For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારા હદય માટે સારા છે આ ૭ તેલ

By Karnal Hetalbahen
|

સ્વસ્થ રહેવા માટે તમારે તેલની કેટલી માત્રાનો ઉપયોગ કરવો જોઈએ? તે એક સામાન્ય સવાલ છે જેના વિશે આપણા આજુબાજુના લોકો મોટાભાગે ચર્ચા કરતા રહે છે. જમવાનું બનાવવામાં ઓછા તેલનો ઉપયોગ થાય તેના માટે આપણે નોન સ્ટિક પોટ્સ અને પેન્સનો ઉપયોગ કરવા લાગીએ છીએ. એવું કરીને આપણે વિચારીએ છીએ કે પોતાની જીવનશૈલીને સ્વસ્થ બનાવી લીધી છે. તે વાતમાં કોઈ શંકા નથી કે સિમિત માત્રામાં તેલનો ઉપયોગ અથવા તેલની જરૂરીયાત પૂરતી માત્રાનો ઉપયોગ કરવો હદય માટે સારુ હોય છે. પરંતુ આ બધી વાતો ઉપરાંત પણ તે વિચાર મનમાં આવે છે કે કયું તેલ ખાવાનું બનાવામાં સૌથી સારું છે? તમે સાચું વિચાર્યું! ફક્ત તે વાતથી ફરક નથી પડતો કે તમે તેલની કેટલી માત્રાનો ઉપયોગ કરી રહ્યા છો પણ તે વાતની પણ અસર પડે છે કે તમે કયા તેલનો ઉપયોગ કરી રહ્યા છો. ઘણાં વર્ષ પહેલા વિસ્તાર મુજબ તે નક્કી કરવામાં આવતું હતું કે કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ.

તે વિસ્તારમાં જે કંઈપણ ઉત્પન્ન કે ઉપલબ્ધ થાય છે તે વિસ્તારના લોકોનો મુખ્ય આહાર બની જતો હતો. તથા કેટલીક સીમા સુધી તે સારું પણ હતું. તે વિસ્તારમાં મળી આવતા ખોરાકનું સેવન કરવાથી તમે તે ક્ષેત્રમાં થનાર પ્રાકૃતિક પરિવર્તનો અને હવામાનમાં થનાર પરિવર્તનોના પ્રત્યે જલદી રીઢા થઈ જઈએ છીએ. હદય અને સ્વાસ્થના માટે કોઈ વિશેષ પ્રકારના તેલ ઉપલબ્ધ નથી.

દુનિયા બદલાઈ રહી છે. જેવી રીતે લોકોનું યાત્રા કરવાનું વધી ગયું છે તેવી જ રીતે એક જગ્યાના ખાદ્ય પદાર્થ બીજી જગ્યા પર જવા લાગ્યા છે. સારા ખાદ્ય પદાર્થ દુનિયાના એક ભાગથી બીજા ભાગની તરફ જવા લાગ્યા છે અને લોકો પોતાના હદયને સ્વસ્થ રાખવા માટે તે પરિવર્તનનોને અપનાવવા માટે તૈયાર છે. તેલમાં પરિવર્તન પણ એક એવું જ પરિવર્તન છે. વિશ્વના બધા જ ભાગોમાં બધા જ પ્રકારનાં તેલ ઉપલબ્ધ છે. અહીં સૂચીમાં તે તેલ બતાવવામાં આવ્યા છે જે તમારા હદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.

ઓલિવ (જૈતૂન)

ઓલિવ (જૈતૂન)

ખાદ્ય ક્ષેત્રમાં વૈશ્વીકરણની સાથે સાથે દુનિયાના એક ભાગના વ્યંજનોને પણ બીજા ભાગમાં લઈ જવામાં આવ્યા. પ્રામાણિક સ્વાદ પ્રાપ્ત કરવા માટે તેલના જુદા જુદા પ્રકાર પણ એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા જેમાં ઓલિવ ઓઈલ એક ઓઈલ છે જેણે વિશ્વમાં તોફાન મચાવી રાખ્યું છે. આ સ્વાદયુક્ત તેલમાં પોલીફેનલ્સ નામના એંટી ઓક્સીડેન્ટ હોય છે જે હદયને સ્વસ્થ રાખે છે. અંતમાં: તે લોકોની પહેલી પસંદોમાં એક હોય છે. ખાદ્ય ક્ષેત્રમાં વૈશ્વીકરણના કારણે વિશ્વના એક ભાગના વ્યંજન બીજા ભાગમાં લઈ જવામાં આવ્યા.

