For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિકિની એરિયા પર વૅક્સિંગ કરતી વખતે ધ્યાન રાખો આ વાતો

By Lekhaka
|

વૅક્સિંગ ખૂબ દર્દભરી પ્રક્રિયા હોય છે, પરંતુ તેનાં પરિણામો આપનાં દર્દનાં અહેસાસને ઓછો કરી દે છે. વાળને હટાવવાની બીજી કોઈ રીત વૅક્સિંગ જેટલો ફાયદો અને કોમળ ત્વચા નથી આપી શકતી. ઘણી વાર ઓછામાં ઓછા એક મહિના સુધી વૅક્સિંગ બાદ વાળ નજરે નથી પડતાં.

તેનાં ફાયદાઓનાં જ કારણે મહિલાઓ બિકિના એરિયા પર પણ વૅક્સિંગને જ પ્રાથમિકતા આપે છે. આ દર્દ જરૂર આપે છે, પરંતુ તેનાં પછી ત્વચા ખૂબ કોમળ અને વાળ રહિત થઈ જાય ।ે

ભલે જ શેવિંગમાં દર્દ નથી થતો, પરંતુ તે આપની ત્વચાને રુક્ષ બનાવી દે છે, કારણ કે તેમાં વાળજડથી નથી નિકળતાં, પણ વાળ માત્ર ઉપલી સપાટી પરથી હટાવવામાં આવે છે.

tips to follow after a bikini wax

પ્યૂબિક હૅરને સાફ રાખવા સ્વચ્છતાની નિશાની છે. આ જગ્યાથી વાળને સાફ કરવાની અનેક જુદી-જુદી રીતો છે. જો આપ પહેલી વાર બિકિની વૅક્સિંગ કરવા અંગે વિચારી રહ્યાં છો, તો આપે આ વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઇએ.

વૅક્સિંગમાં ગરમ વૅક્સ ત્વચા પર લગાવવામાં આવે છે. તેનાંથી આપને થોડીક બળતરા જરૂર અનુબવાઈ શકે છે.

આ પ્રક્રિયા બાદ આપે કેટલીક સાવચેતીઓ વરતવાની જરૂર છે. બિકિની વૅક્સિંગ કરવા માટે આ વાતોનું ધ્યાન રાખો.

પ્રક્રિયા પહેલા

પ્રક્રિયા પહેલા

બિકિની વૅક્સિંગથી અડધો કલાક પહેલાએક પૅરાસિટામોલ ટેબલેટ ખાઈ લો. તેનાંથી આપને કેટલાક અંશે દર્દનો અહેસાસ ઓછો થશે, પરંતુ એવું ન વિચારો કે આ એનેસ્થેસિયાની જેમ કામ કરશએ. ા વાતનું પણ ધ્યાન રાકો કે વાળની લંબાઈ યોગ્ય હોય કે જેતી તેમને જડથી બહાર કાઢી શકાય. તેનાંથી વૅક્સિંગની અસર વધુ અને દર્દ ઓછો થશે.

મૉઇશ્ચરાઇઝ

મૉઇશ્ચરાઇઝ

વૅક્સિંગનાં કારણે બિકિની એરિયામાં લાલાશપણું આવી શકે છે, પરંતુ થોડાક કલાકો બાદ ત્યાં સોજો પણ આવી શકે છે. આ સોજો ઓછો કરવા માટે સારા મૉઇશ્ચરાઇઝરનો પ્રયોગ કરો. બિકિની એરિયા ખૂબ સંવેદનશીલ હોય છે. તેથી આ જગ્યાએ સુગંધ રહિત મૉઇશ્ચરાઇઝરનો પ્રયોગ કરો.

શ્રેષ્ઠ રહેશે કે આપ તાજી એલોવેરા જૅલનો ઉપયોગ કરો. તેનાંથી બળતરા અને રાતાશપણું ઓછું થાય છે. ટી ટ્રી ઑયલ પણ લગાવી શકો છો. વૅક્સિંગ બાદ થોડોક તેમનો પ્રયોગ જરૂર કરો.

શીતળ ટી બૅગ્સ

શીતળ ટી બૅગ્સ

વૅક્સિંગનાં દુઃખાવાને ઓછો કરવાની અન્ય રીત છે ટી બૅગ્સનો ઉપયોગ. એક વપરાયેલી ટી બૅગને વૅક્સનાં સ્થાને લગાવો. તેનાંથી આપને તરત આરામ મળશે. વૅક્સિંગ બાદ શરીરનાં અન્ય ભાગો પર પણ આપ તેને લગાવી શકો છો.

બરફ

બરફ

વૅક્સિંગ બાદ ત્વચા પર થોડી-ઘણી બળતરાનો અહેસાસ રહે છે. આ બળતરાને બરફથી શાંત કરી શકાય છે. બરફનાં કેટલાક ટુકડા લઈ તેમને એક કાપડમાં બાંધી લો. તે ખુલ્લા રોમછિદ્રોને બંધ કરી ઇન્ફેક્શનનો ખતરો ઓછો કરી દે છે.

વૅક્સિંગ બાદ ન કરો આ કામો

- વૅક્સિંગ બાદ સ્પા કે સ્વીમિંગ પૂલમાં જવાથી બચો, કારણ કે ત્યાં આપને ઇન્ફેક્શનનો ખતરો રહે છે.

- ટાઇટ અંડરવૅર પહેરવામાંથી બચો, કારણ કે તેનાંથી પરસેવો સુકાઈ નહીં શકે અને ઇન્ફેક્શનનો ખતરો વધી જશે.

- અઠવાડિયામાં કમ સે કમ બે વાર બિકિની એરિયાની ત્વચાને એક્સફોલિએટ જરૂર કરો.

English summary
Waxing involves application of hot wax and removal of hair swiftly which is bound to irritate the skin; you need to take certain precautions after the procedure. Here are a few tips to follow.
Story first published: Monday, August 28, 2017, 11:38 [IST]
X
Desktop Bottom Promotion