For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ત્વચાને ગોરી બનાવવા માટે મિંટ (ફુદીના)નું ફેસ પૅક

By Lekhaka
|

મિંટનો સ્વાદ મસાલેદાર હોવાની સાથે તીખુ પણ હોય છે. આ નાનકકડા હર્બ (જડી-બૂટી)માં અનેક ઔષધિય ગુણો હોય છે તેમજ લગભગ દરેક વાનગીમાં તેનો ઉપયોગ કરાય છે. ઘણા વર્ષોથી નિષ્ણાતો સૌંદર્ય ઉત્પાદનોમાં મિંટનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે, કારણ કે તેમાં ત્વચાને સુધારવાનો ગુણ હોય છે. મિંટનું જ્યુસ વાળ માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે.

મિંટનું જ્યુસ વાળની વૃદ્ધિમાં સહાયક હોય છે તથા માથાની ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરે છે. આજે સૌંદર્ય નિષ્ણાતો દાવો કરે છે કે જ્યારે મિંટનો ઉપયોગ ત્વચા પર કરાય છે, તો તે ત્વચાને ગોરી બનાવે છે તેમજ ગંદા દેખાતા ડાઘા-ધબ્બાઓ દૂર કરે છે. જોકે મિંટ તીખું હોય છે અને તેનાં કારણે ખંજવાળ ઊભી થઈ શકે છે.

માટે આપને સલાહ આપવામાં આવે છે કે તેને કોઇક ઠંડક પહોંચાડતા ઘટક જેમ કે કાકડી કે ગ્રીન ટી સાથે મેળવીને ઉપયોગમાં લો.

જ્યારે કિચનમાં ઉપયોગમાં આવતા આ બે ઘટકોને મિંટના પેસ્ટમાં મેળવામાં આવે છે, તો તે ત્વચાનાં રોમ છિદ્રો સ્વચ્છ કરે છે તથા પ્રાકૃતિક રીતે આપની ત્વચાની રંગત નિખારે છે. જો આપ શીઘ્રતાથી પરિણામ મેળવવા માંગતા હોવ, તો મિંટ ફેસ પૅકનો ઉપયોગ મહિનામાં ઓછામાં ઓછું બે વાર કરવો જોઇએ. તો આપને કઈ વાતનો ઇંતેજાર છે ?

મિંટ ફેસ પૅક બનાવવાની આસાન વિધિ તેમજ પ્રક્રિયા જુઓ કે જે આપની ત્વચાની રંગત જ નથી નિખારતી, પણ આપને ગોરૂ અને સુંદર પણ બનાવે છે.

 ત્વચાને ગોરી બનાવવા માટે મિંટ (ફુદીના)નું ફેસ પૅક

સામગ્રી :

મિંટનાં પાન - 200 ગ્રામ (પેસ્ટ)

કાકડી - 1 (પેસ્ટ)

ગ્રીન ટી - 1 કપ

દહીં - 3 ટેબલ સ્પૂન

લિંબુ - 1 (રસ)

એક વાટકીમાં મિંટનાં પાનનું પેસ્ટ લો. તેમાં કાકડીનું પેસ્ટ તેમજ દહીં મેળવો. હવે આ મિશ્રણમાં લિંબુનો રસ નાંખો તથા સારી રીતે મળવો. તેને 20 મિનિટ સુધી ઠંડા સ્થળે રાખો.


ઉપયોગ કરવાની વિધિ : ઠંડા પાણીથી ચહેરો સારી રીતે ધોઈ લો. ચહેરામાંથી ધૂળ અને વધારાનું તેલ સાફ કરવા માટે હોમ મેડ ફેસ વૉશનો ઉપયોગ કરો. ચહેરો ધોઈ તેને હળવા હાથે સુકવી લો. હવે મિંટ પૅક ચહેરા પર એક સરખું લગાવો. પહેલા પાતળું પડ લગાવો તથા તેને સુકાવા દો. જ્યારે તે સુકાઈ જાય, ત્યારે બીજું પડ લગાવો અને તેને 20 મિનિટ સુધી લાગેલું રહેવા દો.

જ્યારે પૅક સમ્પૂર્ણપણે સુકાઈ જાય, તો તેને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરો. પૅક કાઢ્યા બાદ હુંફાળી ગ્રીન ટીથી ચહેરો ધોઈ લો. તે પછી ચહેરાને લુછો નહીં, ગ્રીન ટીને ત્વચા પર જ સુકાવા દો. 20 મિનિટ બાદ ચહેરો સાદા પાણીથી ધોઈ નાંખો.


ત્વચાનાં ગોરાપણા માટે મહિનામાં બે વખત મિંટ પૅકનો ઉપયોગ કરો. આ પૅક ત્વચાના ચેપને પણ દૂર કરે છે. મિંટ ત્વચાને રાહત પહોંચાડે છે તથા આગળ ત્વચાને થનારા ખતરાઓ સામે પણ રક્ષણ કરે છે. ત્વચા ગોરી બનાવા માટે આ એક સર્વોત્તમ હર્બ છે.

English summary
Mint face pack has to be used at least twice in a month, if you want accurate and fast results. So, what are you waiting for?
X
Desktop Bottom Promotion