For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દહીં ખાવાથી આપની પાસે ફરકશે પણ નહીં આ 8 ગંભીર બીમારીઓ

By Lekhaka
|

દહીંમાં સારા બૅક્ટીરિયા હોય છે કે જે શરીરમાં હાજર વિવિધ સૂક્ષ્મજીવો સામે લડી પ્રતિરક્ષણ પ્રણાલી મજબૂત કરે છે. જોકે દહીંનાં અનેક છુપા લાભો છે કે જે દહીં ખાનારાઓને ખબર હોવી જોઇએ.

ભલે નાશ્તામાં પરોઠા સાથે હોય કે બપોરમાં છાશ બનાવીને, ભારતીય ભોજનમાં દહીં બહુ લોકપ્રિય છે. દહીંનો હળવો ખાટો સ્વાદ સૌને પોતાનું મનગમતુ બનાવી દે છે. દહીં માત્ર આપનાં ભોજનનો ટેસ્ટ જ નથી વધારતો, પણ આપનાં આરોગ્યને પણ બહુ બધા ફાયદાઓ પહોંચાડે છે.

benifits of eating curd

ચાલો જાણીએ દહીં ખાવાથી આપનાં આરોગ્યને કયા-કયા ફાયદાઓ થાય છે :

  • નિયમિત રીતે દહીં ખાવાથી રક્તનાં પ્રવાહમાં સુધારો થાય છે અને નબળાઈ દૂર થાય છે. દૂધ દહીંનું રૂપ લે છે, તેનાં શુગર એસિડમાં પરિવર્તિત થઈ જાય છે કે જે પાચનમાં મદદ કરે છે.
  • દૈનિક જીવનમાં દહીંના ઉપયોગથી આપને આંત્ર રોગો અને પેટ સાથે જોડાયેલીબીમારીઓથી બચવામાં મદદ મળે છે.
  • જો આપને પેટમાં ગરમી અનુભવાતી હોય, તો આપે ભાત સાથે દહીં ખાવુ જોઇએ.
  • દહીં હાડકાઓને મજબૂત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં કૅલ્શિયનું ઉચ્ચ પ્રમાણ છે કે જે હાડકાઓનાં વિકાસમાં સહાયક છે.
  • દહીં હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર રોકે છે. આ ઉપરાંત દહીં વધતું કૉલેસ્ટ્રૉલ રોકે છે અને હૃદયના ધબકારા કાબૂમાં રાખે છે.
  • મસાથી પીડિત લોકો દહીં અને છાશ પી શકે છે. તેનાથી તેમને રાહત મળશે.
  • અનિદ્રા રોગથી પીડિતા લોકોએ દહીં ખાવું જોઇએ. તેનાથી તેમને શ્રેષ્ઠ ઊંઘ આવેછે.
  • જો આપ સામાન્યરીતે અલ્સરથી પીડાતા રહેતા હોવ, તો પોતાનાં મોઢામાં દિવસમાં બે વાર દહીં લગાવો. તેનાથી મોઢાના ચાંદાનો ઇલાજ થાય છે.

English summary
There are good bacteria in curd, which strengthen the immune system by fighting different microorganisms present in the body. Although there are many hidden benefits of curd, those who eat yogurt should know
Story first published: Thursday, September 28, 2017, 12:01 [IST]
X
Desktop Bottom Promotion