For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેખાવું છે સૌથી હટ કે, તો ટ્રાય કરો આ હૅર કલર

By Lekhaka
|

હૅર કલર્સ અને હૅર સ્ટાઇલને લઈને મહિલાઓ બહુ વધારે જાગૃત હોય છે, કારણ કે વાળ હંમેશા આપણા મેકઓવરનો મહત્વનો ભાગ હોય છે. આપણે જ્યારે પણ ક્યાંક જઇએ છીએ કે પબ્લિકલી ઇંટરેક્ટ થઇએ છીએ, તો આપણે ઇચ્છીએ છીએ કે આપણાં વાળ બીજાઓ કરતા શ્રેષ્ઠ અને જુદા લાગે.

સારા વાળ આપણો આત્મવિશ્વાસ વધારો છે અને લોકો વચ્ચે ગૉસિપનો ભાગ બની જાય છે. સારા વાળથી આપણો ચહેરો પણ ખીલી ઉઠે છે કે જે એક સારો અહેસાસ હોય છે. જો આપ પણ પોતાનાં વાળને હાઈલાઇટ કરવા માંગો છો, તો તે આપનાં વાળનાં કલર પર ડિપેંડ કરે છે કે તે હળવો કલર છે કે ડાર્ક, કોઈ પણ પ્રકારની હૅર સ્ટાઇલ બદલતા પહેલા આપ કોઇક સારા હૅર એક્સપર્ટની સલાહ લઈ શકો છો.

આવો આપને કેટલાક લેટેસ્ટ હૅર ટ્રેંડ વિશે જણાવીએ :

બ્લાંચે હૅર સ્ટાઇલ

બ્લાંચે હૅર સ્ટાઇલ

આ હૅર ટ્રેંડ આજ-કાલ લોકોનાં માથે ચઢી પોકારી રહ્યું છે અને લગાતાર ટ્રેંડમાં છે. આ ટેક્નિકને પેંટિંગ હૅર સ્ટાઇલ પણ કહે છે. તેમાં વાળને જુદી-જુદી જગ્યાએ કલર કરવામાં આવે છે કે જે સૂર્યની રોશનીમાં ચમકે છે અને ખૂબ જ સુંદર લાગે છે. આ સ્ટાઇલ અપનાવતા પહેલા ધ્યાન રહે કે આ કલર આપની સ્કિનનાં કલરનો જ હોવો જોઇએ.

હૅર કંટૂરિંગ

હૅર કંટૂરિંગ

આ હૅર ટ્રેંડ બિલ્કુલ નવું ઝછે. જે રીતે આપ મેકઅપ કંટોરિંગ કરો છો, તેવી જ રીતે આ હૅર સ્ટાઇલમાં ચહેરાની આજુબાજુ વાળને હળવા અને ડાર્ક ટોન સાથે કલર કરવાનું હોય છે. તે આપનાં ચહેરાનાં મેકઅપ સાથે મળી તેની રંગતને બમણું કરી દે છે. આપ તેની સાથે હળવા હાઈલાઇટનો પ્રયોગ કરો કે જેથી આપની ત્વચાની સરખામણીમાં તે સૉફ્ટ દેખાય.

ઓમ્બ્રે હાઈલાઇટ્સ

ઓમ્બ્રે હાઈલાઇટ્સ

આ હૅરસ્ટાઇલને દેશી ભાષામાં ડુબકી હૅર સ્ટાઇલ પણ કહે છે, કારણ કે તેમાં વાળનો એક કિનારો કલરમાં ડુબેલો અને એક કિનારો બિલ્કુલ સૂકો હોય છે. આ હૅર સ્ટાઇલમાં વાળની વધુ સંભાળ રાખવી નથી પડતી. આ હૅર સ્ટાઇલમાં કલર વાળના મૂળ સુધી જાય છે અને ઊપરનો ભાગ હળવો હોય છે. જો તે સારી રીતે કલર થઈ ગયો, તો આપનાં વાળમાં ચાર ચાંદ લગાવી દેશે.ટ

રિબ્બન્ડ હૅર સ્ટાઇલ

રિબ્બન્ડ હૅર સ્ટાઇલ

જે મહિલાઓ પોતાનાં વાળને હંમેશા લહેરાતા રાખે છે અને રિબનથી નફરત કરે છે, તેમની વિચારસરણી આ હૅરસ્ટાઇલ બદલી નાંખશે. આ હૅર સ્ટાઇલમાં આપ રિબન મુજબ વાયલેટ કે ગુલાબી કલરનો યૂઝ કરી વાળને ખુલ્લા છોડી ખૂબ બોલ્ડ દેખાઈ શકો છો.

લો લાઇટ્સ

લો લાઇટ્સ

આ હૅર સ્ટાઇલ વાળને કલર કરવાની રીતોની એક્સપર્ટ છે. આપ પોતાનાં વાળનાં કલરથી હળવા કલર યૂઝ કરી પોતાની જાતને હાઈલાઇટ કરી શકો છો. આ હૅર સ્ટાઇલમાં એવા કલર્સનો પ્રયોગ કરવામાં આવે છે કે જે આપનાં વાળના કલરને દબાવવાનાં સ્થાને તેમને હાઈલાઇટ કરે છે.

અંડર લાઇટ્સ

અંડર લાઇટ્સ

ઇંદ્રધનુષી દેખાનાર આ હૅર સ્ટાઇલ આપનાં વાળની નીચેનાં ભાગને કલર કરવાની ટેક્નિક છે. આપ તેમાં એકથી વધુ કલર્સનો પણ યૂઝ કરી શકો છો, પરંતુ ધ્યાન રહે કે આવું કરતા પહેલા આપ હૅર એક્સપર્ટની સલાહ લેવાનું ન ભૂલો. જો આપે પરફેક્ટ રીતે આ હૅરસ્ટાઇલને કલર કરી લીધી, તો આપનાં મિત્રો ચોક્કસ જ આપને જોઈને ઈર્ષ્યા કરવા લાગશે.

English summary
Women are always worried about hair colors and their styles because hair is an important part of our makeover. Let's tell you about some of the latest Hair Trend
Story first published: Tuesday, August 29, 2017, 11:06 [IST]
X
Desktop Bottom Promotion