For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેન્સર કોષ વિકાસ ફાઇટ કે 20 ફુડ્સ

By Lekhaka
|

કેન્સર અને ડાયટમાં વચ્ચેના સંબંધમાં અનેક રિસર્ચ થયા છે. અનેક એવા ફૂડ છે, જેનાથી કેન્સર સામે લડવાની અને કેન્સરના સેલનો ફેલાવો ઓછો કરવાના ગુણ અને ન્યૂટ્રીયન્ટ્સ હોય છે. જો તમે તમારા ડાયટમાં આ ફૂડને સામેલ કરશો, તો કેન્સર ક્યારેય તમારી જિંદગીમાં નહિ આવે.

એન્ટી-કેન્સર ડાયટનો ઉપયોગ કરીને તમે કેન્સરથી થતા ખતરાને આસાનીથી ઓછો કરી શકો છો. રિસર્ચમાં શોધાયું છે કે, કેટલાક ખાદ્ય પદાર્થ એવા હોય છે, જે માત્ર કેન્સર સામે લડવા માટે ઉપયોગી થાય છે. કેમ કે, ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાણીપીણીની આદતોને કારણે તમને પણ કેન્સરનો ખતરો થઈ શકે છે. તો ચાલો જાણીએ, એવા ખાદ્ય પદાર્થો વિશે જેનાથી કેન્સરને રોકી શકાય છે.

લીલા શાકભાજી

લીલા શાકભાજી

લીલા શાકભાજી જેમ કે પાલક અને સલાડમાં પણ સારી માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ જેવા બીટા કેરોટીન અને લુટિન હોય છે. લેબ સ્ટડીમાં જોવા મળ્યું છે કે, તેમાં જે કેમિકલ હોય છે, તે કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે.

ક્રુસીફેરમ શાકભાજી

ક્રુસીફેરમ શાકભાજી

આ શાકભાજીઓમાં ગ્લુકોસાઈનોલેટ્સ નામનુ એવું પદાર્થ હોય છે, જેમાં સલ્ફરની માત્રા વધુ હોય છે. અને તે કેન્સર સેલના નિર્માણને રોકવાનું કામ કરે છે. તે કેન્સર સેલને રોકવા માટે બેસ્ટ ખાદ્ય પદાર્થમાંથી એક છે.

ટામેટા

ટામેટા

ટામેટામાં લાઈકોપીન નામનું એક ફાઈટો કેમિકલ હોય છે, જે એન્ડોમેટ્રિઅલ કેન્સર સેલને વધવાથી રોકે છે.

લસણ

લસણ

લસણમાં એવા કેમિકલ જોવા મળ્યા છે, જે પેટ સંબંધી કેન્સરને રોકવાનું કામ કરે છે.

ગાજર

ગાજર

ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે મોટાપાયે દરેક પ્રકારના કેન્સરમાં કેન્સર સેલ રોકવામા મદદરૂપ થાય છે.

પાપડી

પાપડી

હેલ્થ એક્સપર્ટસના અનુસાર, એવુ ડાયટ જેમાં લેગુમ્સ હોય છે, તે ફેટી એસિડ બ્યૂટીરેટ લેવલને વધારે છે. જેનાથી કેન્સર સેલ્સના નિર્માણને રોકવામાં મદદ મળે છે.

સનના બીજ

સનના બીજ

સનના બીજમાં લાઈગેન નામનું એક હોર્મોન હોય છે, જેમાં એન્ટી ઓક્સડેન્ટ ગુણ હોય છે. જે કેન્સરને વધતા રોકવામાં મદદ કરે છે.

દ્રાક્ષ

દ્રાક્ષ

તેમાં એન્ટી-ઓક્સિડન્ટ ઉપરાતં બહુ જ વધુ માત્રામાં રેસવેરાટ્રોલ હોય છે, જે શરીરમા કેન્સરને વધારનારા એન્ઝાઈમને બ્લોક કરવાનું કામ કરે છે.

સોયા પ્રોડક્ટ્સ

સોયા પ્રોડક્ટ્સ

સોયામાં જેનિસટીન હોય છે, જે કેન્સરને વધતું રોકે છે.

