For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પોતાને કાયમ સ્વસ્થ રાખવું હોય, તો આયુર્વેદમાં જણાવાયેલી આ 6 આદતો અપનાવો

By Lekhaka
|

આયુર્વેદમાં સમ્પૂર્ણતઃ સ્વસ્થ રહેવાનાં દરેક પાસા વિશે જણાવવામાં આવ્યું છે. ભલે તે યોગ્ય રીતે ખાવાની વાત હોય કે દરરોજ સવારે ઉઠીવા અને મેડિટેશનની આદતની વાત હોય.

આયુર્વેદ મુજબ બીમારીથી દૂર રહેવા માટે આપણાં શરીર અને મગજને એક હેલ્ધી રૂટીનની જરૂર પડે છે. આ સામાન્ય જેવા નિયમોનું પાલન કરી વ્યક્તિ પોતાનાં જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

આયુર્વેદનો જન્મ ભારતમાં જ થયો છે. તે પછી આયુર્વેદ સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો. જીવન જીવવાની આયુર્વેદિક રીત વ્યક્તિનાં સમ્પૂર્ણ આરોગ્ય માટે સૌથી સર્વોત્તમ છે.

Ayurvedic Habits You Must Adopt To Help You Thrive

આયુર્વેદમાં યોગ્ય સમયે ખાવાની આદત નાંખવાથી તરત કોઈ ફરક નથી દેખાતો. તે શરીર અને મગજ વચ્ચે એકદમ ધીમે-ધીમે કામ કરે છે અને અંતે કાયમી પરિણામ જોવામળે છે.

આજ-કાલ ખરાબ જીવનશૈલી, વધુ પડતા તાણ અને વધારે સમય સુધી બેસી રહેવાથી ડાયાબિટીસ, મેદસ્વિતા અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ ઉત્પન્ન થઈ જાય છે. આજનાં સમયમાં સારા આરોગ્ય માટે આપણે સૌએ આ આદતો નાંખવી જોઇએ.

વહેલા અને હળવું ડિનર લો :

વહેલા અને હળવું ડિનર લો :

એક જૂની કહેવત છે - રાજાની જેમ નાશ્તો અને ભિખારીની જેમ ડિનર કરવું જોઇએ. તેનો મતલબ એ છે કે રાતનું ભોજન સૌથી હળવું હોવું જોઇએ. વધુ ખાવાનાં સ્થાને વધુ સલાડ ખાવો. આઠ વાગ્યા સુધી કોઈ પણ કિંમતે જમી લો. રાત્રે વધુ ખાવાથી બચવા માટે બપોરનું ભોજન સંતુલિત પ્રમાણમાં ખાવો.

રાત્રે વહેલા સૂઓ :

રાત્રે વહેલા સૂઓ :

રાત્રે મોડે સુધી જાગવાથી શરીરની બાયોલૉજિકલ પ્રોસેસ બગડી શકે છે. સૂતી વખતે ફોન અને સોશિયલ મીડિયાના પ્રયોગથી દૂર રહેવું જોઇએ. સૂતા પહેલા ધ્યાન ભટકાવનાર તમામ વસ્તુઓથી દૂર રહો અને પોતાનાં શરીર તેમજ મગજને આરામ આપો. રૂમની લાઇટ બંધ કરવાથી મૅલટોનિન રિલીઝ થાય છે કે જેથી ધીમે-ધીમે ઊંઘ આવવા લાગે છે. જ્યારે આપ વહેલા ઊંઘો છો, તો સવારે વહેલા ઉઠવાની પણ શક્યતા વધી જાય છે, કારણ કે ત્યાં સુધી આપની ઊંઘ સારી રીતે પૂર્ણ થઈ ચુકી હોય છે.

સવારે વહેલા ઉઠો :

સવારે વહેલા ઉઠો :

સવારે જાગ્યા બાદ ભગવાનને આભાર કરો અને મિરરમાં પોતાને જોઈને સ્મિત ફરકાવો. હવે થોડાક સમય માટે પોતાનાં મસલ્સને સ્ટ્રેચ કરો અને પ્રાણાયામ કરો. જો આપને યોગ પસંદ છે, તો આસન કરી આપ પોતાનાં દિવસની શરુઆત કરી શકો છો. મેડિટેશન કરો, પુસ્તક વાંચો. આ ઉપરાંત સંગીત સાંભળવાથી પણ આપ પોતાને એનર્જેટિક અનુભવી શકો છો. સૂર્ય ઉગતા પહેલા બ્રહ્મ મુહૂર્ત (સવારે ચારથી છ વાગ્યા સુધી) વચ્ચે ઉઠવું સૌથી વધુ ફાયદાકારક છે.

પોતાની બૉડીને યોગ્ય રીતે પ્રશિક્ષિત કરો :

પોતાની બૉડીને યોગ્ય રીતે પ્રશિક્ષિત કરો :

સવારે નાશ્તાથી પહેલા પોતાનાં પેટને સમ્પૂર્ણપણે ખાલી રાખો અને નાશ્તા બાદ હુંફાળા પાણીથી સ્નાન કરો. આપણને સ્વસ્થ રાખવામાં આપણી ડાઇજેસ્ટિવ સિસ્ટમનો સૌથી મોટો રોલ હોય છે. પોતાનો દિવસ શરૂ કરતા પહેલા દરરોજ મળ ત્યાગ અને પેશાબ કરવાની આદત નાંખો.

હેલ્ધી ભોજન કરો :

હેલ્ધી ભોજન કરો :

પોતાનાં ભોજનમાં પોષક તત્વો જેમ કે લીલી પાંદળા ધરાવતી શાકભાજીઓ, ફળ, સલાડ અને હળવું પ્રોટીન લો. ચરબીયુક્ત અને રિફાઇંડ ખાદ્ય પદાર્થોની પરેજી રાખો અને ભોજનમાં આખુ અનાજ લો. ભોજનમાં મસાલાઓનો પણ સમાવેશ કરો. તેનાથી આપણી ઇમ્યુન સિસ્ટમ બહેતર થાય છે.

મસાજ કરો :

મસાજ કરો :

સ્નાન પહેલા નારિયેળ, શીશમ કે ઑલિવ ઑયલથી પોતાનાં શરીરની મસાજ કરો. તેનાંથી શરીર સ્ફૂર્તિલું રહે છે. લિંફથી પાણીને બહાર કાઢવાથી લઈ એંટી-એજિંગમાં શરીરની મસાજ ખૂબ ફાયદાકારક હોય છે. વ્યક્તિએ આરામથી બેસીને પોતાનાં શરીરને સારી રીતે જોવું જોઇએ અને જો કોઇક પ્રકારનો ઘા હોય, તો તેનાં પર ખાસ ધ્યાન આપવું જોઇએ. નિયમિત મસાજ કરવાથી આપને શાંતિનો અનુભવ થશે અને આપનાં શરીરમાં નિખાર આવશે.

English summary
The habits and diet practices in Ayurveda don’t yield instantaneous results because it works slowly and thoroughly with the body and mind to yield lasting results.
Story first published: Tuesday, September 5, 2017, 9:16 [IST]
X
Desktop Bottom Promotion