For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સૂર્ય નમસ્કાર કરવાનાં 12 ફાયદાઓ

By Super Admin
|

સૂર્ય નમસ્કાર તમામ યોગાસનોમાંનો સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. આપ ભલે કોઈ પણ વ્યાયામ કરો કે ન કરો, પરંતુ જો આપ દિવસમાં એક વાર પણ સૂર્ય નમસ્કાર કરી લો છો, તો સમજી લો આપના તમામ રોગો એક-એક કરીને ખતમ થઈ જશે. આ એકલો અભ્યાસ જ માણસને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચાડવામાં સમર્થ છે.

સૂર્ય નમસ્કાર કરવાનાં અગણિત ફાયદાઓ છે. સૂર્ય નમસ્કાર કરવાથી મેદસ્વીપણુ દૂર થાય છે, મનની એકાગ્રતા વધે છે, શરીરમાં ફ્લેક્સિબિલિટી આવે છે, પેટ સારૂ રહે છે, સૌંદર્યમાં નિખાર આવે તેમજ શરીરની ખરાબ મુદ્રા પણ સારી થઈ જાય છે. સૂર્ય નમસ્કાર કરતી વખતે 12 આસનો કરવામાં આવે છે કે જેની શરીરનાં દરેક અંગ પર અસર પડે છે. સૂર્ય નમસ્કાર સવારના સમયે સૂર્ય તરફ મુખ રાખીને જ કરવું જોઇએ, કારણ કે સૂર્ય આપણને ઊર્જા પ્રદાન કરે છે.

આવો જાણીએ કે સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરને કયા-કયા લાભો થાય છે-

ફ્લેક્સિબિલિટી (લવચિકપણુ) આવે છે

ફ્લેક્સિબિલિટી (લવચિકપણુ) આવે છે

સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં જકડણ ઓછી થાય છે અને શરીરમાં લચક પેદા થવા લાગે છે આ એક ખૂબ જ સારી કસરત છે.

વજન ઓછું થાય છે

વજન ઓછું થાય છે

સૂર્ય નમસ્કાર કરવાથી શરીરનાં દરેક ભાગ પર જોર પડે છે કે જેથી ત્યાંની ચરબી ધીમે-ધીમે ઓગળવા લાગે છે. જો આપ જાડા છો, તો સૂર્ય નમસ્કાર દરરોજ કરો.

શારીરિક મુદ્રામાં સુધારો

શારીરિક મુદ્રામાં સુધારો

ઘણા લોકો ઝુકીને ચાલે કે બેસે છે કે જેનાથી તેમના શરીરની આખી બનાવટ ખરાબ દેખાય છે, પરંતુ સૂર્ય નમસ્કાર કરવાથી અંદરથી શારીરિક સુધારો થવા લાગે છે. તેનાથી શરીરનો તમામ દુઃખાવો નાબૂદ થઈ જાય છે.

પાચન ક્રિયામાં સુધારો

પાચન ક્રિયામાં સુધારો

સૂર્ય નમસ્કાર કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. તેનાથી ખોરાક પચાવતા રસો વધુ પ્રમાણમાં નિકળે છે અને પેટમાં ભરેલું ગૅસ બહાર નિકળી જાય છે કે જેથી પેટ કાયમ હળવું બની રહે છે.

હાડકાં બનાવે મજબૂત

હાડકાં બનાવે મજબૂત

સૂર્ય સામે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં વિટામિન ડી પ્રવેશે છે કે જેથી બહુ બધુ કૅલ્શિયમ હાડકાંઓ દ્વારા શોષી લેવામાં આવે છે.

તાણ દૂર થાય છે

તાણ દૂર થાય છે

સૂર્ય નમસ્કાર કરતી વખતે લાંબા શ્વાસ ભરવા જોઇએ કે જેનાથી શરીર રિલેક્સ થઈ જાય છે. તેને કરવાથી બેચેની અને તાણ દૂર થાય છે તેમજ મગજ શાંત થાય છે.

પાઇલ્સ અને કબજિયાત દૂર થાય છે

પાઇલ્સ અને કબજિયાત દૂર થાય છે

આગળ તરફ ઝુકાવો કરવાથી કબજિયાત તેમજ પાઇલ્સની સમસ્યા ઉત્પન્ન નથી થતી. આ કરવાથી પેટની પાચન ક્રિયામાં પણ સુધારો થાય છે.

અનિદ્રા દૂર થાય છે

અનિદ્રા દૂર થાય છે

લોકોમાં અનિદ્રાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે, તો તેવામાં સૂર્ય નમસ્કાર જરૂર કરવું જોઇએ. તેનાથી શરીર રિલેક્સ થઈ જાય છે કે જેથી રાત્રે ઊંઘ સારી આવે છે.

બ્લડ સર્ક્યુલેશન વધારે

બ્લડ સર્ક્યુલેશન વધારે

સૂર્ય નમસ્કાર કરતી વખતે આપ પોતાના શરીરનાં દરેક ભાગનો પ્રયોગ કરો છો કે જેથી આપનાં શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપી થઈ જાય છે. આવું થતા શરીરમાં આખો દિવસ એનર્જી ભરેલી રહે છે.

પીરિયડ્સ રેગ્યુલર કરે

પીરિયડ્સ રેગ્યુલર કરે

ઘણી મહિલાઓમાં અનિયમિત પીરિયડ્સની સમસ્યા હોય છે કે જે સૂર્ય નમસ્કાર નિયમિત રીતે કરવાથી સારી થઈ જાય છે. તે હૉર્મોનને પણ બૅલેંસ કરે છે.

સુંદર ત્વચા બનાવે

સુંદર ત્વચા બનાવે

સૂર્ય નમસ્કાર નિયમિત રીતે કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપી થવાની સાથે-સાથે પેટ પણ સારૂં રહે છે. સાથે જ ચહેરાની કરચલીઓ મટી જાય છે.

મનની એકાગ્રતા વધે

મનની એકાગ્રતા વધે

યોગા કરવાથી આપાનું શરીર સમ્પૂર્ણપણે ફ્રી થઈ જાય છે. તેને કરવાથી વાત, પિત્ત અને કફ દોષ શાંત થઈ જાય છે. તેનાથી શરીર સ્ટ્રેસથી દૂર અધ્યાત્મ તરફ જતું રહે છે.

English summary
The benefits of doing surya namskar are numerous. To know the benefits of doing surya namaskar daily, read on..
Story first published: Tuesday, October 25, 2016, 11:07 [IST]
X
Desktop Bottom Promotion