For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એલર્જી ધરાવતી ત્વચા માટે મેકઅપ ટિપ્સ અને ટ્રિક્સ

By Lekhaka
|

જે લોકોની ત્વચામાં જલ્દીથી એલર્જી થઈ જાય છે, તેમના માટચે મેકઅપ સમસ્યાની જેમ બની જાય છે.

ત્વચા, હોઠ, આંખો અને વાળ પર કંઈ પણ લગાવતા પહેલા જ રિએક્શન થવા લાગી જાય છે અને તેનું પરિણામ બહુ ખતરનાક હોઈ શકે છે, પરંતુ એલર્જીનાં કારણે એવું નથી કે આપ સારૂં મેકઅપ નથી કરી શકતાં.

makeup tips for allergic skin

અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે કે જે આપ એલર્જી ધરાવતી ત્વચા માટે યૂઝ કરી શકો છો. આવુ કરવાથી આ નક્કી થઈ જશે કે આપ જે પણ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છો, તે આપની ત્વચા પર રિએક્ટ નહીં કરે અને આપ પોતાના ચહેરા પર અસર પણ જોઈ શકશો.

આગળ વાંચો અને મેકઅપ ટિપ્સ વિશે જાણો કે જે આપની એલર્જી ધરાવતી ત્વચા માટે વરદાન જેમ સાબિત થઈ શકે છે.

એલર્જિક ચહેરા માટે મેકઅપ રેમેડી

એલર્જિક ચહેરા માટે મેકઅપ રેમેડી

એલર્જિક ત્વચા ધરાવતા લોકોએ મેકઅપની શરુઆત ક્લીંઝિંગ અને મૉઇશ્ચરાઇઝિંગ સાથે કરવી જોઇએ. તે પછી તેઓ પોતાનાં ચહેરા પર ફાઉંડેશનનું એક પાતળુ પડ નાંખી શકે છે.

ફાઉંડેશનની ઉપર ચીકબોનની નીચે, નાની બંને બાજુ અને માથાની બાહ્ય કિનારીઓ પર બ્રોંઝર લગાવી લો તથા પોતાના ચહેરા પર તરત ગ્લો અનુભવ કરો. જો આપને લાગી રહ્યું છે કે નાક કંઈક બરાબર નથી લાગી રહ્યું, તો તેની કિનારીઓને કંટૂક કરો.

આંખો માટે મેકઅપ પ્રોડક્ટ ખરીદતી વખતે વિશેષ કાળજી લો

આંખો માટે મેકઅપ પ્રોડક્ટ ખરીદતી વખતે વિશેષ કાળજી લો

જે મહિલાઓની એલર્જી ધરાવતી ત્વચા હોય છે, તેમને આંખોનાં મેકઅપમાં મુશ્કેલીઓ આવે છે, કારણ કે તેમની આંખો જલ્દીથી લાલ થઈ જાય છે અને પાણીથી ભરાઈ જાય છે. તેનો ઉપાય છે કે તેવા ઉત્પાદનોન ખરીદો કે જેમનું આંખોનાં હિસાબે પરીક્ષણ થયેલું હોય. જો આપની કોઈ ખાસ બ્રાંડ છે કે જેને આપ ઉપયોગ કરી રહ્યા છો, તો આ તે જ કરો અને બીજા ઉત્પાદનોથી બચો. તેનાથી આંખોને ઓછુ નુકસાન પહોંચે છે.

ટિશ્યુ તેમજ મેકઅપ બ્રશનો ઉપયોગ ન કરો

ટિશ્યુ તેમજ મેકઅપ બ્રશનો ઉપયોગ ન કરો

જેમની ત્વચા એલર્જિક છે, તેમણેટિશ્યુ તથા મેકઅપ બ્રશના ઉપયોગથી બચવું જોઇએ, કારણ કે તેનાથી રિએક્શન થઈ શકે છે. કૉટન કે સિલ્કનાં રૂમાલનો ઉપયોગ કરો અથવા તો પછી પોતાની આંગળીનાં ઊપરી ભાગનો ઉપયોગ શરીરની સંવેદનશીલ જગ્યાઓ પર કરો.

