Just In
- 347 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 356 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1086 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1089 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ગળાની કરચલીઓ ફાકથી ગાયબ કરે આ ઘરગથ્થુ ઉપચારો

આજે અમે આપને કેટલાક એવા તેલોનાં નામ જણાવવાનાં છીએ કે જેમના ઉપયોગથી આપ ગળાની કરચલીઓમાંથી કાયમ માટે છુટકારો પામી શકો છો. તો જરૂર ટ્રાય કરો આ તેલો...
ગળા પર કરચલીઓ ત્યારે પડે છે કે જ્યારે ત્યાંની ત્વચામાં ડિહાઇડ્રેશન થઈ જાય છે. તેથી ત્વચા પીઢ વ્યક્તિની ત્વચા જેવી દેખાવા લાગે છે. આપ ઇચ્છો, તો કેટલાક ઘરગથ્થુ ઉપચારો વડે તેને સાજી કરી શકો છો. આપનાં ગળાની ત્વચાને સારી રીતે પોષણ આપો અને તેને હાઇડ્રેટ કરો.
આજે અમે આપને કેટલાક એવા તેલોનાં નામ જણાવવાનાં છીએ કે જેમના ઉપયોગથી આપ ગળાની કરચલીઓમાંથી કાયમ માટે છુટકારો પામી શકો છો. તો જરૂર ટ્રાય કરો આ તેલો...

કૅસ્ટર ઑયલ :
કૅસ્ટર ઑયલમાં ઢગલાબંધ પોષણ હોય છે કે જે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તેને કોમળ બનાવે છે. તેનાથી ગળા પર કરચલીઓ નથી દેખાતી.

પેટ્રોલિયમ જૅલી :
આ એક ખૂબ જ સરળ ઉપચાર છે કે જેને ગળા પર લગાવવાથી કરચલીઓ ધીમે-ધીમે હળવી પડવા લાગે છે.

વિટામિન ઈ તેલ :
જો આપ ઓછી વયથી જ વિટામિન ઈનું તેલ લગાવવાનું શરૂ કરશો, તો આપનાં ગળા પર કરચલીઓ પડશે જ નહીં.

નારિયેળ તેલ :
રાત્રે સૂતા પહેલા ગળા પર દરરોજ નારિયેળ તેલ વડે માલિશ કરો. તેનાથી કરચલીઓ ઓછી થઈ જશે.

બદામ તેલ :
બદામનાં તેલમાં વિટામિન ઈ હોય છે કે જે ત્વચાને અંદરથી પોષણ પહોંચાડે છે. આ તેલ વડે ગળાની મસાજ કરો કે જેથી કરચલીઓ સાજી થઈ જાય.

ઑર્ગન તેલ
આ તેલમાં ખૂબ પોષણ હોય છે કે જે ગળાની કરચલીઓ મટાડવામાં અસરકારક હોય છે. સારી વાત તો એ છે કે વાળ માટે પણ આ એટલું જ સારૂં હોય છે.

રોઝહિપ ઑયલ
આ તેલ લગાવવાથી ગળાની કરચલીઓ દૂર થાય છે.