For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડાયાબિટીસ રોગીઓ માટે દવા સમાન છે આ 10 શાકભાજીઓ

By Lekhaka
|

ડાયાબિટીસ એક ખતરનાક રોગ જરૂર છે, પણ તેને દરદી ઘણી રીતે નિયંત્રણમાં રાખી શકે છે અને તેનાથી થતી અન્ય આડઅસરોથી બચી શકે છે.

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાની પહેલી રીત છે નિયમિત રીતે કસરત કરવી અને બીજી રીત છે યોગ્ય ખાદ્ય પદાર્થોનું સેવન કરવું.

આપણામાંથી મોટાભાગનાં લોકો એ જાણે છે કે ડાયાબિટીસ એક એવી અવસ્થા છે કે જેમાં શરીરમાં ઇંસ્યુલીનનું બનવું અસામાન્ય થઈ જાય છે કે જેથી શરીરમાં ઘણા બધા રોગો જેમ કે હાઈ બ્લડ શુગર લેવલ, વજન ઘટવું, મૂત્ર ઉત્પાદનમાં વૃદ્ધિ, પ્રતિરક્ષણ પ્રણાલી નબળી થવી, આંખો નબળી થવી, સતત ભૂખ લાગવી અને પગ ખોટકાઈ જવા જેવા રોગો થવા લાગે છે.

જો ડાયાબિટીસનાં લક્ષણોનો યોગ્ય ઇલાજ ન થાય, તો તે બહુ ઘાતક પરિણામ આપી શકે છે. આવો અહીં આપણે આ જ વાતની ચર્ચા કરીએ કે ડાયાબિટીસ રોગીઓને કયા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઇએ.

1. બીટ

1. બીટ

બીટમાં પોટેશિયમ તથા વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને ખાવાથી ડાયાબિટીસ રોગીઓમાં થતો થાક નથી થતો અને તેનાં શરીરને કામ કરવાની શક્તિ મળે છે.

2. કારેલા

2. કારેલા

કારેલા શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. તેથી ડાયાબિટીસ રોગીઓએ પોતાનાં આહારમાં કારેલા જરૂર ખાવા જોઇએ.

3. શક્કરિયા

3. શક્કરિયા

શક્કરિયામાં એન્ટી-ઑક્સીડંટ હોય છે કે બ્લડ ગ્લુકોઝનું લેવલ નિયંત્રણમાં રાખે છે.

4. પાલક

4. પાલક

પાલકમાં મૅગ્નેશિયમ, ફોલેટ તથા પોટેશિયમ હોય છે કે જેથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

5. ભીંડા

5. ભીંડા

ભીંડા ડાયાબિટીસ રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી ભલે આપ તેને પકાવીને ખાવો કે કાચાં. તેને ખાવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

6. કૉબિજ

6. કૉબિજ

કૉબિજ દરરોજ ખાવાથી ઇંસ્યુલીનની કક્ષા નિયંત્રિત રહે છે અને સાથે જ તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

7. રીંગણા

7. રીંગણા

ડાયાબિટીસનાં રોગીઓનાં રીંગણ ખાવાથી બ્લડ શુગર લેવલ વધતું નથી અને સાથે જ ઇંસ્યુલીનનું ઉત્પાદન પણ તે નિયંત્રણમાં રાખે છે.

8. દુધી

8. દુધી

એક અભ્યાસમાં કહેવાયું છે કે સવારે નરણે કોઠે દુધીનો રસ પીવાથી ડાયાબિટીસમાં થતી કેટલીક બીમારીઓને રોકી શકાય છે.

9. ડુંગળી

9. ડુંગળી

ડુંગળીમાં કેટલાક એવા એસિડ હોય છે કે જે શરીરમાં ઇંસ્યુલીનની કક્ષા સંતુલિત કરી બ્લડ શુગર લેવલ કાબૂમાં રાખે છે.

10. ફુલાવર

10. ફુલાવર

ફુલાવરમાં ફાયબર હોય છે કે જે શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢે છે. તેથી આ શાકભાજી ડાયાબિટીસ રોગીઓ માટે સૌથી સારી હોય છે.

English summary
Here are a few best vegetables that must be made a part of a diabetic patients diet.
Story first published: Friday, January 20, 2017, 9:47 [IST]
X
Desktop Bottom Promotion