For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ગરમીમાં ચહેરાની બધી પ્રોબ્લેમ્સ દૂર કરશે ખીરા કાકડીનો ફેસ માસ્ક

By KARNAL HETALBAHEN
|

ગરમીની ઋતુમાં ખીરા ખીરા કાકડીનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. ચાહે શરીર માટે હોય કે ત્વચા માટે, ખીરા કાકડીમાં ખૂબ વધારે માત્રામાં પાણી હોય છે જે તમારા શરીર અને ત્વચા બન્નેને પોષણ આપે છે અને તેને સ્વસ્થ રાખે છે.

આ સસ્તા ઉત્પાદમાં ખૂબ પોષક તત્વ, વિટામીન સી, વિટામીન એ, કેરોટીન વગેરે મળી આવે છે જે મનુષ્ય માટે ઘણી રીતે મદદરૂપ હોય છે. ખીરા કાકડીનો ઉપયોગ ઘણી હાઇડ્રેટિંગ ઉત્પાદો, હર્બલ અને ગરમીમાં ત્વચાની દેખભાળ માટે ઉપયોગમાં લેનાર ઉત્પાદોમાં કરવામાં આવે છે કેમકે તે ત્વચા માટે ખૂબ લાભદાયક હોય છે.

જવા દો, જો તમે વિચારી રહ્યા છો કે ખીરા કાકડીને કઇ રીતે ત્વચાની દેખભાળ માટે ઉપયોગમાં લઈ શકાય છે તો અહીં ઘરે જ કેટલાક ફેસ માસ્ક બનાવવાની રીત બતાવવામાં આવી છે.

૧. ખીરા ખીરા કાકડી અને દહીથી બેનલ ફેસ માસ્ક

૧. ખીરા ખીરા કાકડી અને દહીથી બેનલ ફેસ માસ્ક

ખીરા ખીરા કાકડી અને દહીથી બનેલ ફેસ માસ્ક શુષ્ક ત્વચા માટે ખૂબ સારો હોય છે. એક ખીરા કાકડી લો અને તેને પીસીને પેસ્ટ બનાવો. હવે તેમાં સાદુ દહી મિક્સ કરો. બન્નેને સારી રીતે મેળવો. આ માસ્કને ચહેરા પર લગાવીને થોડીવાર માલિશ કરો. થોડીવાર રાહ જુઓ અને પછીથી ગરમ પાણીથી ધોઈ લો. દહીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ ખીલ આવવાથી રોકે છે અને ત્વચાને રાહત આપે છે અને ખીરા કાકડી ત્વચાને હાઈડ્રેટ રાખે છે.

૨. ખીરા ખીરા કાકડી અને એલોવેરાથી બનેલ ફેસ માસ્ક

૨. ખીરા ખીરા કાકડી અને એલોવેરાથી બનેલ ફેસ માસ્ક

ખીરા ખીરા કાકડી અને એલોવેરાથી બનેલ ફેસ માસ્કનો ઉપયોગ એન્ટી એન્જિગ સ્કીન માટે કરાવામાં આવી શકે છે કેમકે તે ત્વચાને આરામ પહોંચાડે છે અને એન્જિના લક્ષણોને પણ રોકે છે. એક ખીરા કાકડી લો અને તેની પેસ્ટ બનાવો. હવે તેમાં એલોવેરા મિક્સ કરો. બન્નેને સારી રીતે મેળવો. તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને આ મિશ્રણને ચહેરા પર લગાવો. થોડીવાર રાહ જુઓ અને પછી પાણીથી ધોઈ લો.

૩. ખીરા કાકડી અને ઓટ્સથી બનેલ ફેસ માસ્ક

૩. ખીરા કાકડી અને ઓટ્સથી બનેલ ફેસ માસ્ક

જો તમારી ત્વચા પર ખૂબ વધારે મૃત ત્વચા કોશિકાઓ છે તો ખીરા કાકડી અને ઓટ્સથી બનેલ ફેસ માસ્ક તમારા માટે ખૂબ ઉપયોગી થાય છે. થોડી ખીરા કાકડી લો અને તેને ટુકડાંમાં કાપી લો. હવે તેમાં ઓટ્સ નાંખો અને સારી રીતે મિક્સ કરો. જો જરૂર હોય તો તેમાં ચપટી હળદર મિક્સ કરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને આ મિશ્રણને ચહેરા પર લગાવો. પછીથી ઠંડા પાણીથી ધોઈ લો.

૪. ખીરા કાકડી અને સંતરાના જ્યુસથી બનેલ ફેસ માસ્ક

૪. ખીરા કાકડી અને સંતરાના જ્યુસથી બનેલ ફેસ માસ્ક

ખીરા કાકડી અને સંતરાથી બનેલ ફેસ માસ્ક આખી ઋતુમાં તમારી ત્વચાને હાઈડ્રેટેડ અને કોમળ બનાવી રાખે છે. એક ખીરા કાકડી લો અને તેમાં સંતરાનો રસ મિક્સ કરો. બન્ને સામગ્રીઓને સારી રીતે મેળવીને જાડી પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો અને થોડીવાર પછી ધોઈ લો. ખીરા કાકડી અને સંતરાથી બનેલ માસ્કમાં કોલેજન ભરપૂર માત્રામાં મળી આવે છે જે તમને હાઇડ્રેટેડ અને નરમ ત્વચા પ્રદાન કરે છે.

