખ્ય ફાયદાઓ છે.

English summary
Aloe vera juice consists of ample amount of nutrients, minerals and vitamins that are essential for the body. Aloe juice is thus considered healthy and should be taken once a day.
Story first published: Friday, October 14, 2016, 13:07 [IST]
X
Desktop Bottom Promotion