For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

થ્રેડિંગ કરાવ્યા બાદ ભૂલથી પણ ન કરો આ ભૂલો, હોય છે ખતરનાક

By Lekhaka
|

આપની સુંદરતા આપના ચહેરાથી દેખાય છે અને તેને સુંદર બનાવેછે આપની આંખો, વાળ અને આપની ભંવો. આજે અમે વાત કરીશું આપની સુંદરતામાં ચાર ચાંદ લગાવનારી આપની આઇબ્રો વિશે. આપ તેને સુંદર બનાવવા માટે સામાન્ય રીતે બ્યુટી પાર્લ જાઓ છો અને તેને બરાબર કરાવો છો.

આજ-કાલની છોકરીઓ જાડી ભંવોની સુંદરતા વધારવા માટે થ્રેડિંગનો સહારો લે છે. તેને કરાવ્યા બાદ થતા દુઃખાવા અને પિંપલ્સથી છુટકારો પામવા માટે છોકરીઓ કેટલીક ભૂલો કરી બેસે છે.

what to do after threading

આનાથી તેમને પાછળથી પરેશાનીનો સામનો કરવો પડે છે. કેટલાક કામો એવા છે કે જે આપે પોતાની આઇબ્રોનું થ્રેડિંગ કરાવ્યા બાદ તરત નથી કરવાના હોતા, નહિંતર આપને નુકસાન થાય છે.

આપને આજે આ જ વિશે બતાવીશું કે આપની સુંદરતા જાળવી રાખવાના ચક્કરમાં આપ આવું કોઈ કામ ન કરો કે જે આપને મુશ્કેલીમાં નાંખી દે. આવો જાણીએ કે આપે થ્રેડિંગ કરાવ્યા બાદ શું નહીં કરવું જોઇએ.

મૉઇશ્ચરાઇઝરથી મસાજ કરો :

મૉઇશ્ચરાઇઝરથી મસાજ કરો :

આપને જણાવી દઇએ કે કેટલીક મહિલાઓમાં જોવામાં આવ્યું છે કે તેઓ જ્યારે થ્રેડિંગ કરાવીને આવે છે, ત્યારે પોતાની આઇબ્રોને આમ જ છોડી દે છે. આનાથી આપની આઇબ્રોમાં રુક્ષપણુ આવી જાય છે કે જેથી આપને બળતરા કે ખંજવાળની સમસ્યા પણ થઈ શકે છે. આનાથી બચવા માટે આપે મૉઇશ્ચરાઇઝરથી મસાજ કરવી જોઇએ. આ આપની આઇબ્રો સાજી રાખવામાં મદદ કરે છે.

તડકામાં ન નિકળો

તડકામાં ન નિકળો

ધ્યાન રહે કે જ્યારે આપ થ્રેડિંગ કરાવીને આવો, ત્યારે આપે તડકામાં નથી નિકળવું. હકીકતમાં તડકવામાં નિકળવાથી આપને સમસ્યા થઈ શકે છે. આપને જણાવી દઇે કે જ્યારે આપણે શરીરનાં કોઈ પણ ભાગનાં વાળ કઢાવીએ છીએ, તો તે જગ્યા સંપૂર્ણપણે સેંસેટિવ થઈ જાય છે. તેથી આપે આ સમસ્યામાંથી બચવું છે અને તડકામાં નથી નિકળવાનું.

ન કરો મેકઅપ

ન કરો મેકઅપ

આપને જણાવી દઇએ કે આપ હંમેશા આ જ ભૂલ કરો છો. આપને કોઇક લગ્ન કે પાર્ટીમાં જવાનું હોય છે, તો આપ થ્રેડિંગ કરાવ્યાના તરત બાદ મેકઅપ કરવા લાગો છો. આપને જણાવી દઇએ કે આ બિલ્કુલ ખોટુ છે. આપનાથી આપને બહુ સમસ્યા થઈ શકે છે. આનાથી આપે બચવું જોઇએ.

24 કલાક બાદ કરો મેકઅપ

24 કલાક બાદ કરો મેકઅપ

જો આપે થ્રેડિંગ કરાવ્યું છે, તો આપે તરત નહીં, પણ 24 કલાક બાદ જ મેકઅપ કરવું જોઇએ. આ આપની સ્કિન માટે યોગ્ય રહેશે. જો આપે આવુ ન કર્યું, તો આપને પિંપલ્સની સમસ્યા થઈ શકે છે. આનાથી આપે કોઈ પણ પરિસ્થિતિમાં બચવું છે, કારણ કે પિંપલ્સ આપની સુંદરતાને મારી નાંખે છે.

આંગળી ન લગાવો

આંગળી ન લગાવો

આપ વારંવાર થ્રેડિંગ કરાવ્યા બાદ એક ભૂલ આ કરો છો કે આપ તે જગ્યાને વારંવાર ટચ કરો છો. આમ કરવું ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. આપને ખબર હોવી જોઇએ કે જો આપે આવું વારંવાર કર્યુ, તો આપને ઇન્ફેક્શન, ખંજવાળ અને બ્રેકઆઉટ્સની પણ સમસ્યા થઈ શકે છે.

ખંજવાળ

ખંજવાળ

આપે સામાન્ય રીતે આ અનુભવ્યું હશે કે થ્રેડિંગ કરાવ્યા બાદ આપ તે જગ્યાને ખંજવાળો છો. આવુ કરવું આપના માટે ખતરનાક છે. આપને ખંજવાળ અનુભવાય,તો આપે તેને ખંજવાળવાથી બચવું જોઇએ.

આ કરો

આ કરો

જો આપ વધારે જ ખંજવાળ અનુભવી રહ્યા હોવ, તો આપે તેને ખંજવાળના સ્તાને મસાજ કરવી જોઇએ. પોતાના ચહેરાને આપ ઠંડા પાણીથી ધુઓ અને ગુલાબ જળમાં એલોવેરા મિક્સ કરી તેનાથી મસાજ કરો. આવુ કરવાથી આપને નુકસાન પણ નહીં થાય અને આપની સમસ્યા પણ ઉકેલાઈ જશે.

English summary
Your beauty comes from your face and makes them beautiful Your eyes, hair and your eyebrows. Today we will talk about your eyebrows that will make you beautiful in your beauty.
Story first published: Friday, November 10, 2017, 10:35 [IST]
X
Desktop Bottom Promotion