રાયડાનું તેલ

રાયડાનું તેલ

રાયડાનું તેલ એક અન્ય તેલ છે જે ઝડપથી પ્રસિદ્ધ થઇ રહ્યું છે. તેનો સ્વાદ તટસ્થ હોય છે તથા તેનો ઉપયોગ વિભિન્ન રીતે કરવામાં આવે છે. તેનું ધૂમ્રપાન બિંદુ ખૂબ જ ઉચું હોય છે તથા બેકિંગ અને તળવા માટે આ તેલ સૌથી વધુ ઉપયોગી હોય છે. તેને તે તેલોની યાદીમાં સામેલ કરી શકાય જે તમારા હદ્ય માટે સારું હોય છે.

રાઇસ બ્રાન

રાઇસ બ્રાન

તાજેતરમાં જ રાઇસ બ્રાન ઓઇલનો પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. તેને હદ્ય માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે કારણ કે પોલીઅનસેચુરેટેડ હોય છે. તેમાં ઓરિજનોજ હોય છે જે કોલોસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે.

સરસિયું

સરસિયું

આ ઘણા લોકોને પસંદ આવતું નથી પરંતુ તે લોકો જે આ તેલનો ઉપયોગ કરે છે, તેની પસંદગી સારી છે. તેનો એક અલગ સ્વાદ હોય છે, ઉચ્ચ ધૂમ્રબિંદુ હોય છે અને આ પોલીઅનસેચુરેટેડ હોય છે.

વેજિટેબલ

વેજિટેબલ

વેજિટેબલ ઓઇલની શ્રેણીમાં વિભિન્ન પ્રકારના તેલોનું મિશ્રણ આવે છે જેમ કે, સુર્યમુખી, કુસુમ અને રાઇસ બ્રાન. તેમાં બધી તેલોના સાર ગુણ મળી આવે છે તથા આ બધા પ્રકારના ભોજન બનાવવા માટે ઉપયુક્ત છે. બધા પ્રકારના ગુણ મળી આવતા હોવાથી તેને એક બહુમુખી તેલ ગણવામાં આવે છે તથા તમારા હદ્ય માટે એક ઉત્તમ પસંદગી છે.

તલનું તેલ

તલનું તેલ

તલનું તેલ એશિયન ખાવામાં વપરાય છે તથા ભોજનને અલગ સ્વાદ આપે છે. આ તેલમાં એન્ટિઓક્સિડેંટ્સ અને એન્ટી ઇંફલેમેટ્રી (પ્રજવલનરોધી) યૌગિક હોય છે જે હદ્યની બિમારીઓ સાથે લડવામાં મદદ કરે છે.

મગફળીનું તેલ

મગફળીનું તેલ

મગફળીના તેલમાં દાણાનો સ્વાદ હોય છે. આ ટ્રાંસ ફેટ ફ્રી, કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે તથા તેમાં સેચુરેટેડ ફેટ કમ હોય છે. આ ઉપરાંત આ વિટામિન ઇ, એન્ટીઓક્સીડેંટ્સ અને ફાયટોસ્ટેરોલ્સનો સારો સ્ત્રોત છે જે હદ્યને સ્વસ્થ રાખવામાં મદદરૂપ હોય છે.

English summary
Some of the oils considered good for the heart are listed here. All kinds of oils are available in all parts of the world.
Story first published: Monday, January 30, 2017, 9:30 [IST]
X
Desktop Bottom Promotion