For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હૅવી વર્કઆઉટ કરતા પહેલા જરૂર ખાવો આ 5 વસ્તુઓ

By Staff
|

પોતાને ફિટ રાખવા માટે વર્કઆઉટ કરવું બહુ જરૂરી છે, પરંતુ વર્કઆઉટ દરમિયાન પણ આપે પોતાનાં ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

જો આપ નરણે કોઠે વર્કઆઉટ કરવા જાઓ છો, તે ખોટી રીત છે અને તેનાંથી શરીરને ઘણા પ્રકારનાં નુકસાન થવા લાગે છે. તેથી વર્કઆઉટ જવાનાં 30-40 મિનિટ પહેલા કેટલાક હેલ્ધી સ્નૅકનું સેવન જરૂર કરો.

આ આર્ટિકલમાં અમે આપને એવા જ પાંચ હૅલ્ધી સ્નૅક વિશે જણાવવા જઈ રહ્યાં છે કે જેમને વર્કઆઉટ પહેલા ખાવું જોઇએ.

1. છોલે (કાબુલી ચણા) :

1. છોલે (કાબુલી ચણા) :

છોલામાં ઘણા પ્રકારનાં પોષક તત્વો, ડાયેટરી ફાયબર, વિટામિન, પાલીઅનસૅચ્યુરેટેડ ફૅટી એસિડ, પોટેશિયમ, ફોલેટ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે. તેથી વર્કઆઉટ પહેલા તેમનું સેવન કરો. તેમને બનાવવું ખૂબ જ આસાન છે અને તે આસાની પચી પણ જાય છે.

2. એગ વ્હાઇટ ઑમલેટ :

2. એગ વ્હાઇટ ઑમલેટ :

ઇંડા પ્રોટીનનાં મુખ્ય સ્રોતે તો હોય જ છે. સાથે જ એગ વ્હાઇટમાં પોટેશિયમ, સોડિયમ અને મૅગ્નેશિયમનું પ્રમાણ બહુ વધારે રહે છે. સૌથી સારી વાત એ છે કે એગ વ્હાઇટમાં ફૅટ જરા પણ નથી હોતું. તેથી હૅવી વર્કાઉટ કરવા જતા પહેલા એગ વ્હાઇટનું સેવન જરૂર કરો. આપ ઇચ્છો, તો બાફેલા ઇંડા ખાઓ અને પછી એગ વ્હાઇટનું ઑમલેટ બનાવી તેને શાક સાથે મેળવીને ખાઓ.

3. ઓટમીલ :

3. ઓટમીલ :

ઓટમીલમાં ફાયબર, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ બહુ વધારેહોય છે. જો આપ હૅવી વર્કઆઉટ કરો છો, તો તેના માટે પુરતા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટનું હોવું જરૂરી છે. તેથી વર્કઆઉટથી અડધો કલાક પહલે દૂધ કે પાણીમાં ઓટ્સ બનાવી તેનું સેવન કરો. તેનાં સેવનથઈ વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

4. યોગર્ટ અને ફળો :

4. યોગર્ટ અને ફળો :

યોગર્ટમાં વિટામિન, મિનરલ્સ, કૅલ્શિયમ, પોટેશિયમ અને પ્રોટીનનું પ્રમાણ બહુ વધારેહોય છે. તેનાં સેવનથી બ્લડ પ્રેશર અને બ્લડ ગ્લૂકોઝનું લેવલ ઓછું થાયછે.તેથી દરરરોજ વર્કઆઉટથી અડધો કલાક પહેલા એક કપ યોગર્ટનું સેવન જરૂર કરો. આપ તેનીપૌષ્ટિકતા વધારવા માટે તેમાં તાજા ફળો કાપીને મેળવી લો.

5. ગ્રિલ્ડ ચિકન :

5. ગ્રિલ્ડ ચિકન :

જે લોકો પોતાના આરોગ્યને લઈને વધુ જાગૃત રહે છે, તેમણે ચિકનનું સેવન જરૂર કરવુંજોઇએ. તેમાં મિનરલ અને વિટામિનનું પ્રમાણ બહુ વધારે હોય છે. સાથે જ તેને પ્રોટીનનું સૌથી મુખ્ય સ્રોત ગણવામાં આવે છે. તેથી જ્યારે આપ વર્કઆઉટ કરવા જાઓ, ત્યારે બે કલાક પહેલા ગ્રિલ્ડ ચિકનનું સેવન ચોક્કસ કરો.

English summary
Here is a list of 5 snacks that will fuel your heavy workout session.
Story first published: Saturday, June 24, 2017, 11:34 [IST]
X
Desktop Bottom Promotion