For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ સરળ રીતોથી નેઇલ્સને બનાવો સુંદર

By Lekhaka
|

સંદરતા કોને પસંદ નથી ? દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે સુંદર દેખાય અને તેના માટે લોકો ઘણા પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે.

પરંતુ શું ચહેરાની સુંદરતા જ આપનાં માટે જરૂરી છે. જો આ સવાલ અમે આપને પૂછીએ, તો આપ કદાચ આમ જ કહેશો કે નહીં. આપનાં માટે શરીરનાં દરેક અંગની સુંદરતા જરૂરી છે.

તેમાંથી એક છે આપનાં નખોની સુંદરતા. હાજી, આ એકદમ સાચુ છે કે આપનાં નખ પણ આપનાં શરીરનો તે ભાગ છે કે જેની સુંદરતા પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે, પરંતુ હાથ અને પગની સુંદરતા આપની નેઇલ પૉલિશ લગાવવાની ઢબ અને નખને યોગ્ય આકાર આપવા પર નિર્ભર છે.

કારણ કે જે લોકો નેઇલ પૉલિશને પોતાનાં નખો પર સારી રીતે નથી લગાવતા અથવા તો પછી જેમનાં નખનો આકાર યોગ્ય નથી, તેમનાં હાથ જોવામાં ખૂબ ખરાબ લાગે છે અને તેમની નેઇલ પૉલિશ પણ જલ્દી છુટી જાય છે. તો ચાલો આજે અમે આપને કેટલીક એવી રીતો બતાવીએ કે જેના વડે આપ નખોને વધુમાં વધુ સુંદર બનાવી શકો છો.

 1. નેઇલ્સ પર લાગેલું જૂનૂ નેઇલ પેઇંટ હટાવી દો :

1. નેઇલ્સ પર લાગેલું જૂનૂ નેઇલ પેઇંટ હટાવી દો :

જો આપ ઇચ્છો છો કે આપના નેઇલ્સ આકર્ષક લાગે અને તેના પર નેઇલ પેઇંટ સારી રીતે લાગે, તો પોતાનાં નેઇલ્સપર લાગેલા જૂનાં પેઇંટને નેઇલ પૉલિશ રિમૂવરથી હટાવી દો, કારણ કે જો આપ જૂના નેઇલ પેંટ ઉપર જ બીજું નેઇલ પેઇંટ લગાવશો, તો તે જોવામાં ખૂબ જ વિચિત્ર લાગશે. તેથી શ્રેષ્ઠ એ જ રહેશે કે નેઇલ્સ પરથી આપ જુનું નેઇલ પેઇંટ હટાવી જ દો.

2. નેઇલ્સને યોગ્ય શેપ આપો :

2. નેઇલ્સને યોગ્ય શેપ આપો :


બીજી બાજુ નેઇલ પૉલિશ લગાવતા પહેલા આપ નેઇલ્સને યોગ્ય શેપ આપવાનું ન ભૂલો, કારણ કે જો આપ નેઇલ્સને સારી રીતે શેપ નહીં આપો, તો આપનાં નખો સારા નહીં દેખાય અને નેઇલ પૉલિશ પણ સારી નહીં લાગે. માટે હવે જ્યારે પણ આપ નેઇલ પેઇંટ લગાવવાનું વિચારો, તો તે પહેલા નેઇલ્સને યોગ્ય આકાર આપવાનું ન ભૂલો.

3. નેઇલ પૉલિશ લગાવતી વખતે સ્વચ્છ અને સૂકા હોવા જોઇએ નેઇલ્સ :

3. નેઇલ પૉલિશ લગાવતી વખતે સ્વચ્છ અને સૂકા હોવા જોઇએ નેઇલ્સ :

નેઇલ પેઇંટ લગાવતા પહેલા ાપ આ વાતનું ધ્યાન જરૂર રાખો કે આપનાં નખો સારી રીતે સાફ કરેલા અને સૂકા હોય, કારણ કેજ્યારે આપ સાફ અને સૂકા નખો પર નેઇલ પેઇંટ લગાવશો, ત્યારે તે ફ્રેશ અને વધુ સમય સુધી ટકશે.

4. નેઇલ્સ પર ફરીથી કોટ કરવું છે જરૂરી :

4. નેઇલ્સ પર ફરીથી કોટ કરવું છે જરૂરી :

નેઇલ પેઇંટ લગાવતી વખતે આપે કોટનું વિશેષ ધ્યાન રાખવું છે, કારણ કે બેસ કોટ આપનાં નેઇલ્સ પર ઘણા દિવસો સુધી ટકી રહે છે, સાથે જ તે એક સરખુ પણ લાગે છે. તેથી આપ, બેસ કોટની પ્રથમ લૅર અડધા નેઇલ્સ પર લગાવો અને તેનો બીજો કોટ આખા નખ પર લગાવો કે જેથી આપની નેઇલ પૉલિશ લાંબા સમય સુધી ટકી રહે.

 5. હંમેશા પસંદગી કરો સારી ક્વૉલિટીનાં નેઇલ પેઇંટની :

5. હંમેશા પસંદગી કરો સારી ક્વૉલિટીનાં નેઇલ પેઇંટની :

આપનાં માટે આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે આપ કાયમ બ્રાંડેડ નેઇલ પૉલિશ જ પોતાનાં નેઇલ્સ પર લગાવો, કારણ કે ખરાબ ક્વૉલિટીનું નેઇલ પેઇંટ આપનાં નખને માત્ર પીળા જ નહીં બનાવે, પણ ખરાબ નેઇલ પેઇંટનાં ઉપયોગથી નખ તૂટવા પણ લાગે છે.

6. ઠંડા પાણીમાં હાથ નાંખો :

6. ઠંડા પાણીમાં હાથ નાંખો :

જો આપ પોતાની નેઇલ પૉલિશને જલ્દી સૂકાવા માંગો છો, તો તેના માટે આપ પોતાનાં નખોને ઠંડા પાણીમાં થોડીક વાર માટે ડુબાડી રાખો. તેનાથી માત્ર નેલ પેઇંટ વહેલી નહીં સૂકે, બલ્કે આપની નેઇલ પૉલિશ પાક્કી થઈ જશે અને વધુ શાઇન પણ મારશે.

7. નેઇલ્સ તૂટવાથી બચાવો :

7. નેઇલ્સ તૂટવાથી બચાવો :

સામાન્ય રીતે આપની સૌથી મોટી સમસ્યા નેઇલ્સ તૂટવાની હોય છે. તેનું કારણ હોય છે ખરાબ નેઇલ પૉલિશનો પ્રયોગ અને ગંદકી. તેથી આપ પોતાનાં નેઇલ્સને શક્ય હો, તેટલું સ્વચ્છ રાખો અને ઑલિવ ઑયલમાં લિંબુનો રસ મેળવી અઠવાડિયામાં બે વાર પોતાનાં નખો પર લગાવો. વિશ્વાસ રાખો કે આ પ્રયોગથી આપના નેઇલ્સને મજબૂતીની સાથે શાઇનિંગ પણ મળશે.

English summary
Through this article we will tell you how you can strengthen your nails with beauty in some easy ways
Story first published: Thursday, June 29, 2017, 17:35 [IST]
X
Desktop Bottom Promotion