For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પોતાનાં વાળ મુજબ પસંદ કરો પોતાનાં માટે આવું હૅરકટ

By Lekhaka
|

શું તમે ક્યારેક વિચાર્યું છે કે તમારા ચહેરા પર કયો હૅરકટ સૌથી વધારે સૂટ કરશે? ભારતમાં લોકોના વાળના ટૅક્સચરને લઇને વિવિધતા જોવા મળે છે. અહીં કોઇકના વાળ ઘુંઘરાળા છે, તો કોઇકના વાળ નાના, લાંબા, ઘટ્ટ અથવા હળવા છે. વાળને સારી રીતે મૅંટેન રાખવાનો સૌથી સારો રસ્તો છે હૅરકટ અને તે પણ એ હૅરકટ કે જે આપના ચહેરા અને પર્સનાલિટીને વધારે સૂટ કરે.

હૅરકટથી વાળ સ્ટાઇલમાં તો રહે છે સાથે સાથે એને સંભાળી શકવું પણ સહેલું થઇ જાય છે. આ સાથે જ વાળને સંભાળવુ કે તેને મૅંટેન રાખવમાં આપને ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે કે જેમાં આપનો સમય, એનર્જી અને ઘણા બધા રૂપિયા પણ ખર્ચ થાય છે. આવો જાણીએ કે આપના વાળ મુજબ આપના ઉપર કયું હૅરકટ સૌથી વધારે સારૂં લાગશે

લાંબા-ઘટ્ટ વાળ

લાંબા-ઘટ્ટ વાળ

લાંબા ઘટ્ટ વાળમાં આપે બ્લંટ કટ કરાવવું જોઇએ. આ કટ આપના ઉપર સૌથી વધારે સારો લાગશે. આમા વચ્ચેથી થોડાક લૅર્સ પણ કપાવો. સ્ટ્રેટ લાઇન આપના વાળને વૉલ્યૂમ આપશે અને એને ચહેરા પર પણ ફેલાવવા નહીં દે. આપણા વાળની લંબાઈ ઓછી ન કરો નહીં તો એવુ લાગશે કે આપે વિગ લગાવી રાખી છે.

મીડિયમ કોર્સ હૅર

મીડિયમ કોર્સ હૅર

જો આપના વાળ મોટાભાગે ખરાબ અથવા વિખેરાયલા રહેતા હોય તો આપને એને નાના જ રાખવા જોઇએ. ખભા સુધીના લંબાઈના વાળ આપના માટે સૌથી વધારે સારા હોય છે. આને સ્ટાઇલ અને મૅનેજ કરવું પણ સહેલું હોય છે. ગ્રેજ્યુએટેડ બૉબ કટ આપના વાળને ઘટ્ટ દેખાડવવામાં પણ મદદ કરશે. વાળને વધારે નાના ન કરાવી લો કે તેને સંભાળવામાં ઘણી મુશ્કેલ થઇ જાય. ખભાથી થોડાક ઇંચ નીચે સુધી વાળની લંબાઈ રાખો.

પાતળા વાળ

પાતળા વાળ

પાતળા વાળને સુંદર દેખાડવાની ટ્રિક છે કે આપ કઇંક એવું કરો કે જેનાથી આપના વાળ ઘટ્ટ દેખાય. એવું હૅરકટ કરાવો કે જે આપના વાળને લૅર્સ આપે. આમાં વાળની લંબાઈ વધારે મહત્વ નથી ધરાવતી, પરંતુ આપે વાળમાં માત્ર લૅર્સ નખાવી જોઇએ. સ્ટાઇલિંગની વાત કરીએ, તો આપ સ્લીક હૅરડૂ તો સહેજ પણ ન કરાવો. વાળને વૉલ્યૂમ આપવા માટે આપ નીચેથી થોડા ઘણા ઘુંધરાળા પણ કરાવી શકો છો.

ઘુંઘરાળા વાળ

ઘુંઘરાળા વાળ

સૌથી વધારે મુશ્કેલ કામ ધુંધરાળા વાળને સંભાળવુ હોય છે. આવા વાળ માટે સૌથી સારૂં છે કે આપ નીચેની તરફથી ટ્રાયએંગલ શેપમાં વાળમાં લૅર્સ નખાવો. આનાથી વાળની વચ્ચે વૉલ્યૂમ વધશે અને આપ સહેલાઇથી આપના ઘુંઘરાળા વાળને સંભાળી શકશો. આપની પસંદ મુજબ જ આપના વાળની લંબાઇની પંસદગી કરી શકો છો, પરંતુ આને વધારે લાંબા અથવા વધારે નાના ન રાખો.

વેવી હૅર

વેવી હૅર

આવા વાળ માટે લાંબા લૅર્સ નખાવો. આપ આપના ચહેરા અનુસાર આપના વાળમાં લૅર્સ નખાવી શકો છો. વેવી હૅર્સમાં લૅર્સ કરાવાથી કિનારાઓ પર આપના વાળની વૉલ્યૂમમાં ઘટાડો આવશે અને આપ આપના વાળને સહેલાઇથી મૅનેજ પણ કરી શકશો. જો આપના વાળ વેવી હોય તો આપને આપના વાળની લંબાઈ વધારે ઓછી ન રાખવી જોઈએ નહીં તો આપના વાળની સંભાળ કરવી ઘણી મુશ્કેલ થઇ જશે.

English summary
Take a look at the trending haircuts that suits your hair types.
Story first published: Thursday, August 17, 2017, 12:18 [IST]
X
Desktop Bottom Promotion