For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માથાનાં દુઃખાવા અને માઇગ્રેનથી તરત આરામ પામવાનાં 6 સરળ અને અસરકારક ઘરગથ્થુ ઉપાયો

By Lekhaka
|

માથાનાં દુઃખાવા ત્રણ પ્રકારનાં હોય છે - સ્ટ્રેસ માથાનો દુઃખાવો, માઇગ્રેન અને ક્લસ્ટર માથાનો દુઃખાવો. સ્વાભાવિક છે કે માથાનો દુઃખાવો એક ગંભીર સમસ્યા છે કે જેનાથી આપના કામકાજ પર માઠી અસર પડે છે.

તેથી જો આપ માથાનાં દુઃખાવા (કે માઇગ્રેન) માટે તત્કાળ ઘરગથ્થુ ઉપચારની શોધ કરી રહ્યા છો, તો આપ બરાબર કરી રહ્યા છો.

આ જરૂરી નથી કે માથાનો દુઃખાવો થતા આપે તબીબ પાસે જ જવું પડે. આપ ઘરે જ કેટલાક સરળ ઉપાયોથી પણ આ સમસ્યામાંથી રાહત પામી શકો છો.

અમે આપને આ લેખમાં માથાનાં દુઃખાવાથી આરામ પામવાની કેટલીક અસરકારક રીતો બતાવી રહ્યાં છીએ.

સ્ટ્રેચિંગ

સ્ટ્રેચિંગ

સ્ટ્રેસ માથાનો દુઃખાવો સૌથી સામાન્ય માથાનો દુઃખાવો છે. તે માંશપેશીઓમાં તાણ અને થાકનાં કારણે થાય છે.
તેથી જો આપ માથાનાં દુઃખાવાનાં કારણે બેચેન છો, તો આપે દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ નીચે બતાવેલી એક્સરસાઇઝ જરૂર કરવી જોઇએ.

નેક સ્ટ્રેચ

નેક સ્ટ્રેચ

સૌપ્રથણ પોતાની ગરદન ડાબી તરફ સ્ટ્રેચ કરો. 5 સેકંડ સુધી થોભો અને પછી અગાઉની પૉઝિશનમાં પાછા આવી 5 સેકંડ સુધી આરામ કરો.
આ જ રીતે જમણી તરફ પણ કરો. આ પ્રક્રિયાને અનેક વાર દોહરાવો.

શોલ્ડર સ્ટ્રેચ

શોલ્ડર સ્ટ્રેચ

પોતાનાં ખભાઓને ઊપર ઉઠાવો અને 5 સેકંડ સુધી આમ જ રાખો. તે પછી રિલેક્સ કરો અને તેને નીચે દબાવી દોહરાવો કે જેથી આપ પોતાની ગરદન તેમજ ખભામાં ખેંચાણ અનુભવી શકો.
આરામ કરો અને પછી આગળ સ્ટ્રેચ કરો તથા પછી તેને પાછા દોહરાવો. દરેક સ્ટ્રેચ વચ્ચે આરામ કરતા રહો.

આઇસ પૅક

આઇસ પૅક

માઇગ્રેન સામાન્ય રીતે આપનાં માથામાં ફેલાયેલી રક્ત વાહિકાઓનાં કારણે થાય છે. તેનાથી રાહત પામવા માટચે આપ આઇસ પૅકનો ઉપયોગ કરો અને તેને પોતાની કાનપટ્ટી પર લગાવો. તેનાથી માથાનો દુઃખાવો ઓછો થાય છે.

આદુ અને લિંબુ પાણી

આદુ અને લિંબુ પાણી

આદુ માથાનાં દુઃખાવામાંથી છુટકારો પામવા માટે શ્રેષ્ઠ છે. એક વાસણમાં પાણી નાંખી તેમાં આદુ અને થોડુક લિંબોનો રસ મેળવી ગરમ કરી લો. ઠંડુ થયા બાદ તેને પીવો. તેનાથી આપનો માથાનો દુઃખાવો ઓછો થઈ શકે છે.

જો આપ તેને પી નથી શકતા, તો આદુને પાણીમાં નાંખી ગરમ કરો અને તેનું વાષ્પ લો.

ફુદીનાનાં પાન

ફુદીનાનાં પાન

ફુદીનાનાં પાનમાં મેંથૉલ તથા મેથોન હોય છે. જ્યારે આ પાન આપની ત્વચાને સ્પર્શે છે, ત્યારે તેનું કૂલિંગ ઇફેક્ટ પડે છે.
ફુદાનાના કેટલાક પાન વાટીને પેસ્ટ બનાવી લો અને તેને પોતાનાં માથે રાખો. તેનું કૂલિંગ ઇફેક્ટ આપનાં માથાના દુઃખાવાને ઝડપથી દૂર કરી દેશે.

તુલસીનાં પાન

તુલસીનાં પાન

તુલસીનાં પાન મોટાભાગે ઘરોમાં જ મળી જાય છે. તેથી જો આપ માથાનાં દુઃખાવાથી પરેશાન છો, તો તુલસીનાં કેટલાક પાન ઉકાળી લો અને તેનું વાષ્પ લો. વાષ્પ લેતા પહેલા પાણીને ઠંડુ કરી લો.

લવિંગ

લવિંગ

લવિંગમાં એક યૌગિક છે કે જેને યૂઝોનૉલ કહેવામાં આવે છે કે જે માથાનો દુઃખાવો ઓછો કરી શકે છે. તો જ્યારે પણ આપને માથાનો દુઃખાવો થાય, તો બસ કેટલીક લવિંગ વાટીને તેને રૂમાલમાં લપેટો અને જ્યાં સુધી માથાનો દુઃખાવો ઓછો ન થાય, ત્યાં સુધી તેને સૂંઘતા રહો.

English summary
There are three types of headache - stress headache, migraine and cluster headache. Obviously headache is a serious problem that has a bad effect on your work
Story first published: Sunday, October 8, 2017, 14:16 [IST]
X
Desktop Bottom Promotion