આંખોની નીચે કાળા ઘેરા છુપાવે

આંખોની નીચે કાળા ઘેરા છુપાવે

એલર્જીથી આપની આંખોનાં નીચે ડાર્ક સર્કલ પડી શકે છે અને તેનો ઉપાય છે સારી આઈ ક્રીમનો ઉપયોગ. રાત્રે સૂતી વખતે દરરોજ આઈ ક્રીમનો ઉપયોગ કરો. તેનાથી મેકઅપની ચહેરા પર વધુ અસર દેખાશે. તેના માટે એવી ક્રીમ ખરીદો કે જેમાં હ્યલુરૉનિક એસિડ હોય. તેનાથી ત્વચા જળયોજિત રહે છે અને તેની અસર મેલેનિન પર પણ પડે છે.

ત્વચા નિષ્ણાત દ્વારા પરીક્ષિત ઉત્પાદનનો ઉપયોગ કરો

ત્વચા નિષ્ણાત દ્વારા પરીક્ષિત ઉત્પાદનનો ઉપયોગ કરો

આપ મેકઅપ માટચે જે પણ ઉત્પાદનનો ઉપયોગ કરી રહ્યા છો, તે ત્વચા નિષ્ણાત દ્વારા સારી રીતે પરીક્ષિત હોવું જોઇએ, કારણ કે આવા ઉત્પાદનો આપનાં ચહેરા પર બહુ ઓછી ખરાબ અસર કરશે. જો આપ કોઈ નવા ઉત્પાદનનો ઉપયોગ કરી રહ્યા છો, તે પહેલા તેને ત્વચાનાં નાનકડા ભાગ પર લગાવીને જોઈ લો. જો આ પ્રયોગ બરાબર રહે, તો આપ તેનો ઉપયોગ કરી શકો છો.

ધ્યાન રાખો કે પાવડરમાં માઇકા ન હોય

ધ્યાન રાખો કે પાવડરમાં માઇકા ન હોય

જે મહિલાઓને એલર્જીની સમસ્યા છે, તમણે એવો પાવડર વાપરવો જોઇએ કે જેમાં માઇકા ન હોય, કારણ કે માઇકાથી ચેહરા પર એલર્જી વધી જાય છે. આ ધ્યાન રાખો કે ત્વચા અને શરીર પર એલર્જી ન થાય, તેના માટે પાવડરનું ધ્યાન રાખો. આજ-કાલ મુખ્ય બ્યુટી બ્રાંડ એવા બ્રોંઝર માર્કેટમાં લાવ્યા છે કે જેમાં માઇકા નથી હોતું.

પોતાનાં ઉત્પાદનો બીજા સાથે શૅર ન કરો

પોતાનાં ઉત્પાદનો બીજા સાથે શૅર ન કરો

જે મહિલાઓને એલર્જીની સમસ્યા રહે છે, તેમણે પોતાનાં મેકઅપ ઉત્પાદનો બીજાઓ સાથે શૅર ન કરવા જોઇએ. આપ લોકો પાસેથી પ્રોડક્ટ લો છો કે તેમને આપો છો, તો બંને જ સમયે આપ કાં તો બૅક્ટીરિયા લઈ રહ્યા છો અથવા તો પછી આપી રહ્યા છો. તેથી કાંસ્કાથી લઈ ક્રીમ સુધી પોતાની મેકઅપ પ્રોડક્ટ્સ કોઈને ન આપો કે જેથી આપની એલર્જીની સમસ્યા વધુ ન વકરે.

English summary
Those with an allergic skin can try these makeup remedies and look their best.
Story first published: Tuesday, October 3, 2017, 11:03 [IST]
X
Desktop Bottom Promotion