For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિયાળામાં ગાજર ખાવાના ઘણા ફાયદા છે, તમે રહેશો ચુસ્ત અને દુરસ્ત

By Karnal Hetalbahen
|

જો તમે શિયાળામાં દરરોજ ગાજરનું સેવન કરશો તો તમારી ઘણી સમસ્યાઓ દૂર થઇ જશે. દરરોજ ગાજરનું સેવન ગેસ, ઉબકા, પેટનું અલ્સર, અપચો અથવા પેટના આફરાની સમસ્યાઓ માટે ફાયદાકારક હોય છે. તેના રસમાં લીંબૂ અને પાલકનો રસ મિક્સ કરીને પીવાથી તમારી પેટ સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઇ જશે.

ફળ ખાવાનું કોને પસંદ નથી હોતું, તમારા સ્વાસ્થ્ય માટે તે ખૂબ સારા હોય છે. આ બધામાં કેટલાક સિઝનલ ફળ પણ હોય છે. તમારા સ્વાસ્થ્ય માટે તે ઘણા લાભદાયક છે. તમારે ફળ ખાવા જોઈએ કેમકે તેના ઘણા ફાયદા છે.

carrot benefits for health

શિયાળાની ઋતુમાં ગાજરનુ શાક ખાવાનું લોકો ઘણું પસંદ કરે છે પરંતુ દરરોજ કાચા ગાજર ખાઓ કે તેનો જ્યુસ પીવાથી તમારી ઘણી હેલ્થ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. ઔષધિય ગુણોથી ભરપૂર ગાજરનું સેવન શિયાળામાં ખૂબ ફાયદાકારક હોય છે. શિયાળામાં બીજી વસ્તુઓની સાથે તમે ગાજરનું સેવન જરૂર કરો કેમકે તે તમારા માટે ખૂબ લાજવાબ છે. ગાજર ખાવાથી તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારી સ્કીન પણ સારી રહે છે.

તે વિટામીનથી ભરપૂર હોય છે. આજે અમે તમને જણાવીશું ગાજરના ગુણો વિશે અને તેને ખાવાના કયા કયા લાભ છે. આવો જાણીએ તે કારણ જેને જાણીને તમે પણ ગાજર ખાવાનું શરુ કરી દેશો.

નબળાઇ દૂર થાય છે

નબળાઇ દૂર થાય છે

ગાજર ખાવા સ્વાસ્થ્ય માટે એટલા માટે સારા હોય છે. તમને જણાવી દઈએ કે જો તમને કમજોરી લાગતી હોય તો તમારે ગાજર ખાવા જોઈએ કેમકે ગાજર અને પાલકના રસમાં શેકેલું જીરું, કાળું મીંઠુ, મિક્સ કરીને પીવાથી કમજોરી દૂર થઈ જાય છે. તેનું સેવન કરો અને સ્વસ્થ રહો.

વિટામીનથી ભરપૂર

વિટામીનથી ભરપૂર

તમને જણાવી દઈએ કે ગાજર તમારા શરીરને ઘણા વિટામીન આપે છે અને ઘણી ગંભીર સમસ્યાઓથી દૂર રાખે છે. તેમાં કેલ્શિયમ પેક્ટીન ફાઇબર, વિટામીન A, B અને C હોય છે. તે તમારા શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર રાખે છે અને સાથે જ હદયરોગથી પણ બચાવે છે.

શરીર રહે છે ગરમ

શરીર રહે છે ગરમ

તમને જણાવી દઈએ કે શિયાળમાં ગાજર ખાવાના અલગ જ ફાયદા છે. તેનાથી તમને શિયાળામાં આરામ રહે છે. શિયાળામાં દરરોજ ગાજર કે તેનો જ્યુસ પીવાથી તમારું શરીર ગરમ રહે છે. તે તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે. ગાજરના રસમાં કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી શરદી-ખાંસી, કફ જેવી સમસ્યાનું જોખમ ઓછું થઈ જાય છે. તેનું સેવન કરો અને શિયાળામાં સેહતમંદ રહો.

આટલી સમસ્યાઓ દૂર થશે

આટલી સમસ્યાઓ દૂર થશે

જો તમે શિયાળામાં રોજ ગાજરનું સેવન કરશો તો તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. દરરોજ ગાજરનું સેવન ગેસ, સંધિવા, શોથ, પેટના અલ્સર, અપચો અને પેટના આફરાની સમસ્યાઓ માટે ફાયદાકારક હોય છે. તેના રસમાં લીંબુ અને પાલકનો રસ મિક્સ કરીને પીવાથી તમારા પેટની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

ઈમ્યુન સિસ્ટમ સારી રહે છે

ઈમ્યુન સિસ્ટમ સારી રહે છે

ગાજરનું નિયમિત સેવન કરવાથી તમારી ઈમ્યુન સિસ્ટમ સારી રહે છે. તમારે તેને મધની સાથે રસ મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. આ તમારા માટે આરદાર ઔષધી છે.

જૂની ખાંસી થશે દૂર

જૂની ખાંસી થશે દૂર

ગાજર તમારા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક હોય જ છે સાથે જ તમને બીમારીઓમાંથી રાહત પણ મળે છે. તમારે ૧૫૦ ગ્રામ ગાજર, ૩ લસણ અને લવિંગની ચટણી બનાવીને દરરોજ સવારે ખાવાથી જૂની ખાંસી કે શરદી દૂર થશે. તેનું રોજ સેવન કરવાથી શરદી ખાંસી થતી નથી.

યૂરીની સમસ્યાનું સમાધાન

યૂરીની સમસ્યાનું સમાધાન

તમને જો યૂરીનનની સમસ્યા છે અને તમને પેશાબ કરવામાં બળતરા થતી હોય તો તમને જણાવી દઈએ કે તમારે ગાજરના રસમાં આંમળા અને કાળું મીંઠુ મિક્સ કરીને પીવાથી બળતરામાં આરામ મળે છે. તેને તમે રોજ પીવો.

લોહીની ઉણપને પૂરી કરવા માટે

લોહીની ઉણપને પૂરી કરવા માટે

જો તમને શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય તો તમારે તેના માટે ગાજરની સાથે બીટ અને પાલકના રસને મિક્સ કરીને સેવન કરવું જોઈએ. એવું કરવાથી તમારા શરીરમાં લોહીની ઉણપની સમસ્યા દૂર થઈ જશે. તમારા માટે આ એક અસરકારક ઘરગથ્થું દવા છે.

મગજ તેજ થાય છે

મગજ તેજ થાય છે

તમને આ જાણીને નવાઈ લાગશે કે તમે જો દરરોજ ફક્ત બે ગાજર ખાઓ છો તો તમારું આઈક્યુ લેવલ વધશે અને તમારું મગજ તેજ થઈ જશે.

આંખની રોશની

આંખની રોશની

જો તમારી આંખોની રોશની ઓછી થઈ ગઈ હોય અને તમને ચશ્મા આવી ગયા હોય તો તમારે ગાજર અને પાલકના જ્યુસને મિક્સ કરીને પીવો જોઈએ. તેનાથી તમારી આંખોની રોશની વધવા લાગશે.

English summary
Who does not like the fruit. They are very good for your health. There is also some seasonal fruits in all of these, which is very beneficial for your health. You should eat fruits because it has many benefits
Story first published: Friday, November 17, 2017, 15:17 [IST]
X
Desktop Bottom Promotion