For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગરમીમાં લૂ થી બચાવે અને શરીરને રાખો ઠંડુ, બિલીનો શરબત

By KARNAL HETALBAHEN
|

ગરમી ખૂબ વધારે છે અને આ ગરમીથી બચવા માટે લોકોએ પોતાને તરોતાજા રાખવા માટે દેશી ઠંડા પ્રયોગ કરવાનું શરૂ કરી દીધું છે. જ્યાં લોકોની પસંદ કેરી હોય છે ત્યાં જ ઘણા લકોને બિલીનો શરબત પણ ખૂબ ભાવે છે.

બિલી એક એવું ફળ છે જેનાથી ના ફક્ત લૂ દૂર કરી શકાય છે પંરતુ સ્વાસ્થ્ય પણ નિખારી શકાય છે. આયુર્વેદમાં તેના ઘણા ફાયદાનો ઉલ્લેખ જોવા મળે છે. તેનુ ફળ ખૂબ કઠોર હોય છે પરંતુ અંદરનો ભાગ મુલાયમ, ગુદાવાળો અને બીજયુક્ત હોય છે.

શું તમે જાણો છો કે બિલીના એક ગ્લાસ શરબતમાં તમને ઘણા પ્રકારના પ્રોટીન, બીટા-કેરોટીન, થાયમીન, રાઈબોફ્લેવિન અને વિટામીન સી મળી શરે છે. તો પછી જ્યારે એક ફળ દ્વારા તમને આટલું બધું મળી જ રહ્યું છે.

તો કેમ નઈ તેને પોતાના ડાયેટનો એક ભાગ બનાવી લો. આવો જાણીએ બિલીનો શરબત પીવાના સ્વાસ્થ્ય લાભ:

ડાયાબિટીઝમાં મદદરૂપ

ડાયાબિટીઝમાં મદદરૂપ

બિલીમાં લેક્સાટિવનુ સ્તર વધારે હોય છે. તે શરીરમાં બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત રાખે છે. શરીરમાં ઈન્સુલિન બનાવામાં મદદરૂપ થાય છે, જેનાથી ડાયાબિટીઝમાં આરામ મળે છે.

લોહી સાફ કરવામાં મદદરૂપ

લોહી સાફ કરવામાં મદદરૂપ

૫૦ ગ્રામ બિલીના જ્યુસમાં નવશેકુ પાણી અને ખાંડ મિક્સ કરીને પીવાથી લોહી સાફ થાય છે. આ પીણાથી તમારી કિડની અને લિવર પર ગંદકીને સાફ કરવાનો બોજ દૂર થશે.

હદયથી જોડાયેલી બીમારીઓથી બચવામાં મદદરૂપ

હદયથી જોડાયેલી બીમારીઓથી બચવામાં મદદરૂપ

જો તમને હાર્ટની સમસ્યા છે તો બિલીનુ શરબત બનાવો અને તેમાં થોડું ઘી મેળવો. આ રસને રોજ એક સમાન માત્રામાં જ લો. તેનાથી હદયથી જોડાયેલી બીમારીઓથી બચાવ થશે.

શરીરમાં એનર્જી લાવે

શરીરમાં એનર્જી લાવે

વાઇનાના ૧૦૦ ગ્રામ ગુદામાં ૧૪૦ કેલેરિઝ મળશે, જેનાથી શરીરનુ મેટાબોલિજ્મ ઝડપી બનશે અને શરીરના બધા અંગોને પોષણ પણ. સાથે જ તેમાં પ્રોટીન હોવાના કારણે માંસપેશિયોનો થાક ઉતરશે અને એનર્જી મળશે.

ગેસ અને કબજીયાતથી રાહત

ગેસ અને કબજીયાતથી રાહત

નિયમિત રીતે બિલીનો રસ પીવાથી ગેસ, કબજીયાત અને અપચાની સમસ્યામાં આરામ મળશે કેમકે તેમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે.

લિવરને બચાવે

લિવરને બચાવે

બિલીમાં બીટા કેરોટીન હોય છે જે કે લિવરની સમસ્યાથી રાહત અપાવે છે. તેમાં થાયમીન અને રાઈબોફ્લેવિન હોય છે, બન્ને લિવરના સ્વાસ્થ્યને બૂસ્ટ કરે છે.

ઝાડામાં રાહત

ઝાડામાં રાહત

ઝાડામાં રાહત અપાવે આયુર્વેદમાં બિલીનો રસ ઝાડા અને ડાયરિયામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તમે ઈચ્છો તો તેને ગોળ કે ખાંડ સાથે મિક્સ કરીને પી શકો છો.

સાવધાની

સાવધાની

જો તમે ક્યારેય બિલી નથી ખાધુ તો અમારી સલાહ છે કે તમે તેનો નાનો ટુકડો પહેલા ચાખો અને જુઓ કે ક્યાંય તેને ખાવાથી તમને કોઈ એલર્જી તો નથી થઈ રહી ને.

English summary
The health benefits of Bael Fruit or Wood Apple include relief from constipation, indigestion, peptic ulcer, piles, respiratory problems and diarrhea.
Story first published: Saturday, May 20, 2017, 12:13 [IST]
X
Desktop Bottom Promotion