જીરું

જીરું

જીરામાં એન્ટી-ઈન્ફ્લામેટ્રી ગુણ હોવાને કારણે તે કેન્સર સેલ સામે લડવામાં મદદરૂપ થાય છે. કેન્સર સેલ રોકવામાં જીરુ બેસ્ટ ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે.

શક્કરિયા

શક્કરિયા

તેના કોમ્પ્લેક્સ ગુણને કારણે તેમાં ઘણા બધા એવા ગુણ હોય છે, જેમાંથી કેન્સરને રોકવામાં મદદ થાય છે. તેમાં વધુ માત્રામાં બીટા કેરોટીન હોય છે, જે કેન્સર સેલને ફેલાવાને રોકે છે.

હળદર

હળદર

હળદરમાં કરક્યૂમિન હોય છે, જે કેન્સર કે ટ્યુમર સેલના ફેલાવાને રોકે છે.

દરેક પ્રકારના અનાજ

દરેક પ્રકારના અનાજ

દરેક પ્રકારના અનાજમાં એવા અનેક ઘટક એવા હોય છે, જે કેન્સરના ખતરાને ઓછુ કરે છે. રિસર્ચમાં જોવા મળ્યું છે કે, આ અનાજને ખાવાથી કોલોરેક્ટલ કેન્સર થવાનો ખતરો ઘટી જાય છે.

ગ્રીન ટી

ગ્રીન ટી

ગ્રીન ટીમાં કૈટેચિંસ હોય છે, જે કેન્સર સેલના પ્રસારને અનેક રીતે રોકવામાં મદદ કરે છે. કેમ કે, તે ફ્રી રેડિકલ ડેમેજને રોકે છે.

બ્લ્યૂ બેરી

બ્લ્યૂ બેરી

બ્લ્યૂ બેરીમાં અધિક માત્રામાં એન્ટી-ઓક્સીડન્ટ જોવા મળે છે, જે ફ્રી રેડિકલને બનતા રોકે છે.

બ્રાઝિલ નટ્સ

બ્રાઝિલ નટ્સ

તેમાં ભરપૂર માત્રામાં સેલેનિયમ જોવા મળે છે, જે કેન્સર સેલને વધતા રોકે છે. તે પણ કેન્સર સેલને રોકવા માટેનું ઉત્તમ ફૂડ છે.

લીંબુ

લીંબુ

લીંબુનું રોજનું સેવન મોઢું, ગળું અને પેટના કેન્સરના ખતરાને લગભગ અડધુ કરી નાખે છે.

આર્ટીચોક

આર્ટીચોક

તે એક સિલીમેરીનનો સારો સ્ત્રોત છે, જે એક એન્ટી-ઓક્સીડન્ટ છે અને સ્કીન કેન્સરના ખતરાને ઓછું કરવાનુ કામ કરે છે.

સાલમન

સાલમન

રિસર્ચર્સનું કહેવ છે કે, જે લોકો સપ્તાહમાં ઓછામાં ઓછુ ચારવાર તેનુ સેવન કરે છે, તેમને બ્લડ કેન્સર થવાની શક્યતાઓ ઘટી જાય છે.

કિવી ફ્રુટ

કિવી ફ્રુટ

તેમાં વધુ માત્રામાં કેન્સર સામે લડનારુ એન્ટી-ઓક્સીડન્ટ, વિટામીન સી, વિટામીન-ઈ, લુટિ અને કોપર જોવા મળે છે.

જો તમને કેન્સરની સંભાવનાઓને ઓછી કરવી છે, તો તમને તમારી લાઈફસ્ટાઈલ અને તમારી ખાણીપીણીની આદતોને બદલવી પડશે. તમે ઉપર બતાવેલ ખાદ્ય પદાર્થોનું નિયમિત સેવન કરશો, તો કેન્સર તમારી આસપાસ પણ નહિ ભટકે.

English summary
Check out these top 40 foods that can fight the growth of cancer cells. Read to know about the foods that stop cancer cell growth.
Story first published: Wednesday, November 22, 2017, 15:57 [IST]
X
Desktop Bottom Promotion