૫. ખીરા કાકડી અને ચણાના લોટથી બનેલ ફેસ માસ્ક

૫. ખીરા કાકડી અને ચણાના લોટથી બનેલ ફેસ માસ્ક

અડધી ખીરા કાકડી લો અને તેને પીસીને પેસ્ટ બનાવો. હવે તેમાં બે ચમચી ચણાનો લોટ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. બધી સામગ્રીને સારી રીતે મેળવીને ફેસ માસ્ક બનાવો. તેને થોડીવાર સુધી ચહેરા પર લગાવી રાખો. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી ધોઈ લો. ખીરા કાકડી અને ચણાના લોટથી બનેલ આ ફેસ પેક તમને ચમકતી અને નમી યુક્ત ત્વચા પ્રદાન કરે છે.

૬. ખીરા કાકડી અને ટામેટાથી બનેલ ફેસ પેક

૬. ખીરા કાકડી અને ટામેટાથી બનેલ ફેસ પેક

જો તમે ત્વચાને ઉજળી બનાવનાર ફેસ પેક ઈચ્છો છો તો તમારે ખીરા કાકડી અને ટામેટાંથી બનેલ ફેસ પેકનો ઉપયોગ કરવો જોઈએ અડધી ખીરા કાકડી લો અને તેને ટામેટાં સાથે મિક્સ કરો. બન્ને વસ્તુને સારી રીતે મિક્સ કરો અને આ પેકને ચહેરા તથા ગળા પર લગાવો. થોડીવાર રાહ જુઓ અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

૭. ખીરા કાકડી અને ઓલિવ ઓઈલથી બનેલ ફેસ માસ્ક

૭. ખીરા કાકડી અને ઓલિવ ઓઈલથી બનેલ ફેસ માસ્ક

ખીરા કાકડી અને ઓલિવ ઓઇલથી બનેલ ફેસ માસ્ક ખૂબ શુષ્ક અને ખજંવાળવાળી ત્વચા માટે સારો હોય છે. ઓલિવ ઓઈલ ખંજવાળ દૂર કરે છે જ્યારે ખીરા કાકડી ત્વચાને હાઈડ્રેટ રાખે છે. એક ખીરા કાકડી લો અને પેસ્ટ બનાવો. હવે તેમાં ઓલિવ ઓઈલ મેળવો અને સારી રીતે મિક્સ કરો. આ માસ્કને ચહેરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

૮. ખીરા કાકડી અને તરબૂચથી બનેલ ફેસ માસ્ક

૮. ખીરા કાકડી અને તરબૂચથી બનેલ ફેસ માસ્ક

ખીરા કાકડી અને તરબૂચથી બનેલ ફેસ માસ્ક એક પ્રભાવી કોલેજન માસ્ક હોય છે જે તમને ચમકતી ત્વચા પ્રદાન કરે છે. તે ગરમીમાં ત્વચાની ટેનિંગ થવાથી બચાવે છે. એક ખીરા કાકડી અને અડધું તરબૂચ લો. આ બન્નેને સારી રીતે એક સાથે પીસી લો અને આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. ૧૫ મિનીટ સુધી રાહ જુઓ અને પછી પાણીથી ધોઈ લો.

૯. ખીરા કાકડી અને ચંદનથી બનેલ ફેસ માસ્ક

૯. ખીરા કાકડી અને ચંદનથી બનેલ ફેસ માસ્ક

ખીરા કાકડી અને ચંદનથી બનેલ ફેસ માસ્ક રાહત પહોંચાડનાર માસ્ક હોય છે જે સૂર્યથી બળેલી ત્વચાને આરામ આપે છે. અડધી ખીરા કાકડી લો અને તેમાં થોડો ચંદન પાવડર મિક્સ કરો. બન્ને સામગ્રીઓને સારી રીતે મેળવી લો અને તેમાં એક ચમચી દહી અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ માસ્કને ચહેરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

૧૦. ખીરા કાકડી અને ગુલાબજળથી બનેલ ફેસ માસ્ક

૧૦. ખીરા કાકડી અને ગુલાબજળથી બનેલ ફેસ માસ્ક

અડધી ખીરા કાકડી લો અને તેની પ્યૂરી બનાવો. હવે તેમાં થોડું ગુલાબજળ નાંખો અને સારી રીતે મિક્સ કરો. આ ફેસ માસ્કને ચહેરા પર લગાવો અને ઠંડા પાણીથી ધોઈ લો. બેજાન અને શુષ્ક ત્વચા માટે ગરમીમાં આ પેક ખૂબ ઉપયોગી થાય છે.

English summary
Read to know about the face mask you can use this summer with the refreshing cucumber.
Story first published: Saturday, April 8, 2017, 11:14 [IST]
X
Desktop Bottom Promotion